Archive

Category: Dahod

આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ, સવારે ધોરણ 10 અને બપોરે ધોરણ 12ના પેપર

આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. જેમાં આજે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર સવારે 10 વાગ્યાથી 1.20 વાગ્યા…

બે-ચાર નહીં પણ પૂરા 27 વર્ષ બાદ વાઘ બચાવો અભિયાનને ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉજાગર કર્યું

27 વર્ષ પછી ગુજરાતમાં વાઘના આગમન બાદ હવે તેનું ગુજરાતમાં સંવર્ધન થાય તે ઉદ્દેશથી વાઘ બચાવો અભિયાન હેઠળ છોટાઉદેપુર વન વિભાગે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર એમ ચાર જિલ્લાના વન વિભાગના કર્મીઓએ ભાગ લીધો હતો. આ…

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

ગાંધીનગરમાં પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી, શિક્ષકો પર લાઠીઓ વરસાવાઈ

પોતાની પડતર માંગો સાથે એક દિવસની હડતાળ પર ઉતરેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વિધાનસભાનો ઘેરાવ કરવા જતા શિક્ષકો પર પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. સેંકડો શિક્ષકોએ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે દેખાવો કર્યા. ભેગા થયેલા શિક્ષકોએ સરકાર સામે આક્રોશ…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

પુલવામા હુમલા બાદ ગુજરાતના દિકરાએ ફોન ન ઉપાડ્યો અને અચાનક રાતના નવ વાગે સમાચાર મળ્યા કે….

દાહોદના નવાગામના ખજુરી ફળિયાનો પુલવામાં ફરજ બજાવતો જવાન જીવિત હોવાની જાણ થતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. 28 વર્ષીય પર્વત મોરી 2013થી CRPFમાં જોડાયા બાદ તેનું પુલવામાં જ પોસ્ટિંગ છે. પુલવામાં આતંકવાદી હુમલો થયો હોવાની જાણ થતા પિતા સેવાભાઇએ જવાનો શહીદ…

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દાહોદની મુલાકાતે, નૃત્ય અને કલા સાથે આદિવાસીઓએ કર્યું સ્વાગત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દાહોદની મુલાકાતે છે. જ્યાં તેમણે આદિજાતિ કલા મહોત્સવને ખુલ્લો મુક્યો. સાથે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. આ પ્રસંગે આદિવાસી કલાકારોએ તેમનું પરંપરાગત નૃત્ય અને કલા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. સીએમ રૂપાણી સાથે આદીજાતિ…

પરીણિત યુવતી પ્રેમી સાથે ભાગી જતાં પતિએ અને સાસરિયાંએ એવું કર્યું કે… જુઓ આ VIDEO

દાહોદ જિલ્લામાં મહિલાને માર મારતો વીડિયો વાયરલ થવાના કેસમાં સાત જણાની ધરપકડ કરાઇ છે. આ વીડિઓ દાહોદના નાનીખરજ ગામનો હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક યુવતીના વાળ કાપીને તેને મારવામાં આવતી હોવાનો સનસનીખેજ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં યુવતી…

ચાલુ ટ્રેનમાંથી મહિલા ઉતરતા કોન્સ્ટેબલ દોડ્યો, મહિલાનો આબાદ બચાવ

ચાલુ ટ્રેનમાંથી પગ લપસી જતા રેલવે પોલીસના જવાને મહિલાનો આબાદ બચાવ કર્યો હતો. રેલવેના કોન્સ્ટેબલ ભુરાભાઈએ મહિલાને ટ્રેનમાંથી પડતા જોઈ ભાગીને તેમનો હાથ પકડીને બચાવી લીધા હતા. રાત્રી દરમિયાન અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાલુ ગાડીએ પ્લેટફોર્મ પર ઉતારવા જતા બનાવ બન્યો…

સવર્ણોને 10 ટકા અનામત મામલે પાસના હાર્દિક પટેલની આવી આકરી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે અને આર્થિક રીતે કમજોર વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સંસદમાં સંશોધિત બિલ રજૂ કરાશે. આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આર્થિક રીતે નબળા વર્ગને શૈક્ષણિક સંસ્થાઓ…

પરિણીતાને મળવા તો પહોંચ્યા પણ પકડાયા બાદ ઢોર માર પડ્યો, દાહોદનો કિસ્સો

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે જતાં ઝડપાઈ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને માર પણ મરાયો હતો. જોકે,…

માને મારી નાખીશ, નરાધમે ત્રણ મહિનામાં ચાર વખત નિશાને પીંખી નાંખી

બીલીમોરા પંથકમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.પમાં અભ્યાસ કરતી ૧ર વર્ષની બાળકીને બે વખત પરણેલાં એક સંતાનનાં પિતાએ ફોસલાવી-ધમકાવી ચાર વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બાળકીનાં પરિવારે હવસખોર આધેડ સામે ફરીયાદ આપતાં પોલીસે તેની સામે સ્પેશ્યલ ચાઈલ્ડ પ્રોટેકશન એક્ટ (પોકસો)…

માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્ત, મહિલા પર કર્યો હુમલો

દાહોદમાં માનવભક્ષી દીપડાનો ફરી એક વખત આતંક જોવા મળ્યો છે. દિપડાએ દેવગઢ બારિયાના અંતેલા ગામે મહિલા પર હુમલો કર્યો છે. દીપડાએ મહિલાના સાથળના ભાગે હુમલો કરતા તેને હોસ્પિટલ માટે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે દેવગઢ…

દાહોદમાં માલગાડી ટ્રેનનું એન્જીનના એક સાથે ત્રણ પાટા

દાહોદમાં માલગાડી ટ્રેનનું એન્જીન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. એન્જીનના આગળના ત્રણ પૈડાં પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે મોટી દુર્ઘટના ટળી હતી. દાહોદના રોઝમ ફાટક પાસે ઘટના બની હતી. જો કે ઘટનાની જાણ થતા રેલવે વિભાગ દોડતું…

VIDEO: ચાલુ ડ્યુટીએ બસ કંડક્ટરે જુઓ પીધેલી હાલતમાં બસમાં શું કર્યુ?

સુરક્ષિત સવારી,એસ ટીઅમારીના દાવાઓ વચ્ચે દાહોદ-અમદાવાદ વોલ્વો એસટી બસમાં નશામાં ધૂત કંડકટર હોવાનોવીડિયો વાયરલ થયો. એસટી વિભાગે તપાસ કરતા કંડકટરે નશો કર્યો હોવાનું સામે આવ્યુ છે.કંડકટર નશાની હાલતમાં હોવાને લઈને  એસટીનાઅધિકારીઓએ તેને પોલીસના હવાલે કર્યો છે. નશો કરેલો કંડકટર નિલેશ…

પિત્રુદેવો ભવ: બાળકે આ કારણે પિતાનું મંદિર બનાવ્યું

દાહોદ જિલ્લાના મઘાનીસર ગામે એક પુત્રએ પોતાના પિતાનું મંદિર બનાવ્યુ છે. ગામમાં મુકેશ ડામોરે પોતાના પિતાની યાદમાં આ મંદિરનું નિર્માણ કર્યુ છે. મુકેશના પિતાનો જન્મ 12મી મે, 1952ના રોજ થયો હતો. મુકેશના પિતાએ કરેલા સારા કામના કારણે તેમને હમેશા યાદ…

બાળકની જેમ કાગળ પર તલાવડીનું ચિત્ર બનાવવાના લાખો રૂપિયા

દાહોદના ખરોડા ગામે ખેત તલાવડીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અહીં કાગળ ઉપર ત્રણ ખેત તલાવડી બનાવી દેવાઈ છે. જ્યારે કે ગરબાડા તાલુકામાં પણ એક તલાવડી કાગળ પર બનાવી છે. જેની જાણ થતા ACB દ્વારા બે અલગ અલગ ગુનાઓ…

દાહોદનો મેન ઇટર : એક દિપડાને પકડવા વનવિભાગના 150 કર્મચારીઓ ખડેપગે

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા બે દિવસમાં ચાર લોકો પર દિપડાએ હુમલો કર્યો હતો. જેમાં બે બાળકીઓના મોત નિપજ્યા છે.આ ઘટના બાદ વનવિભાગ દોડતુ થયું છે. અને દીપડાને પકડવા માટે વનવિભાગે 150 કર્મચારીઓ કામે લગાડી દીધા…

બે દિવસમાં માનવ પર ત્રીજો હુમલો કરી મેન ઇટર હોવાની સાબિતી આપતો દિપડો

ધાનપુર તાલુકામાં દીપડાનો આંતક યથાવત બની રહ્યો છે. ધાનપુરના ખલતામા ફરી એક વખત દિપડાએ કીશોરી પર હુમલો કર્યો છે.આ પંથકમાં બે દિવસમાં હુમલાના કુલ ત્રણ બનાવ બનવા પામ્યા છે જેમાં એકનું મોત થવા સાથે એક વૃધ્ધા ઇજાગ્રસ્ત થઇ છે તો…

અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદઃ દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધી અને પછી…

દાહોદ જીલ્લામાં અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદ વટાવી દેવાઇ. ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે ડાકણ હોવાના વહેમે દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધીને ડામ આપવામાં આવ્યા. ધગધગતા સળીયાથી દેરાણી જેઠાણીના હાથ પગ અને પેટ પર ડામ આપવામા આવ્યા. આટલું ઓછું હોય તેમ સળગતા…

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં ગાજેલા અને ગુજરાત કનેકશન, મોટા પ્રમાણમાં બાળ તસ્કરી

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં ગાજેલા અને ગુજરાત કનેકશન સામે આવ્યું હતું. બાળ તસ્કરી મામલે ડૉ.રાજુ સહિત મુખ્ય પાંચ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરાયા છે. સમગ્ર રેકેટમાં કુલ 27 આરોપીઓ જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. રિકવર કરાયેલા 13 બાળકમાંથી…

દાહોદમાં આ હાઈ-વે કથિત રીતે છે બદનામ, હવે પોલીસ કરી રહી છે આ કામ

આદિવાસી પંથક દાહોદ હાઈવે લૂંટના કારણે બદનામ થયો છે. અને પોલીસ કામગીર પર સવાલ ઉઠતા રહે છે. જોકે દાહોદ પોલીસે હાઈવે પર થતી લૂંટથી ખરાડાયેલી છબી બદલવા મક્કમ નિર્ધાર કર્યો છે. અને અપનાવ્યો છે નવો અભિગમ, જોઈએ આ અહેવાલ. રાત્રિ…

શાળામાં શિક્ષિકાને વહેલી બોલાવી અાચાર્ય કરતો હતો કુકર્મ, VIDEO વાયરલ થતાં થયાં સસ્પેન્ડ

શિક્ષણ જગતને કલંકિત કરતો અેક કિસ્સો બહાર અાવ્યો છે. જેમાં શાળાના અાચાર્યઅે શિક્ષિકાને ધમકીઅો અાપી દુષ્કર્મ અાચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. અા ઘટનાનો અેક વીડિયો પ્રકાશમાં અાવ્યો હતો. જે બાદ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂચ્યો હતો. હવે અા બાબતે પોલીસ ફરિયાદ…

વિદ્યાર્થીને માર મારતા વાલીઓમાં રોષ અને પહોંચ્યા પ્રાથમિક શાળા, પછી…

દાહોદના વડલી ફળિયા પ્રાથમિક શાળામાં પરીક્ષા સમયે સી.આર.સીએ વિદ્યાર્થીને લાત મારતા વિવાદ શરૂ થયો છે. જાતિ વિષયક શબ્દો બોલીને CRCએ માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થતાં વાલીઓ શાળા પહોંચ્યા હતા. અને માર મારનારા સી.આર.સી વિરુદ્ધ કાયદેસર…

31મીઅે મોદી પર ચાર બાજુથી થશે ‘હુમલો’ , પોલીસ અને ભાજપ રહે અેલર્ટ

ગુજરાતમાં 31મી અોક્ટોબરે સ્ટેચ્યુ અોફ યુનિટીના કાર્યક્રમને પગલે ગુજરાત સરકાર દોડાદોડી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે મેગા શો કરવાના મોદી સરકારનું આયોજન પ્રાંતવાદની બલિ ચડી ગયું છે. ગુજરાતમાં ભાજપની લથડતી સ્થિતિને ધ્યાને લઇ મોદી અેક દિવસ વહેલા અેટલે 30મીઅે…

31મીઅે મોદીના કાર્યક્રમથી ગુજરાતના 14 જિલ્લામાં નહીં સળગે ચૂલા, બાળકો પણ રહેશે ભૂખ્યા

કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ…

ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક, 7 લોકોને ભર્યા બચકા

ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક છે. જે શ્વાન લોકોને ઇજા પહોંચાડી રહ્યા છે. ગોધરામાં જુદા જુદા વિસ્તારમાં કુલ 7 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. જે તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં ગોધરામાં જે રીતે રખડતા શ્વાનોનો…

જાણો ઘટાડા બાદ ગુજરાતમાં આવતીકાલથી પેટ્રોલ-ડીઝલનો ભાવ કયા શહેરમાં કેટલો?

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં કરાયેલા ભાવ ઘટાડા બાદ હવે રાજ્ય સરકારે પણ જનતાને હાશકારો આપ્યો છે. અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે તેમણે રાજ્ય સરકારને પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડવા માટે…

દાહોદમાં અઢી વર્ષની બાળકી સાથે અમાનુષી અત્યાચા, કૌટુંબિક કાકાની કરતૂત

દાહોદમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે. કૌટુંબીક કાકાએ જ અઢી વર્ષની બાળકી પર નજર બગાડી તેનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધી. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યાની પણ આશંકા છે. વેફર લાવી આપવાના બહાને ઘરેથી લઈ…

દાહોદઃ અનાજની દલાલી કરતા ભૂપેન્દ્ર દલાલીનો મૃતદેહ મળ્યો

દાહોદમાં અનાજની દલાલી કરનાર ભૂપેન્દ્ર દલાલની લાશ મળી આવી છે. દાહોદ નજીક મંડાવાવ રોડ પાસે ઘોડા ડુંગરીના એક ખેતરમાંથી ફાયરિંગ કરનાર ભુપેન્દ્ર દલાલની લાશ મળી આવી છે. લાશ નજીકથી રિવોલ્વર પણ મળી આવી છે. ગઈકાલે ભૂપેન્દ્ર દલાલે ફાયરિંગ કર્યું હતું….