Archive

Category: Gir Somnath

ગુજ્જુ રંગાયા હોળીના રંગે: ક્લબનો કિલકિલાટ, ટોમેટીનો, રેઈન ડાન્સ તો ક્યાંક ડીજેનો ધમધમાટ

આજે છે રંગોનો તહેવાર ધૂળેટી. બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ધૂળેટીના રંગમાં રંગાઈ રહ્યા છે. અબીલ ગુલાલની છોડો ઉડશે અને એક બીજાને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તો ક્લબોમાં, પાર્ટી પ્લોટોમાં અને સોસાયટીમાં ધૂળેટીને લઈને વિશેષ આયોજનો કરાયા છે….

ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે આહિર સમાજ થયો એક, વેરાવળમાં શક્તિ પ્રદર્શન

કોંગી ધારાસભ્ય પદેથી ભગવાનભાઈ બારડના સસ્પેન્શન સામે સમગ્ર આહિર સમાજ એક થઈને પોતાની નારાજગી અને આકરોશ વ્યક્ત કરી રહ્યો છે. આજે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન આયોજિત થયુ છે. જેમાં તમામ આહિર સમાજના આગેવાનો એક મંચ પર ઉપસ્થિત જોવા મળી…

આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ, સવારે ધોરણ 10 અને બપોરે ધોરણ 12ના પેપર

આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. જેમાં આજે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર સવારે 10 વાગ્યાથી 1.20 વાગ્યા…

ગીર સોમનાથમાં બોર્ડની પરીક્ષા પહેલા તસ્કરો CCTV ઉઠાવી ગયા, વાયરીંગને પણ કર્યું નુકસાન

ગીર સોમનાથના ઉના નગરમાં ગાયત્રી વિદ્યાલય ઉમીયા નગરમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક cctv કેમેરાની ચોરી કરવા સાથે મેદાનમાં આવેલા cctv કેમેરાના વાયરીંગને પણ નુકશાન પહોંચાડયું છે. આ ચોરીથી આવનારી ssc અને HSC ની પરીક્ષામાં વિક્ષેપ પડશે. ઘટનાની જાણ…

જૂનાગઢનો મીની કુંભ મેળો મહાશિવરાત્રીના મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ

આ વખતે જૂનાગઢનો મેળો શિવરાત્રી મીની કુંભ મેળા તરીકે ઉજવાયો છે. જેને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયેલો ભવનાથનો મેળો મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ થયો. રવેડી બાદ સાધુ સંતોએ હર હર મહાદેવના નાદ સાથે…

કોંગી ધારાસભ્યને કરોડોનું ગપલું કરવા બદલ કોર્ટે ઠેરવ્યાં ચોર, ફટકારી પોણા ત્રણ વર્ષની સજા

તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીના ગુન્હામાં 2 વર્ષ અને 9 માસની સજા ફટકારી છે. વર્ષ 1995માં સુત્રાપાડાની સરકારી ગોચરની જમીનમાંથી 2.83 કરોડની ખનીજચોરી કરી હતી. સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટે ધારાસભ્યને સજા ફટકારતા રાજનીતિમાં ગરમાવો આવ્યો…

ભાજપ-કોંગ્રેસના 20 વર્ષથી જાની દુશ્મન રહેલા બે નેતાઓ વચ્ચે સમાધાન, થશે કંઇક નવાજૂની

ભાજપ કોંગ્રેસના 20 વર્ષથી જાની દુશ્મન રહેલા બે નેતાઓ વચ્ચે થોડા દિવસ પહેલા સમાધાન થયું હતુ. જેથી કોડીનારના દેવલી ગામે બંને નેતાઓની કારડીયા રાજપુત સમાજના યુવાનો દ્વારા સાકર તુલા કરવામાં આવી હતી. ભાજપના માજી સાંસદ દિનુભાઈ સોલંકી અને કોંગ્રેસના માજી…

ગીરની તળેટીમાં યોજાનારો લેસર શો વિવાદનું ઘર બન્યો, તંત્રએ કર્યો આ ખુલાસો

આગામી મહાશિવરાત્રિના મેળા પર ગીરની તળેટીમાં યોજાનારો લેસર શો વિવાદનું ઘર બન્યો છે. આ લેસર શોને ગીરનાર પર્વત પર રજૂ કરવાની મનાઈ છે. તેમ છતાં ગત રાતે ગીરનાર પર્વત પર તેનું રિહર્સલ કરવામાં આવતા વિરોધ શરૂ થયો છે. ગત રાતે…

ગુજરાતના દરીયાકાંઠાના સોમનાથ મહાદેવના મંદિરે અચાનક સુરક્ષા વધારી દીધી

વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ખાતે આજે દિલ્હીથી એનએસજીસીના કમાન્ડો પણ આવી પહોંચ્યા છે. સોમનાથ પોલીસ દ્રારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામા આવ્યો છે. સોમનાથ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલો હોવાથી દરિયાઇ સુરક્ષા…

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

મધરાતથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી…

મગર નદીમાં હતો થોડી વારમાં રસ્તા પર આવ્યો અને લોકોમાં ભાગમભાગ

સુત્રાપાડાના ઘંટીયા ગામમાં એક મગર અચાનક ઘુસી આવ્યો. રોડ પર મગર દેખાતાં થોડા સમય માટે ગામમાં અફરાતફરી મચી ગઈ ગતી. તો મગરને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. જોકે વનવિભાગે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી કરી હતી. પ્રાચી નજીક આવેલા ઘંટીયા…

શિકારનું તાંડવ : સિંહે એક નહીં બે નહીં પૂરા સિત્તેર બકરાઓનું મારણ કર્યું

વેરાવળના ડારી ગામે સિંહોએ બકરાના સમુહ પર હુમલો કરતા ગામમા ચકચાર મચી જવા પામી છે. સિંહોએ એકાદ બકરાનું મારણ નથી કર્યું પરંતુ 70 થી વધારે બકરાઓના જીવ લીધા છે. પશુ પાલકોની કિંમતી મૂડી એવા બકરાના મોતથી પંથકમા સન્નાટો છવાઈ ગયો…

આ વર્ષે ખાવી પડી શકે છે મોંઘા ભાવની કેરી, આ છે મોટું કારણ

ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. આ વખતે ડિસેમ્બર ના મધ્યમાં આંબા પર સમયસર ફલાવરિંગ આવવાનું શરૂ થઈ ગયું હતું અને તેનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં હતું. જેના કારણે કેરી પકવતાં ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ છેલ્લા દિવસોથી કાતિલ…

સરકારે બિલ માફી મુદ્દે 600 કરોડની જાહેરાત કરી પરંતુ ખેડૂતો હજુ રૂપિયા ભરે છે

ગીર સોમનાથ જીલ્લામા ખેડૂતોનો વીજળી બીલ માફી બાબતે હોબાળો કર્યો હતો. અને પીજીવીસીએલની કચેરીમાં આવેદનપ પત્ર આપ્યું હતું. ગુજરાત સરકારે વીજ બિલ માફી મુદ્દે 600 કરોડની જાહેરાત કરી હતી.પણ બીલ ઉઘરાવવામાં આવતું હોવાનો ખેડૂતોએ આરોપ મુક્યો હતો. ખેડૂતો એક મહીનાથી…

બાળકોને નદી પાર કરીને નહીં જવું પડે, GSTV અને NHRCનું સૂચન કામ કરી ગયું

ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામમાંથી એક કનેરી ગામને લઈને માનવ અધિકાર વિભાગ દ્વારા કરાયેલા સૂચનનો એક અહેવાલ સામે આવ્યો છે. ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ કેટલાક સૂચન સરકારને કરવામાં આવ્યા હતા. માનવ અધિકાર પંચે સરકારને એક બ્રિજ બનાવવા…

રાજ્યના આ બે શહેરોના મંદિરના પરિસરનો ૫૦૦ મીટરનો વિસ્તાર ‘વેજીટેરિયન ઝોન’ જાહેર

શક્તિપીઠ અંબાજી અને જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરના પરિસરના ૫૦૦ મીટર વિસ્તારને નોન વેજ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૃપાણી હાલ અંબાજીમાં છે ત્યારે તેમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.  આ અંગે પ્રાપ્ત માહિતી…

કુંવરજી બાવળીયા કરી રહ્યાં છે લોકસભા માટે તડામાર તૈયારીઓ

કોળી સમાજના અગ્રણી અને રાજ્ય સરકારમાં કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ સોમનાથની મુલાકાત લીધી. તેમણે વેરાવળ સરકીટ હાઉસમાં ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિતના કોળી સમાજના…

ક્લાસ રૂમમાં 20 જેટલા બાળકોને જેલની માફક જેલર શિક્ષકો તાળા મારી ઘરભેગા, પછી ગામનો રોષ ફાટ્યો

ગીર સોમનાથની માઢવાડ શાળામાં ભૂલકાઓને ભૂલી શિક્ષકોએ ચાલતી પકડતા વિવાદ વકર્યો છે. પહેલા ધોરણના 20 જેટલા ભૂલકાંઓને રૂમમાં પૂરી શિક્ષકો જતા રહ્યા હતા. સાંજે પાંચ વાગ્યે સ્કૂલ પૂરી થઈ ત્યારે આખો ક્લાકરૂમ બાળકોથી ભરેલો હતો. તેમ છતાં પહેલા ધોરણના ક્લાસને…

ગીરના જંગલમાં વનરાજાની શાહી સવારી, વીડિયો જોઈ તમે પણ થઈ જશો ચકિત્ત

ગીરના જંગલમાંથી સિંહનો રોડ પર લટાર મારતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડીયો મેંદરડા ગામ પાસેના જંગલનો છે જેમાં જંગલમાંથી સિંહ રોડ ક્રોસ કરતો દેખાઇ રહ્યો છે. અને રાજાની સવારી નીકળી હોય તેમ વનવિભાગે બંને સાઇડનો વાહન વ્યવહાર થંભાવી…

સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો, જાણો ક્યાં ક્યાં કમોસમીં વરસાદી ઝાપટાં વરસ્યા

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી તાપમાન રાજકોટમાં તો ૩૫ સે.સુધી પહોંચી ગયું હતું ત્યારે આજે પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમના પવનો સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હવામાનમાં પલટો આવ્યો હતો અને ઠેરઠેર કમોસમીં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. કેટલાક સ્થળે તો…

આજે પોષ પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ, ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન

આજે પોષ પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે. જૂનાગઢમાં ગિરનાર પર્વતની ચોટી પર બિરાજમાન અંબાજી માતાના મંદિરમાં પણ પ્રાગટ્ય મહોત્વ ઉજવાયો. વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ગિરનાર આવી…

વાહ..વાહ…વાહઃ ગીરની કેરી ઉનાળા પહેલા શિયાળામાં જ માર્કેટમાં પહોંચી ગઈ

સ્વાદના શોખીનો અને ખાસ કેરીને ગીરની શાન સમાન રાણી કેસર કેરીનું ધીમા પગલે ઉના શાક માર્કિટમાં આગમન થઈ રહ્યું છે. હાલ ખાખડી એટલે કે નાની કેરીનું આગમન થતા લોકો હોંશે હોંશે ખરીદી રહ્યા છે. ચાલુ વર્ષે સારા વરસાદ બાદ ઠંડીનો…

વેરાવળના કુકરાશ ગામે એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો, કારણ છેડતી

વેરાવળ તાલુકાના કુકરાશ ગામે એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મહિલાની છેડતી બાબતે કુકરાશ ગામના માથાભારે શખ્સ દ્વારા યુવક પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને પ્રભાસપાટણ કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં…

તો આ કારણે ગુજરાતની આ ત્રણ જગ્યાએ મકરસંક્રાંતિના દિવસે નથી ચગતો પતંગ

ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર મા એક પણ પતંગ ઉડતી જોવા મળી નથી રહી. રાજ્યભરમાં આજે કાપ્યો નો નાદ છે જયારે એક જ કોડીનાર તેમાંથી બાકાત રહ્યું છે. સુત્રાપાડા તાલાલા કોડીનાર અને ગીર ગઢડા વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી. આ…

કેરીના શોખીનો માટે ખુશ ખબર : કેરીનો પાક સારો થવાની શક્યતા

જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ગત ડિસે. માસથી આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઇ ગઇ હતી. જ્યારે હાલ જૂનાગઢના અમુક આંબાઓ પર કાચી કેરી આવવા પણ લાગી છે. હાલ જે વાતાવરણ છે તેવું…

જાણો સૂર્યમંદિરોનું મહત્વ અને પુરાણોમાં ઉલ્લેખાયેલા 16 મંદિરો વિશે જાણો વિગતે

સૂર્યદેવનું મહાપર્વ છે મકરસંક્રાન્તિ સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ- પ્રભાસ ખંડમાં ૧૬ સૂર્ય દેવતાઓના મંદિરો હતા. સૂર્યનું એક નામ ભાસ્કર પણ  છે. પ્રભાસ એક સમયે ભાસ્કર તિર્થ તરીકે પણ ઓળખાતું. જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી…

આ વાંચીને તમે ગુસ્સે પણ થશો અને હસવું પણ આવશે, સરકારી એટલે સરકારી

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર સોમનાથના ગીર ગઢડામાં કનેકટીવીટીનો અભાવના કારણે લોકોની લાગે છે. લાંબી કતારો, સ્થાનિકોને પડી રહી છે હાલાકી. સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે તો બીજી બાજુ ગીર ગઢડા તાલુકાની મામલતદાર ઓફિસ અને તાલુકા…

અંબાણી પરિવારના મોભી કોકિલાબહેન અંબાણી આજે સોમનાથ દાદાના દર્શને

સોમનાથની મુલાકાતે અંબાણી પરિવારના મોભી કોકિલાબહેન અંબાણી આવ્યા. જ્યાં તેમણે સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. કોકિલાબહેને સોમનાથ મહાદેવનો અભિષેક, મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. અને મધ્યાહન આરતીનો લ્હાવો લીધો હતો. મંદિરમાં કોકિલાબહેનને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરાયુ…