Archive

Category: Baroda

વડોદરા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે શહેરનાં વકીલ મંડળના પ્રમુખને સંડોવવા બદલ વિરોધ

વડોદરા પોલીસ દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે શહેરનાં વકીલ મંડળના પ્રમુખને સંડોવવા બદલ વિરોધ ઉઠ્યો છે. પોલીસે કોઇ પણ જાતની તપાસ કર્યા સીવાય કાયદાનો દુરપયોગ કરી એક મહિલા વકીલ તેમજ વડોદરા મંડળ પ્રમુખ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. મંડળને બદનામ…

World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને પાછી બોલાવવામાં આ શાળાનાં બાળકો સફળ થયાં, ત્રણ વર્ષની મહેનત રંગ લાવી

સમગ્ર વિશ્વમાં ચકલીઓ લુપ્ત થઇ રહી છે. ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવીને કેવી રીતે તેને પરત બોલાવી શકાય તે માટે વડોદારની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ અવિરત રીતે 3 વર્ષ કાર્ય કર્યુ. અને હવે આ અથાગ પ્રયાસના ઉત્કૃષ્ઠ પરિણામો જોવા મળી રહ્યા…

બોર્ડની બલિહારી : આજે ધોરણ 10ના ગુજરાતીના પેપર સાથે જવાબ પણ આપી દીધા

ધો.10નું આજે ગુજરાતીનું પેપર હતું. જેમાં 4 માર્ક માટે પૂછાયેલા પ્રશ્નમાં બોર્ડની એવી બલિહારી થઇ કે વિદ્યાર્થીઓને પૂછાયેલા પ્રશ્નની સાથે તેનો જવાબ પણ આપી દેવાયો હતો. 4 માર્ક માટે પૂછાયેલા પ્રશ્નમાં એક વાર્તાના મુદ્દા અપાયેલા હતા. જેમાં વાર્તા બનાવાની સાથે…

ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં થયેલા અંધાધૂધ ગોળીબારમાં 4 ગુજરાતીઓના મોત

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ વિસ્તારમાં મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ગોળીબારીમાં 4 ગુજરાતીઓના મોત થયા છે. વડોદરાના પિતા પુત્ર આરીફ અને રમીઝ, અમદાવાદના જૂહાપુરમાં રહેતા મહેબૂબ ખોખર તેમજ નવસારીના અડદા ગામના જુનૈદનું ગોળીબારીમાં મોત થયુ છે. વડોદરાના રમીઝભાઈ ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા…

વડોદરામાં ચા વેચનારા વ્યક્તિએ ભાજપ પાસે ટિકિટ માગી, નરેન્દ્ર મોદી સાથે છે ખાસ કનેક્શન

લોકસભા ચૂંટણીને લઈને રાજનીતિક દળો પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી આજે 100 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. ટિકિટના દાવેદારોનું પણ તોફાન આવી ગયું છે. હવે વડોદરાથી ચા વેચનારા એક વ્યક્તિએ ચૂંટણી…

ન્યૂઝિલેન્ડમાં ફાયરિંગ બાદ લાપતા પિતા-પુત્રને મેળવવા વડોદરાનો પરિવાર પહોંચ્યો સાંસદની ઓફિસે

વડોદરાના પિતા-પુત્ર જ્યારે ન્યૂઝિલેન્ડમાં થયેલા ફાયરિંગ બાદ લાપતા બન્યા છે.ત્યારે તેમનો પરિવાર સાંસદની ઓફિસે પહોંચ્યા હતા. અને તેમને ન્યૂઝિલેન્ડ જવા સરકાર મદદ કરે તેવી અપીલ કરી હતી. આરીફભાઈના પરિવારજનોએ વિદેશ મંત્રાલય પણ બનતા તમામ પ્રયાસ કરે તેવી હાકલ સાંસદ સમક્ષ…

નોકરીના ત્રાસથી વડોદરાના પોલીસકર્મીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી

વડોદરાના સયાજી ગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ છે. હરણી રોડ પર રહેતા હસમુખભાઈ પરમાર ત્રણ વર્ષથી સયાજી ગંજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી માંદગીના કારણે રજા પર ઉતર્યા હતા. અને શુક્રવારે…

ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં થયેલા ગોળીબારમાં ગુજરાતનાં આ લોકો પણ ભોગ બન્યાં

ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ગોળીબારનો ભોગ વડોદરાના પિતા-પુત્ર પણ બન્યા છે. વડોદરાના આ પિતા-પુત્રને ગોળી વાગી છે. અને હાલ તેઓ મિસિંગની લીસ્ટમાં છે. જેથી પરિવાર વધુ ચિંતિત બન્યો છે. આરીફભાઈ ન્યુઝીલેન્ડમાં રહેતા પોતાના પુત્રને મળવા માટે ગયા હતા. અને ત્યાં…

આ વ્યક્તિએ કર્યો દાવો, વડાપ્રધાન ફરી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે

ભાજપમાં વડોદરાના નિરિક્ષક પંકજ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે લોકસભાની ચૂંટણીમાં પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડોદરાથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. વડોદરામાં ઉમેદવારોની પસંદગીને લઈ સેન્સ લેવાઈ રહી છે. ત્યારે વડોદરા બેઠક પર પીએમ મોદીનું નામ…

ધાક ધમકી આપી મિલકત પચાવી પાડતા દંપતી અને સાથીઓને પોલીસે દબોચી લીધા

વડોદરાના અટલાદરામાં પ્રોપર્ટી ડીલરની ઓફીસ ખોલી લોકોને છેતરનાર ભેજાબાજ દંપતી સહિત તેમના સાથીઓને પોલીસ દબોચી લીધા છે. ભેજાબાજ આશિષ કુમાર તેની પત્ની અને સાગરીતો ધાક ધમકી દ્વારા લોકોની મિલકત પચાવી પાડવાની હરકતો કરતા હતા. અમદાવાદના એક નિવાસીએ પોતાની વડોદરાની સંપતિ…

ઈથોપિયન એરલાઈન્સની દુર્ઘટનામાં ગુજરાત વડોદરાના આ દંપતીના પણ મોત નિપજ્યા

ઇથોપિયન એરલાઇન્સની ગમ્ખવાર દુર્ઘટનામાં મૂળ વડોદરાના અને બાદમાં કેનેડા સ્થિત થયેલું વૈદ્ય દંપતી પણ મોતના મુખમાં ધકેલાઇ ગયું છે. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મિકેનિકલ એન્જીનિયરીંગમાં ડિગ્રી મેળવનાર પંગેશ વૈદ્ય અને તેમના પત્ની હંસિકા વૈદ્ય છેલ્લા 8…

શહેરના એક એક બાળકને ખબર છે કે આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે, તો વડોદરાના તંત્રને કેમ નથી!

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આદર્શ આચારસંહિતા લાગૂ પડી ગઇ છે. ત્યારે વડોદરામાં રાજકીય પક્ષના નેતાઓ અને અગ્રણીઓના ફોટોઝ ઉતારવાની તસ્દી વડોદરા ચૂંટણી કમિશનરે લીધી નથી. વડોદરાના રાજમહેલ રોડ, કલેકટર કચેરીની બહાર, તેમજ રાવપુરા રોડ પર રાજકીય અગ્રણીઓના…

યોગેશ પટેલ પ્રધાન બનતા આ વ્યક્તિએ કહ્યું, સતત અવગણના થતી હતી, તે હવે પૂર્ણ થઈ

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને રાજયકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. જેના પર સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, મધ્ય ગુજરાતમાંથી પ્રધાન પદની જે સતત અવગણના થતી હતી.તે હવે પૂર્ણ થઈ છે. યોગેશ પટેલની પ્રધાન…

વડોદરા કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ લડશે ચૂંટણી, રહી ચૂક્યા છે કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.જેમાં વડોદરા ખાતે પ્રશાંત પટેલને પાર્ટીએ ટિકિટ આપી છે. ત્યારે વડોદરા કોંગ્રેસના કાર્યકરો અને પ્રશાંત પટેલના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. અને…

પગમાં 15 ટાકા અને છતાં વ્હીલચેર પર પરીક્ષા આપી બીજા વિદ્યાર્થીઓનો પણ વધાર્યો જુસ્સો

સમગ્ર ગુજરાતમાં આજે ધો.10 ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આજે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેઠા હતા ત્યારે વીઆઇપી રોડ પર આવેલી જય અંબે સ્કૂલમાં ધો.10 નો વિદ્યાર્થી ચિરાગ સીસોદીયા વ્હિલ ચેરમાં પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. હરણી…

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નરે લીધી વડોદરાની મુલાકાત, તૈયારીઓની કરી સમીક્ષા

લોકસભાની ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષોએ આરંભી દીધી છે. ત્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નરએ વડોદરાની મુલાકાત લીધી હતી. અને 6 જિલ્લાઓના કલેક્ટર, મામલતદાર સહિત ચૂંટણીમાં જોડાનાર અધિકારીઓ સાથે બેઠક કરી ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાથો સાથ અધિકારીઓ પાસેથી મતદાન મથક,…

નર્મદાનું પાણી પીવા લાયક બનાવવા ફિલ્ટર પ્લાન્ટ પાછળ 3 કરોડ ખર્ચ કર્યા પણ મળ્યો ઠેંગો

ડભોઇના કરણેટ ગામે નગરપાલીકા દ્વારા નર્મદાનું પાણી ફીલ્ટર કરી નગરજનોને મળી શકે તે હેતુ થી પાંચ વર્ષ પહેલા રૂ.૩ કરોડ ઉપરાંતના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જો કે છેલ્લા બે વર્ષમાં આ ફીલ્ટર પ્લાંટની આજુ બાજુ ઝાડી ઝાખર ઉગી નીકળ્યા…

ભાજપના MLAનો પિત્તો ગયો તો કહ્યું છાતીએ બોમ્બ બાંધો અને પાકિસ્તાનને સબક શિખવાડો

વડોદરાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતે કાર્યકરો સાથે સુસાઇડ બોમ્બર બની પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાનને સબક શીખવાડવાની વાત કરી છે. કહેવાય છે કે મધુભાઈના પિતા નિવૃત ફોજી છે અને તેમના નકશેકદમ પર ચાલીને માધુભાઈએ પાકિસ્તાન સામે સુસાઇડ બોમ્બર બનવાની…

તસ્કરોનો તરખાટ પૂર્વ ધારાસભ્યના ઘરને ખાલી કરી નાખ્યું

વડોદરાના પાદરાના લતીપુરા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમારને ત્યાં તસ્કરોએ ચોરી કરી છે. તસ્કરો 11 તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ગામમાં અન્ય મકાનોમાં પણ તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતા પોલીસ…

શાળાની નવી ઈમારત બનાવતો સાઈટ સુપરવાઈઝર વિદ્યાર્થીની સાથે કરતો આવું

વડોદરાના સુભાનપુરામાં બાંધકામના સાઈટ સુપરવાઈઝરે બાળાની છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે. આ મામલે બાળાઓના વાલીએ ગોરવા પોલીસ મથકે સાઈટ સુપર વાઈઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુભાનપુરામાં શ્યામાપ્રસાદ પ્રાથમિક શાળાની બિલ્ડિગનું બાંધકામનું કામ ચાલે છે. ત્યાં સાઈટ સુપરવાઈઝર રાજેશ મિશ્રા છેલ્લા…

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છની દરિયાઈ સરહદ પર હાઈ એલર્ટ

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને કચ્છની દરિયાઈ સરહદે હાઈ એલર્ટ અપાયુ છે. ઈન્ટેલિજેન્સ ઈનપુટ બાદ કચ્છની દરિયાઈ સરહદની સુરક્ષા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છના બંદરોની સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ કચ્છમાં સંવેદનશીલ મથકો પર સુરક્ષા વધારવામાં…

ભારતીય વાયુસેનાના મહાપરાક્રમ બાદ ઠેર ઠેર કરાઈ ઉજવણી, રંગીલા રાજકોટમાં ફૂટ્યા ફટાકડા

પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ ભારત અને તેમાં ય ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાયુસેનાના મહાપરાક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાઈઝ આ ઉજવણીને જોવામાં આવે તો.. ડભોઈના નાગરિકોને ઉત્સાહ પીઓકેમાં…

PHOTO: વડોદરાની આર્ટ ગેલેરીમાં પુલવામા શહીદોને ચિત્રકારોએ આપી આ રીતે શ્રદ્ધાંજલિ

વડોદરામાં ખાનગી આર્ટ ગેલેરીના કલાકારોએ અનોખી રીતે પુલાવામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ચિત્રાંકન કર્યુ. જેમાં કલાકારોએ ચિત્ર સ્વરૂપે તેમની સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાતભરમાંથી આવેલા કલાકારો ચિત્રો થકી મેસેજ આપીને આતંકવાદનો સફાયો કરવો જોઇએ તેવો મેસેજ આપ્યો હતો.

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

હવે STના કર્મચારીઓ આક્રમક મુડમાં, કોઈ અર્ધનગ્ન થઈને તો કોઈ ધુણીને વિરોધ નોંધાવ્યો

મોડાસા STના કર્મચારીઓ પોતાની માગ પૂરી કરાવવા આક્રમક મુડમાં છે. કર્મચારીઓએ અર્ધનગ્ન થઇને દેખાવો યોજયા હતા. આ સાથે તેમણે મુખ્યમંત્રી વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા અને પોતાની સમગ્ર માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજી…

પારૂલ યુનિવર્સિટી સ્થિત આજથી વાર્ષિકોત્સવનો દબદબાભેર પ્રારંભ

વડોદરાની વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સીટી ખાતે આજરોજથી વાર્ષિકોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ધૂમ શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ડાન્સ પર્ફોમન્સ અને નાટક સહિતની વિવિધ રજુઆતો…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

મધરાતથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી…

વડોદરા પાદરા કોંગ્રેસના નવા શહેર પ્રમુખની નિમણૂંક થતા વિવાદ

વડોદરા પાદરા કોંગ્રેસના નવા શહેર પ્રમુખની નિમણૂંક થતા વિવાદ થયો છે. માજી શહેર પ્રમુખ સંજય સોલંકી સહિત 8 લોકોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર મૂખી દ્વારા પાદરના માજી શહેર પ્રમુખ સહિત શહેરના કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા…

ઉદ્યોગપતિના પુત્રને મારવાની ધમકી આપનાર શિક્ષિત યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

વડોદરાના ઉદ્યોગપતિના પુત્રને મારી નાખવાની ધમકી આપી ખંડણી રૂપે લોન માંગનાર શિક્ષિત યુવક દિપ પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી યુવક ખુદ સગા માસીનો છોકરો હોવાનું બહાર આવ્યું છે. આરોપી દિપ પટેલે એન્જીનીયરિંગનો અભ્યાસ કરેલો હોવાનું પોલીસે જણાવ્યું છે….