Archive

Category: Junagadh

લોકોનાં કેન્સરની દવા કરનાર ડૉક્ટર આજે કેન્સર ન હોવા છતાં મોત પહેલા જતા રહ્યાં

જુનાગઢમાં કેન્સરના ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. શહેરના રાયજીબાગ વિસ્તારમાં રહેતા કેતન ત્રિવેદીએ જાતે જ હાથમાં સેલફૌસનું ઇન્જેક્શન મારી આપઘાત કરી લીધો હતો. હાથમાં ઇન્જેક્શન માર્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને…

દાળ પકવાન વેચતા રેંકડી ચાલકે એક દિવસની કમાણી શહીદોના પરિવારને આપી દીધી

પુલવામા આતંકી હુમલાના શહીદોના પરિવારજનોને આર્થિક મદદ માટે સૌ કોઈ તત્પરતા દર્શાવે છે. ત્યારે જૂનાગઢના કેશોદ ખાતે દાળ પકવાન વેચીને ગુજરાન ચલાવતા વ્યક્તિએ પણ આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આથી દાળ પકવાન વેચતા રેંકડી ચાલકે આજની દિવસની કમાણી શહીદોના…

ભાજપની બેઠકમાં હોબાળો, મોટે મોટેથી નારા લાગ્યાં કે તમારો વેવાઈવાદ બંધ કરો, થેલા મુકીને બહાર આવો

એશિયાની સૌથી મોટી એપીએમસીમાં રાજકારણ ચરમસીમાએ છે. આ માત્ર સીધી સાદી ચૂંટણી નથી પણ ભાજપના નેતાને પક્ષના જ કેટલાક લોકો દ્વારા પતાવવાનો કારસો ઘડાયો છે. એવો ભાજપના જ કાર્યકરોનો આક્ષેપ છે. આથી આ કારણે જ કે.સી પટેલને રોષનો ભોગ બનવું…

વિસાવદરનામાં માતા-પુત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો કર્યો પ્રયાસ, પંથકમાં બીજો કિસ્સો

વિસાવદરના સરસઇ ગામે માતાપુત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ખેત મજૂરી કરતા માતાપુત્રીએને હાલમાં વિસાવદર બાદ જૂનાગઢની સિવિલમાં ખસેડાયા છે. હાલમાં માતાપુત્રીની હાલત સ્થિર છે. જ્યારે માતાપુત્રીએ શા માટે આ રીતે પગલુ ભર્યુ તે અંગે પિતા અજાણ હોવાનું…

VIDEO : શહીદોનું લોહી વહ્યું અને દેશનું ઉકળ્યું, આજે રાજ્યભરમાં બંધ તો ક્યાંક આવી મદદ

પુલવામાં આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે. ગૃહપ્રધાન…

જૂનાગઢ: માળિયા હાટિનાના 50 ગામના ખેડૂતોએ પાકવીમાના મામલે મામલતદારને આવેદન આપ્યું

જૂનાગઢના માળિયા હાટિનાના 50 ગામના ખેડૂતોએ પાકવીમાના મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ચાલુ વર્ષે માળિયા હાટિના પંથકમાં અતિ ભારે વરસાદન કારણે પાકનું નહીવત્ ઉત્પાદન થયું હતું. જેથી સમગ્ર તાલુકો પાકવીમાને હકદાર હતો. પંરતુ માત્ર 20 ગામોને જ પાક વિમો મંજૂર…

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાનો મુખ્ય પ્રધાનને પત્ર, પાકવીમા વગર જુઓ શું હાલત છે

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પાકવિમાને લઈને મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં જૂનાગઢના જિલ્લાના ખેડૂતોને 85થી 95 ટકા પાકવિમો મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતો આર્થિક દેવા હેઠળ દબાયેલા છે. તેમને આર્થિક દેવુ તો માફ ન થયું. પરંતુ…

કુંભ મેળામાં ન ગયા હો તો કંઈ વાંધો નહીં, શિવરાત્રીનો ‘મીની કુંભ’ આ રીતે બનવાનો છે ભવ્યાતિભવ્ય

આ વર્ષે શિવરાત્રીના પર્વે ભવનાથમાં યોજાતા મેળાને મિનિ કુંભ મેળા તરીકે ઉજવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે જે અંતર્ગત પ્રવાસન પ્રધાન ગણપત વસવા અને વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં આ મેળાના આયોજન તેમજ તૈયારીની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં ગણપત…

મગફળી મોંઘી પડીઃ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે રૂપિયા લેવામાં આવી રહ્યા છે

જૂનાગઢમાં ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં હોબાળો થયો છે. ખેડૂતો પાસે મગફળી પાસ કરાવવાના નાણાં માંગવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. મગફળી પાસ થઈ ગયા બાદ અડધી જોખાઈ ગઈ અને પછી કેન્સલ કરાઈ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોએ હોબાળો…

વિસાવદરઃ પિયાવામાં સામૂહિક આપઘાતની ઘટનામાં સાવલિયા પરિવાર માટે વધુ એક દુઃખની ઘડી

જૂનાગઢના વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાત કરનારા સાવલિયા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સામૂહિક આપઘાતમાં પરીણિતાનું મોત થયું છે. તો 4 વર્ષના બાળકનું પણ મોત થઈ ચુક્યુ છે. તો સાથે જ હવે એક બાળકી સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે…

આશાબેનને ભાજપમાં લાવવામાં નીતિનભાઈ પટેલ ભલે રહ્યા હોય સફળ પણ આમાં થયા નિષ્ફળ

ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના ૭૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વધુ ૩ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે. આ સાથે જ ૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક…

જૂનાગઢ મહાનગર પાલિકાનું સ્થાયી સમિતિમાં કુલ રૂપિયા 289 કરોડનું બજેટ રજૂ

જૂનાગઢ મહાનગર પાલિકાનું સ્થાયી સમિતિમાં કુલ રૂપિયા 289 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 17.70 લાખની પુરાતવાળું બજેટ સ્થાઈ સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેપિટલ આવક 194.21 કરોડ અંદાજવામાં આવી છે. જયારે રેવન્યુ આવક 94.80 કરોડની અંદાજવામાં આવી છેય..જયારે…

ડેમમાં પાણીની સપાટી ઓછી થઈ અને મહાકાય મગરો ખુલ્લા મેદાનમાં દેખાવા લાગ્યા

માળીયા હાટીના વ્રજની ડેમમાં પાણીની સપાટી ઓછી થતા મહાકાય મગરો ખુલ્લા મેદાન આવવા લાગ્યા છે. આ મગરોને જોવા માટે લોકો મોટી સંખ્યામા ડેમની મુલાકાત લઈ રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન પુર્ણ સપાટીએ ભરાયો હતો. પરંતુ હાલમા પાણીની સપાટીમાં ઘટાડો…

જૂનાગઢમાં રોપ-વે શરૂ થશે તો તમામ ડોળી ધારકો બેરોજગાર બનશે

ગીરનારમાં ડોળી એસોસિએશનને ધરણા કર્યા છે. રોપ-વેના વિરોધમાં ડોળી ધારકોએ ધરણા કર્યા. રોપ-વે શરૂ થશે તો બેરોજગાર થવાની ડોળી ધારકો ભીતિ સેવી છે. અને આ સાથે તેમણે સરકાર પાસે ધંધા રોજગાર માટે માંગણી કરી છે. મહત્વનું છે કે ગીરનારની ચોટી…

ગુજરાતમાં મફતમાં ડુંગળી વેંચનારા કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત, ભાવ પાણી-પાણી

જૂનાગઢના  વિસાવદરમાં કોંગ્રેસ અને ખેડૂતોએ ડુંગળી મુદ્દે વિરોધ કર્યો છે. મફતમાં ડુંગળી વહેચતા કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાની અટકાયત કરાઇ હતી. ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડુતોમાં રોષ વ્યાપો છે.  રોષે ભરાયેલા ખેડૂતોએ ગામમાં ફરીને લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યુ હતુ. ધારાસભ્ય…

જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ગોટાળા-ગોટાળા થવાની આશંકા

ગત વર્ષે જૂનાગઢમાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી હતી ત્યારે આ વખતે ફરી મગફળીની ખરીદીમાં ગોલમાલ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. જેને કારણે જૂનાગઢના વિસાવદર માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ કરી દેવાઈ છે. આ અંગે…

વિસાવદરમાં ભાજપે કોંગ્રેસને આપ્યો વધુ એક આંચકો, પ્રમુખને માત્ર શો પીસ બનાવી દીધા

જૂનાગઢના વિસાવદર એપીએમસીમાં ભાજપે કોંગ્રેસને વધુ એક આંચકો આપ્યો છે. કોંગ્રેસ શાસિત તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પાસેથી સત્તા આંચકી લેવામાં આવી છે. જે યાર્ડમાં થોડા સમય પહેલા કોંગ્રેસનું શાસન હતુ. ત્યાં આજની સામાન્ય સભામાં કોંગ્રેસે સત્તા ગુમાવી અને ભાજપે…

આને કહેવાય ડુંગળીએ રડાવ્યા, 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં પશુઓને છુટ્ટા મુકી દીધા

ગરીબોની કસ્તુરી ડુંગળીને ખરીદનારા પણ રડે અને તેને પકવનારા પણ રડે તેવી સ્થિતિ સરકારની અણઆવડતના કારણે સર્જાઈ છે. જૂનાગઢના ભેંસાણના કરિયા ગામે ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ તેની સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. 30થી 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓને છુટા…

જીવનમાં આવી અકલ્પનીય ઘટના તમે ક્યારેય નહીં સાંભળી હોઈ, માતા અને 4 સંતાનના મોત

જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામે માતાએ ચાર બાળકો સાથે આપઘાત કરતા ચકચાર મચી છે. જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફુટ ઉંડા પાણી ભરેલા કૂવામાં માતાએ બાળકો સાથે આપઘાત કર્યો છે. બનાવની જાણ થતા 108, સ્થાનિક તરવેયા, પોલીસ ઉપરાંત ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા….

શાળામાં એવું શું હતું કે બંધ થતા વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા આંસુ સારવા લાગ્યાં

કેશોદના શેરગઢ ગામે કુમાર શાળાને બંધ કરી કન્યાશાળામાં મર્જ કરવા જિલ્લાધિકારીએ આદેશ કર્યો છે. ત્યારે કુમારશાળા બંધ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ચોધાર આંસુએ રડી પડ્યા. કુમાર શાળામાં બે શિક્ષકો વચ્ચે 30 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. પરંતુ અગાઉ આજ શાળાના ધોરણ…

સરકારના કાગળમાં એવુ લખ્યું કે શાપુરમાં કામ ચાલે છે પણ ત્યાં ગયા તો…

કેન્દ્ર સરકાર દ્વારા અનેકવીધ યોજનાઓ માત્ર કાગળ પર છે. અથવા તેના માત્ર ખાતમુહૂર્ત થયા છે. પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. રેલવે દ્વારા જૂનાગઢ સંસદીય મત વિસ્તારની પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. જેમાં વર્ષોથી બંધ પડેલી શાપુર સરાડીયા…

લ્યો…બોલો પેશ કદમીની જમીન પર બાંધકામની શરૂઆત, અનેે મામલતદાર કચેરી દોડતી

કેશોદમાં મામલતદાર કચેરીના પાછળના ભાગે આવેલા રેવન્યુ વિભાગની ઉદ્યોગનગરની જમીનમાં કેટલાક લોકોએ પેશકદમી કરી બાંધકામ શરૂ કરતા તંત્ર દોડતું થયું છે. ઉદ્યોગનગર વિસ્તારમાં આશરે 40 વર્ષ જૂની ખાડા ટેકરાવાળી રેવન્યુ વિભાગની પડતર જમીન આવેલી છે. જેમાં જૂદી જૂદી જ્ઞાતિના નબળા…

બ્રાહ્મણવાડાની 69 કરોડની જંત્રીવાળી જમીન રૂપાણી સરકારે 5 કરોડમાં પધરાવી દીધી

ઉંઝા એપીએમસીના નવા એક્સટેન્શન યાર્ડ બનાવવા માટે સરકારે ગૌચરની જમીન પાણીના ભાવે એપીએમસીને આપી દેતા ભારે વિવાદ સર્જાયો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં સ્થાનિકોએ ગૌચર બચાવો અભિયાન શરૂ કરીને કલેક્ટર કચેરી ખાતે ધરણા શરૂ કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે…

ધરતીપૂત્રોનો ધરતી પરથી થઈ રહ્યો છે નાશ: રાજ્યનાં વધૂ એક ખેડૂતે કરી આત્મહત્યા, કારણ છે દેવુ

રાજયમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. જુનાગઢના વંથલીમાં બંટીયા ગામે ખેડૂતે અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યુ છે. હરસુખ અરદેસણા નામના ખેડૂતનો પાક નિષ્ફળ ગયો હતો. તેના પરિવારનુ માનીએ તો દેવુ વધી જતા છેલ્લા બે ચાર દિવસથી તેઓ ચિંતિત હતા. આખરે…

જૂનાગઢ મહાપાલિકામાં રાષ્ટ્રગીત બંધ કરાવવાનો પ્રયાસ થતાં હંગામો, કોંગ્રેસના નગરસેવકે આખરે ભૂલ સ્વીકારી

આજે જૂનાગઢ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને નવા ડેપ્યુટી મેયરની વરણી બાબતે મળેલુ જનરલ બોર્ડ થોડીવાર માટે હંગામેદાર બની ગયુ હતુ. નવા હોદ્દેદારોની વરણી પૂર્ણ થતા રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસના સીનીયર નગરસેવક હુસેન હાલાએ પોતાનો પ્રશ્ન રજૂ…

જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાની આઠમી વખત નિમણૂંક

જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સહિત અન્ય સ્થાનો પર નિમણુંક કરાઇ છે. પાલિકાના ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાની નિમણૂક થવા પામી છે. ગિરીશ કોટેચાની સતત આઠમી વખત વરણી થયાનો રેકર્ડ બનવા પામ્યો છે. જયારે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ ધુલેશિયા રિપીટ…

લ્યો કરો વાત…જીતુ વાઘાણીના વિરોધમાં કિન્નર સમૂદાય દ્વારા હાય-હાયના નારા લાગ્યા

જૂનાગઢમાં મહિલા કોંગ્રેસની રેલીમાં ૭થી ૮ કિન્નરો જોડાયા હતા. જીતુ વાઘાણીએ ગાંધી પરિવાર વિશે કરેલી અભદ્ર ટિપ્પણીને લઇ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિન્નરોએ જીતુ વાઘાણી હાય હાયના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે પ્રદેશ ભાજપ…

શિવરાત્રિના મીનિ કુંભમાં હાજર રહેવા યોગીને અપાશે આમંત્રણ, જૂનાગઢમાં મળી બેઠક

જૂનાગઢમાં શિવરાત્રીના મીની કુંભ મેળામાં યોગી આદિત્યનાથને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવશે. સાધુ સંતો તેમજ મંત્રીઓ ઉત્તરપ્રદેશ જઇ આમંત્રણ આપશે.મીની કુંભમેળાને લઇને સાધુ-સંતો, અધિકારીઓ અને કલેકટરની અધ્યક્ષતામાં મેળાને લઈને ચર્ચા શરૂ કરવામાં આવી હતી. તમામ વિભાગના અધિકારીઓ પાસે તૈયારીઓ માટેની…

માર્કેટિંગ યાર્ડનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, કારણ છે ભરતી પ્રક્રિયા

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કોઈને કોઈ કારણોસર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. તાજેતરમાં થયેલી ભરતી પ્રક્રિયાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. યાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટરે ભરતી પ્રક્રિયાને લઇ નિયામકને ફરિયાદ કરી હતી. જેથી નિયામકે ભરતી પ્રક્રિયા ઉપર સ્ટે…

જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે સમાચારઃ તુવેર અને મગફળીની ખરીદી થશે આ તારીખે શરૂ

મગફળી બાદ તુવેરની ઓનલાઇન ખરીદીની પ્રક્રિયા 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ખરીદ કેન્દ્ર તા ૧ ફેબ્રુઆરીથી શરૂ થશે. સરકાર દ્વારા 1 હજાર કિલો તુવેરના રૂપિયા 1135 નક્કી કરવામાં આવ્યા છે. અને 6 હજાથી વધુ…