GSTV

ગુજરાતીઅો અેલર્ટ : સરકાર છૂપાવી રહી છે આ રોગ, વિજય નહેરાઅે કર્યો મોટો ખૂલાસો

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઝિકા વાયરસના કેસો વધી રહ્યાં છે. જેને જોતાં ગુજરાત સરકાર એલર્ટ બની છે. રાજયમાં ઝિકા વાયરસ ન ફેલાય તેની તકેદારીરુપે સરકારે ખાનગી-સરકારી હોસ્પિટલોને સતર્ક કરી છે. ગુજરાતમાં અેલર્ટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત સરકારે ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અેક પણ કેસ પોઝિટીવ ન હોવાનું જણાવ્યા બાદ સાંજે અમદાવાદના મ્યન્સિપલ કમિશ્નરે Tweet કરી અેક કેસ પોઝિટીવ હોવાનો અેકરાર કર્યો છે. અામ ગુજરાતમાં ઝિકાનો પ્રવેશ થયો છે. સરકાર અા મામલે ખુલાસો કરી રહી નથી પણ હવે અેલર્ટ રાખવી અે અમદાવાદીઅો માટે જરૂરી છે.

રાજસ્થાનમાં ઝિકા વાયરસના કેસો વધતાં ગુજરાતમાં પણ આ રોગની અસર થાય તેવી દહેશત છે. જેથી આરોગ્ય વિભાગે તાકીદે સરકારી-ખાનગી હોસ્પિટલોને સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તરમાં ઝિકા વાયરસના પાંચ કેસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેથી શહેરની વીએસ હોસ્પિટલમાં 20 દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદના મ્યુન્સિપલ કમિશ્નરે tweet કરી સાચી હકિકતો અમદાવાદની સામે મૂકી

હવે ભારતમાં પણ પગપેસારો થયો

ઇબોલા વાયરસ પછી દુનિયાનો સૌથી વધારે ખતરનાક વાઇરસહોય તો એ ઝિકા વાયરસ છે. જો તમે એમ સમજતા હો કે આ વાયરસ સામાન્ય છે તો તમે ખોટાવેમમાં છો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાયરસ ને લઈને ઇમરજન્સીની જાહેરાત પણ કરવામાંઆવી ચુકી છે.  ઝિકા વાયરસ આમ તો બ્રાઝિલ સહીત અન્ય દેશોમાં ફેલાયેલો હતો પણ ધીરે ધીરે આ વાયરસ દુનિયામાં ફેલાતો જાય છે. જેનો હવે ભારતમાં પણ પગપેસારો થયો છે. ઝિકા વાઇરસ એડીન નામના મચ્છરથી ફેલાતો વાયરસ છે. 1947માં યુગાન્ડામાં ઝિકા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હતો. જે બાદ 2013માં દુનિયાના દેશોમાં વાઇરસ ફેલાયો છે.

અા છે  ઝિકા વાયરસનાં લક્ષણો

ઝિકા વાઇરસના લક્ષણની વાત કરવામાં આવે તો, ઝિકા વાઇરસન કારણે સાતથી આઠ દિવસ સુધી તાવની અસર જોવા મળે છે., તાવના કારણે સાંધાનો અસહ્ય દુખાવો, શરીર પર  લાલ ચાઠા પડવા, આંખોમાં બળતરા થવી, શરીરમાં નબળાઈ જેવા લક્ષણ જોવા મળે છે.  ગર્ભવતી મહિલાને ઝિકા વાયરસની અસર થાય છે. ગર્ભમા ઉછરતા બાળકના મગજ પર અસર થવાન કારણે મગરનો વિકાસ પુરતા પ્રમાણમાં થતો નથી. જેથી આ બિમારીને માઈક્રોસેફાલી કહેવામાં આવે છે. ઝિકા વાઇરસના નિદાન માટે પેરાસિટેમોલ અકસીર ઇલાજ માનવામાં આવે છે,  બ્લડ ટેસ્ટના આધારે વાઇરસની તપાસ કરવામાં આવે છે. અને જો સમયસર દર્દીને યોગ્ય સારવાર મળે તો ઝિકા વાયરસનું નિદાન કરાવી શકાય છે. મહત્વપૂર્ણ છે કે, અમેરીકાના 22 જેટલા દેશોમાં મોટી માત્રામાં આ વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે. જોકે તેનો અશિયાના અનેક દેશમાં ધીમે-ધીમે પગ પેસારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં અા રીતે થઈ તપાસ

રાજસ્થાનમાં ઝિકા વાયરસની અસરના પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ કે, અમદાવાદમાં ઝિકાનો એક પોઝિટીવ કેસ નોધાયો છે. અમદાવાદમાં વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ  વાઇરસથી કોઈનું મોત થતુ નથી પરંતુ સગર્ભા મહિલાને વધારે અસર થાય છે. પ્રેસ કોન્ફરન્સમા હાજર અમદાવાદના મ્યુનિસ્પિલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ જણાવ્યુ હતુ  કે, અમદાવાદમાં 390 ટીમ બનાવવામાં આવી છે. જેમા 14 જેટલી મેડિકલની ટીમે સર્વે કર્યો છે. સર્વે દરમ્યાન 5 હજાર 183 સગર્ભા મહિલાની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત 50 હજારથી વધુ મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યુ છે.

Related posts

લોકોના હાથે લોકો દ્વારા સેવા, કોરોનાના ફફડાટ વચ્ચે જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

pratik shah

આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિ મહત્વનાં, સરકારે આપી આ ચેતવણી

pratik shah

કોરોના વાયરસનાં કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર, રાજ્યમાં 12 કલાક દરમ્યાન એક પણ પોઝિટીવ કેસ નથી નોંધાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!