Archive

Category: Kutch

ભુજમાં એક પતિએ પ્રેમિકાની સામે જ પત્નીને પતાવી દીધી, પ્લાન ઘડ્યો કે બચી જશું પણ અફસોસ…

ભુજના બેવફા પતિ ઇસ્માઇલ હુસેન માજોઠીએ પ્રેમીકા નાઝીયા માટે પત્ની રૂકસાનાની હત્યા કરી અને કોઈને શક ન જાય તે માટે મૃત પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હોવાની વાત છેલ્લા 9 મહિનાથી ઉપજાવી કાઢી હતી. એટલું જ નહીં આરોપી પતિ હુસેને…

કચ્છ ભાજપમાં લોકસભા બેઠક માટે 40 જેટલા મુરતિયાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી

કચ્છ ભાજપમાં લોકસભા બેઠક માટે 40 જેટલા મુરતિયાઓએ ટિકિટ માટે દાવેદારી નોઁધાવી છે. માધાપરમાં પ્રદેશ નીરિક્ષક રણછોડ રબારી, વસુબહેન ત્રિવેદી, અને બિપીનભાઈ દવેની હાજરીમાં સેન્સ પ્રક્રિયામાં મોરબી સહિત સાયેય વિધાનસભા બેઠકના દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. સાંસદ વિનોદ ચાવડાએ પણ…

ગુજરાત ભાજપમાં કચ્છમાંથી 30થી વધુ મુરતીયાઓએ દાવેદારી નોંધાવી

ગુજરાત ભાજપ દ્વારા તમામે તમામ 26 લોકસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સેન્સ લેવાના ત્રીજા દિવસે બારડોલી, ગાંધીનગર અને કચ્છ બેઠકો પર નીરિક્ષકોએ ઉમેદવારોની પસંદગી માટે કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાના અભિપ્રાયો લીધા. ગાંધીનગરમાં એક પણ ઉમેદવારો દાવેદારી…

આજે 1 વાગ્યે છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ કરશે 10 દિવસના રિમાન્ડની માગ

જયંતિ ભાનુશાળી હત્યાકાંડ મામલે મુખ્ય ષડયંત્રકાર છબીલ પટેલને લઇને પોલીસ ભચાઉ જવા રવાના થઈ છે. એસઆઈટી છબીલ પટેલને ભચાઉની કોર્ટમાં એક વાગ્યા પહેલા રજૂ કરશે. અને 10 દિવસના રિમાન્ડની માગ કરશે. પોલીસ તપાસમાં હત્યાકાંડમાં કોની કોની સંડોવણી છે તેની તપાસ…

પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે ગુનો કબૂલ્યો : DGP આશિષ ભાટીયા

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં આખરે છબીલ પટેલની આખરે ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટીયાના જણાવ્યા પ્રમાણે રાજકીય અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે ગુનો કબૂલ્યો છે. જોકે રિમાન્ડ બાદ ઉંડાણપૂર્વકની પૂછપરછ કરાશે….

રાપરના ધારાસભ્ય સંતોકબેનના રાજીનામાની વાતો અફવા નીકળી

ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબહેને રાજીનામું આપ્યુ હોવાના અહેવાલને વિધાનસભાના અધ્યક્ષે ફગાવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યુ કે, મને સંતોકબહેનનું રાજીનામું મળ્યુ નથી. અને તેમણે હજી સુધીમાં કોઈપણ પ્રકારનું રાજીનામું આપ્યુ નથી. આ પહેલા એવો દાવો કરવામાં…

આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ, સવારે ધોરણ 10 અને બપોરે ધોરણ 12ના પેપર

આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. જેમાં આજે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર સવારે 10 વાગ્યાથી 1.20 વાગ્યા…

કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, તપાસ શરૂ

ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવની સ્થિતિ છે. તેવામાં કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે. કચ્છની ખાવડા બોર્ડર પરથી બીએસએફએ શંકાસ્પદ પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે અને તપાસ શરૂ કરી છે. પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ છે. તેવામાં સરહદે સઘન…

સૌરાષ્ટ્ર કચ્છમાં સ્વાઇનનું સંકટ વધુને વધુ ઘેરુ બન્યું, એક જ દિવસમાં 4 દર્દીના મૃત્યુ

સૌરાષ્ટ્ર કચ્છમાં સ્વાઇનનું સંકટ વધુને વધુ ઘેરુ બનતુ હોય તેવી સ્થિતી છે. કારણકે સ્વાઇન ફલૂથી એક જ દિવસમાં 4 દર્દીના મૃત્યુ થયા છે. જેથી અત્યારસુધીમાં મૃત્યુઆંક 70 સુધી પહોંચી ગયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લુનો કેર ઘટવાનું જાણે ઓછો…

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છની દરિયાઈ સરહદ પર હાઈ એલર્ટ

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને કચ્છની દરિયાઈ સરહદે હાઈ એલર્ટ અપાયુ છે. ઈન્ટેલિજેન્સ ઈનપુટ બાદ કચ્છની દરિયાઈ સરહદની સુરક્ષા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છના બંદરોની સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ કચ્છમાં સંવેદનશીલ મથકો પર સુરક્ષા વધારવામાં…

ગુજરાતની સરહદે પાકિસ્તાન સેનાની ભારે હિલચાલ, લખપતમાં રડાર એક્ટિવ કરાયું

પાકિસ્તાની સેનાની 31 કોર પાસે રાજસ્થાન અને પંજાબના વિસ્તારમાં છે. બીકાનેર ક્ષેત્રમાં બહાવલપુર તથા જેસલમેર સીમાની સામે રહિમયાર ખાનમાં આવેલી સેનામાં પણ હલચલ વધી રહી છે. અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સીમા સુરક્ષા બળ એટલે…

ગુજરાતના આ જિલ્લામાં વરસ્યો વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

કચ્છમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ વરસાદ વરસ્યો છે. શિયાળામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં સૌથી વધારે ચિંતાનો માહોલ છે. આજે લખપત તાલુકાના ગામડાઓ અને અબડાસાના ગેડા વિસ્તારમાં આજે સવારથી સમગ્ર વાતાવરણમાં પલટો આવ્યો છે. રાપર અને અંજારમાં પણ વરસાદ…

ગુજરાતમાં વાતાવરણે અચાનક માર્યો પલટો, ઠેર ઠેર વાતાવરણમાં આવી રહ્યો છે બદલાવ

ગુજરાતભરમાં આજ સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજે બપોર પછી વાતાવરણમાં અચાનક બદલાવ આવતા વાદળો ઘેરાવા લાગ્યા હતા. તો કેટલીક જગ્યાએ છુટા છવાયા છાંટા પડ્યાની પણ ઘટનાઓ નોંધાઈ છે. બપોર પછી વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે વાતાવરણ કાળુ ડિબાંગ…

એરસ્ટ્રાઈક બાદ કચ્છમાં પાકિસ્તાનની અવળચંડાઈ : ડ્રોન મોકલ્યું, ભારતે ભુક્કા બોલાવ્યા

એક તરફ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી છે. તો બીજી તરફ કચ્છ ખાતે શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. અબડાસાના તુંધાતડ ગામ પાસે મિલીટ્રી કેમ્પ પાસેથી સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન દેખાતા તેને તોડી પાડવામાં આવ્યુ છે. ઘટનાની જાણ થતા…

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

જમીન ફાળવણી બાબતે અદાણી દ્વારા મસમોટી ગેરરીતિ આચરવામાં આવી, સરકાર સાથે છેતરપીંડી

ભૂકંપ બાદ કચ્છમાં આવેલા ઔદ્યોગિક એકમોને સસ્તા ભાવે જમીન આપવાના આક્ષેપો જગજાહેર છે, ત્યારે વર્તમાન સમયમાં જમીન ફાળવણી બાબતે અદાણી દ્વારા મસમોટી ગેરરીતિ આચરવામાં આવી રહી છે. જંગલ ખાતા તેમજ ડીએલઆરની મિલીભગતથી સરકાર સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. સરકાર…

કચ્છની અદાણી હોસ્પિટલમાં બાળકોના મોતનો આંક વાંચશો તો ચોંકશે, નીતિનભાઈએ કહ્યું 1,000નાં મોત

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કચ્છ જીલ્લાની ભૂજ શહેરની અદાણી ફાઉન્ડેશન દ્રારા ચલાવાતી જી કે જનરલ હૉસ્પિટલમાં 1,000થી વધુ બાળકોના મોત થયા છે, ગુજરાત સરકારે બુધવારે વિધાનસભામાં આ અંગે જણાવ્યું હતું. કોંગ્રેસના સંતોકબેન અરેઠીયાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી સીએમ નીતિન…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

ભૂજની ભાગોળે શિવપારસ નજીક 200 જેટલી ગાયના ભેદી સંજોગોમાં મોત

ભુજની ભાગોળે શિવપારસ પાસે 200થી વધુ ગાયોના ભેદી સંજોગોમાં મોત થતા ચકચાર મચી છે. ભૂજ-માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે એક સાથે બસ્સોથી વધુ ગાયોના મોત થયા છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમીઓ દોડી ગયા છે. પાકમાં…

ભૂજ નજીકના ગામ પાસેથી મળ્યું કબૂતર, ચાઈનીઝ ભાષામાં લખેલું છે…

વર્ષો પહેલા સંદેશો પહોંચાડવા માટે અને ગુપ્તચર તરીકે પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. કબૂતર તો ગુપ્તચર તરીકેનું કામ કરવા માટે યોગ્ય ગણાતું હતું, પરંતુ હવે આધુનિક ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં કબૂતરનો ગુપ્તચર તરીકે ઉપયોગ કોણ કરે તેવો પ્રશ્ન થતો…

કચ્છ જિલ્લાના કંડલાના ન્યુ ઝોનમાં આગ એવી લાગી કે કલાકો બાદ પણ બુઝાવી ન શકાય

કચ્છ જિલ્લાના કંડલામાં વેસ્ટ યુનિટમાં ભીષણ આગ લાગી. કંડલાના ન્યુ ઝોનમાં આ આગ લાગી છે. ન્યુ ઝોનના અલગ અલગ યુનિટમાંથી આ વેસ્ટ એકત્ર થયેલો છે. બપોરે લાગેલી આગ મોડી સાંજ સુધી પણ ઓલવાઈ નહીં. અને તે વધુ પ્રસરી રહી છે….

કચ્છમાં ડાયરો ચાલતો હતો, એક વ્યક્તિએ ઉત્સાહમાં આવી ત્રણ રાઉન્ડ ભડાકા કર્યા

કચ્છના આડેસરામાં ડાયરામાં ફાયરિંગ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગત પાંચ ફેબ્રુઆરીનો હોવાનું મનાય છે. જોકે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયલ થયેલા વીડિયામાં અજાણ્યો શખ્સ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળી…

Happy Valentine Day : યુવક- યુવતી સાથે ઝડપાઈ જતા થાંભલે બાંધી ઢોર માર માર્યો

આ વીક વેલેન્ટાઈનનું છે. વસંતનું છે અને પ્રેમની મૌસમ અત્યારે યુવા હૈયાઓમાં પૂરબહારમાં ખીલી છે. એ વચ્ચે બે પ્રેમી જોડાનો એક વિડીયો વાયરલ થયો છે. કચ્છમા સોશિયલ મીડિયામાં યુવકને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કચ્છના…

રાજ્યમાં ઠેર-ઠેર શિક્ષકો સરકાર વિરુદ્ધ ધરણા પર ઉતરી રહ્યાં છે, જો સરકારે ન સાંભળ્યું તો..

તો આ તરફ કચ્છ જિલ્લાના ભુજ ખાતે કલેકટર કચેરી બહાર શિક્ષકોએ પ્રતિક ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. શિક્ષકોએ કચ્છના સાંસદ તેમજ તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપી પોતાની પડતર માંગો સરકાર સુધી પહોંચે તેવું આયોજન કર્યું છે. 16 ફેબ્રુઆરીએ રાજ્યના તમામ…

વિવેક ઓબરોયની નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મનો કાફલો કચ્છ પહોંચ્યો

વડાપ્રધાન નરેન્દ્રમોદી પર નિર્માણ પામી રહેલ પીએમ મોદી ફિલ્મ શૂટિંગનો કાફલો વિવિધ સ્થળો પર શુટિંગ પૂર્ણ કર્યા બાદ કચ્છમાં પહોંચ્યો છે. ભૂજના પ્રાગ મહેલમાં ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં હિન્દી ફિલ્મના અભિનેતા વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…

ગુજરાતનો આ હિરો CA ફાઈનલની પરીક્ષામાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવ્યો

કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામના શાહિદ શૌકત મેમણ સીએ ફાઇનલની પરીક્ષામાં દેશભરમાં બીજા ક્રમે અને ગુજરાતમાં પ્રથમ નંબર ઝળક્યો છે. તેણે સીએ ફાઇનલની પરીક્ષામાં 800માંથી 584 ગુણ મેળવ્યા છે. ત્યારે તેના પરિવાર અને ગામમાં આનંદનો માહોલ છે. શાહિદે આ સિદ્ધિ…

કચ્છના 2 ધારાસભ્યો ભાજપમાં જોડાતા હોવા મામલે થયો ખુલાસો, આ ધારાસભ્યે કહ્યું મારા પર છે દબાણ

ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા આશા પટેલ ભાજપમાં જોડાવવા અંગે ગોળ ગોળ જવાબ આપ્યો છે. તેઓએ કોંગ્રેસમાં પ્રજાના કામ ન થતા હોવાનું કારણ આપી રાજીનામુ તો આપ્યુ છે.જોકે ભાજપમાં જોડાશે કે તેમ તેના પર હાલ તો ના કહી જોકે,…

VIDEO : ભૂજમાં ડૉક્ટરે મહિલાની છેડતી કરી તો મહિલાએ લમધારી નાખ્યો

કચ્છના ભૂજના જાણીતા તબીબનો વીડિયો વાયરલ થયો છે. તબીબ પર મહિલાની છેડતીનો આક્ષેપ લાગ્યો છે. અને છેડતી બાબતે મહિલા તે તબીબને માર મારી રહી હોવાનું વાયરલ વીડિયોમાં દેખાય છે. મહિલાની છેડતી મુદ્દે પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. અને તબીબે વીડિયો વાયરલ…

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી

રાજ્યભરમાં ઠંડીનું જોર આજે પણ યથાવત જોવા મળ્યું છે. આજે સવારે પણ લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.તો આ તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળ્યુ છે. તો નલિયા અને ડીસા આજે પણ ઠંડુગાર છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં…

રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડવેવ યથાવત્, લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા

રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડવેવ યથાવત છે. ત્યારે આજે પણ સવારે કોલ્ડવેવ સાથે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. આ શીત લહેર મંગળવાર સુધી યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. હાલ કોલ્ડવેવે એવો તે ભરડો જમાવ્યો છે કે દિવસે…