અપકમિંગ ગુજરાતી ફિલ્મના કલાકારની પોલીસે કરી ધરપકડ

સાયબર ક્રાઇમે આગામી ગુજરાતી ફિલ્મ ‘ધ ગેસ્ટ હાઉસ’ના કલાકારની અટક કરી છે. જેની સામે યુ ટ્યૂબની ચેનલ હેક કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલાકાર પર યુ ટ્યુબ એકાઉન્ટ હેક કરી મળતી 800 ડોલર (56000)નીઆવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે.  ગુજરાત અર્બન મુવી ધ ગેસ્ટ હાઉસ નામની ફિલ્મમાં લીડ રોલમાં રહેલા રોહિત કળથીયાનામના શખ્સની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પોલીસે અા કેસમાં હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • યુ ટ્યુબ એકાઉન્ટ હેક કરી મળતી 800 ડોલર (56000)નીઆવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ
  • પરવાનગી વિના યુ ટ્યૂબ ચેનલની જગ્યાએ બીજી આઈડી બનાવી પાસવર્ડ બદલી નાંખ્યા
  • એસબીઆઈ એકાઉન્ટ નંબર તથા પીન નંબર બદલી નાંખી છેતરપિંડી આચરી

 રાજુ ગોવિંદભાઈ ભરવાડે અા બાબતે ફરિયાદ નોંધાવી છે કે, 22 જુલાઈ 2018 પહેલા કોઈપણ સમયે અજાણ્યા શખ્સે ફરિયાદીની યુ ટ્યૂબ ચેનલના ઓફિશિયલ આઈડી તથા પાસવર્ડ હેક કરી ફરિયાદીની પરવાનગી વિના યુ ટ્યૂબ ચેનલની જગ્યાએ બીજી આઈડી બનાવી પાસવર્ડ બદલી નાંખ્યા હતા. જેમના એસબીઆઈ એકાઉન્ટ નંબર તથા પીન નંબર બદલી નાંખી છેતરપિંડી આચરી હતી. જેમાં તેમના ખાતામાંથી 56,000 રૂપિયા સેરવી લેવાયા હતા. અા કેસમાં પોલીસે રોહિતની ધરપકડ કરી છે.

ચેનલમાં ક્રાઈમ કવરેજ તથા ક્રાઈમ પોઈન્ટના પ્રોગ્રામમાં એક્ટિંગ કરી છે

જેને પગલે સાયબર ક્રાઈમે બોટાદમાં તપાસ કરતા આરોપી રોહિત નરસીભાઈ કળથીયાની અટક કરી હતી. ત્યાર બાદ આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. આ ફોનમાંથી ફરિયાદીના ઈ-મેલ આઈડી અને પાસવર્ડ બદલ્યો હોવાના પુરાવા મળ્યા હતા. આરોપી રોહિત કળથીયા બીસીએ સુધી ભણેલો છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક્ટિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ દરમિયાન આરોપીએ એક ચેનલમાં ક્રાઈમ કવરેજ તથા ક્રાઈમ પોઈન્ટના પ્રોગ્રામમાં એક્ટિંગ કરી છે અને હાલ ગુજરાતી આલ્બમ તથા ગુજરાતી ફિલ્મ્સમાં એક્ટિંગ કરે છે. આ ઉપરાંત તેમની ત્રણ યુ ટ્યૂબ ચેનલ પણ ચાલે છે. અા અેક ગુજરાતી અેક્ટર છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter