GSTV
Home » News » ગુજ્જુભાઈએ વિશ્વભરમાં વધાર્યું ગુજરાતનું ગૌરવ, સિદ્ધાર્થ રાંદેરિયાની નવી સિદ્ધિ!

ગુજ્જુભાઈએ વિશ્વભરમાં વધાર્યું ગુજરાતનું ગૌરવ, સિદ્ધાર્થ રાંદેરિયાની નવી સિદ્ધિ!

Siddharth Randeria

ગુજરાતી ફિલ્મ અને નાટ્યજગતનું જાણીતું નામ એટલે ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરીયા. સિદ્ધાર્થ રાંદેરીયાએ અનેક નાટકોમાં અને ફિલ્મોમાં કામ કરી વિશ્વભરમાં સિદ્ધિ મેળવી છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરીયાને વિશ્વ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ ની વાત છે.

જ્યારે એક ગુજરાતી સમગ્ર વિશ્વમાં નામના મેળવી આવે ત્યારે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. સિદ્ધાર્થ રાંદેરીયા એક ગુજરાતી ફિલ્મ અને નાટય અભિનેતા છે. તેમનો જન્મ ૧૭ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક અને નાટ્ય કલાકાર મધુકર રાંદેરિયાને ત્યાં થયો હતો. તેમનો પુત્ર ઇશાન રાંદેરિયા પણ નાટક અને સિનેમા સાથે જોડાયેલ છે. તેઓ ગુજરાતી ભાષાના રમૂજી નાટકો માટે જાણીતા છે, જેના માટે તેમણે સંખ્યાબંધ પુરસ્કારો લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે મેળવ્યા છે.

તેઓ ૧૯૭૦થી નાટ્યજગત સાથે જોડાયેલા છે અને ઘણાં નાટકોમાં મુખ્ય અભિનેતાનો અભિનય કર્યો છે. તેમની ગુજ્જુભાઇ શ્રેણી નાટક ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું સાથે ૨૦૦૨માં શરૂ થઇ હતી. લગે રહો ગુજ્જુભાઇ નાટકે ત્રણ વર્ષમાં સમગ્ર વિશ્વમાં ૭૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા. બીજા ગુજ્જુભાઇ નાટકો, ગુજ્જુભાઇ એ ગામ ગજાવ્યું, લો ગુજ્જુભાઇ ઘોડે ચડ્યા, ગુજ્જુભાઇની ગોલમાલ એ ૩૫૦ પ્રયોગો પૂર્ણ કર્યા હતા.

સિદ્ધાર્થ રાંદેરિયાના છેલ્લા નાટક ગુજ્જુભાઇ બન્યા દબંગે ૧૪ મહિનામાં ૩૨૫ પ્રયોગો પૂર્ણ કર્યા હતા. તેમણે ગુજરાતી સિનેમા જગતમાં સપ્ટેમ્બર ૨૦૧૫માં અત્યંત સફળ નિવડેલા ચલચિત્ર ગુજ્જુભાઇ ધ ગ્રેટથી પ્રવેશ કર્યો હતો. સિદ્ધાર્થ રાંદેરીયાએ આ સાથે કેટલીક ફિલ્મો માં પણ કામ કર્યું છે.

Related posts

મોહમ્મદ શમીની હેટ્રિક પણ પત્ની હસીનને ખટકી, પતિને ધડાધડ ગાળો ભાંડવા માંડી

Kaushik Bavishi

મૌની રૉયની આ Hot તસવીરોની ચારેકોર છે ચર્ચા, એવું તો શું છે ખાસ

Bansari

હિંમતનગરમા 6150 કિલો તુવેરદાળનો કરાયો નાશ, માત્ર એક સેમ્પલના આધારે કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!