GSTV
Home » News » 12 વર્ષના આ ગુજરાતી છોકરાએ કેરળને ઓનલાઈન એવી રીતે પ્રમોટ કર્યું કે દુનિયાભરના લોકો ચોંકી ઉઠ્યા

12 વર્ષના આ ગુજરાતી છોકરાએ કેરળને ઓનલાઈન એવી રીતે પ્રમોટ કર્યું કે દુનિયાભરના લોકો ચોંકી ઉઠ્યા

દેશના મહાન બાળકલાકાર એડ્મુંડ થોમસ ક્લિન્ટની યાદમાં આયોજિત ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઓનલાઇન પેઇન્ટિંગ કોમ્પિટીશનની બીજી એડિશનમાં વડોદરાના 12 વર્ષીય પાર્થ જોશીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જ્યારે બાંગ્લાદેશની નસીફા તબસ્સુમ ઔથેએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

કેરાલા ટુરિઝમ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભારત અને વિદેશના 55 વિજેતાઓમાં પાર્થ જોશી અને 14 વર્ષીય નસીફાએ સ્થાન મેળવ્યું છે. 4થી 16 વર્ષના એજ ગ્રુપમાં 96 દેશોમાંથી આવેલા 39 હજાર પેઇન્ટિંગ્સમાંથી નિર્ણાયકોએ પરિણામ જાહેર કર્યા હતા. પર્યટન મંત્રી શ્રી કદકંપલ્લી સુરેન્દ્રને વિવિધ કેટેગરીના 110 વિજેતાઓની ઘોષણા કરી હતી અને તેમાંથી 15 વિજેતાઓને ફેમિલી સાથેના ટુર પેકેજ આપવામાં આવશે. 15માંથી 10 વિજેતાઓ વિદેશી છે.

6 વર્ષીય મલયાલી બાળકી આરાધ્યાએ આ સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. રાજ્ય કક્ષાના 40 વિજેતાઓમાં આરાધ્યાએ પણ સ્થાન મેળવ્યું છે. આ વિજેતાઓને 10 હજાર રોકડાનું ઇનામ આપવામાં આવશે. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતાઓને સર્ટિફિકેટની સાથે સ્મૃતિ ચિહ્ન એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત જે લોકોએ બાળકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉત્સાહિત કર્યા છે તેમને પણ અવોર્ડ એનાયત કરવામાં આવશે.

જણાવી દઇએ કે અસાધારણ પ્રતિભા ધરાવતા ક્લિન્ટ (1976-83) કેરેલાના આર્ટ જિનિયસ હતાં જેમણે પોતાની અદ્ભૂત કલ્પનાને કેનવાસ પર ઉતારી હતી અને તેમણે તેમની લાંબી માંદગી પહેલાં ફક્ત 2,522 દિવસમાં 25 હજારથી પણ વધુ પેઇન્ટિંગ્સ બનાવ્યાં હતાં.

ક્લિન્ટે ફક્ત ચાર વર્ષની ઉંમરમાં પેઇન્ટિંગ કોમ્પિટીશનમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું હતું જ્યારે બીજા ક્રમે આવનાર પ્રતિસ્પર્ધીની ઉંમર 16 વર્ષની હતી. તે પછી આયોજકોએ આ ઓનલાઇન ઇવેન્ટ માટે વય મર્યાદા નક્કી કરી હતી.

Read Also

Related posts

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur

Whatsapp પર પ્રાઇવેટ ચેટ કરતાં હોય તો આ ફીચર છે તમારા કામનું, કોઇ નહીં વાંચી શકે તમારા પ્રાઇવેટ મેસેજ

Dharika Jansari

ભૂલથી પણ દાનમાં ન આપતા વસ્તુઓ, લક્ષ્મીજી રિસાશે અને બિઝનેસમાં આવશે નુકસાન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!