GSTV
Home » News » હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ સહિતના આ ગુજરાતી કલાકારોએ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી

હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ સહિતના આ ગુજરાતી કલાકારોએ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી

રાજકોટમાં પણ ઉત્તરાયણની રંગત જામી છે. ત્યારે રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ પણ પોતાના પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. સાઈરામ દવેએ જીએસટીવીની વિશેષ રજૂઆત સેલિબ્રિટીના પેચમાં ખાસ વાત-ચીત કરી હતી.

રાજકોટમાં પ્લેબેક સિંગર દેવ ભટ્ટે ઉત્તરાયણની ઉજવણી કરી. દેવ ભટ્ટ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા ધાબા પર પહોંચ્યા હતા. ત્યારે તેમણે જીએસટીવીની વિશેષ રજૂઆત સેલિબ્રિટીના પેચમાં દેવ ભટ્ટે ખાસ વાતચીત કરી હતી.

અમદાવાદમાં પણ ઉત્તરાયણનો રંગ જામ્યો છે. ત્યારે ગોદરેજ ગાર્ડન સિટીમાં અભિનેત્રી કોમલ ઠક્કરે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કોમલ ઠક્કર સાથે અન્ય સેલિબ્રિટી પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે જોડાયા હતા.

અમદાવાદના થલતેજમાં પણ ઉત્તરાયણની રંગત જામી હતી. ત્યારે થલતેજમાં જાણીતી ગાયક દિવ્યા ચૌધરીએ પણ પોતાના પરિવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્યારે જીએસટીવી સાથે દિવ્યા ચૌધરીએ ખાસ વાતચીત કરી હતી.

READ ALSO

Related posts

ગુજરાતીઓ માટે આ તારીખથી ‘પનીરની’ સાચી ઓળખ બની જશે મુશ્કેલ, બદલાઈ રહ્યાં છે નિયમો

Mayur

નોંધી લો તારીખ : ફેબ્રુઆરીમાં બેન્કોનું કામકાજ સત્તત 6 દિવસ રહેશે ઠપ્પ, આ છે તારીખો

Mayur

સુરતની તેરે નામ ચોકડી નજીક ત્રણ શખ્સોએ ફાયરિંગ કરી યુવકની હત્યા કરી નાખી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!