Archive

Category: Banaskantha

ગાંધીનગરમાં પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી, શિક્ષકો પર લાઠીઓ વરસાવાઈ

પોતાની પડતર માંગો સાથે એક દિવસની હડતાળ પર ઉતરેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વિધાનસભાનો ઘેરાવ કરવા જતા શિક્ષકો પર પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. સેંકડો શિક્ષકોએ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે દેખાવો કર્યા. ભેગા થયેલા શિક્ષકોએ સરકાર સામે આક્રોશ…

ગુજરાત ભાજપના સાંસદે કહ્યું, ‘અમારી સરકાર છે પણ મારું કંઈ ઉપજતું નથી’

બનાસકાંઠાના ભાજપના સાંસદ અને રાજ્યકક્ષાના પ્રધાન હરિભાઈ ચૌધરીનું દિલ્હીમાં કંઈ ઉપજતુ નથી. આ વાત અમે નથી કહેતા પણ ખુદ હરિભાઈ કહી રહ્યા છે. પાલનપુરમાં રેલવેના જનરલ મેનેજર સાથે વાતચીત દરમ્યાન તેમણે પોતાનો બળાપો કાઢ્યો. રેલવેની ટીકીટના રિઝર્વેશનમાં પોતાના કાગળની કોઈ…

ST જ નહીં આ વિભાગના 1500 કર્મચારીઓ પણ છેલ્લા 7 દિવસથી રજા પર છે, લોકો છે પરેશાન

બનાસકાંઠા આરોગ્ય વિભાગના 1500 કર્મચારીઓ 7 દિવસથી હડતાળ પર છે. જેથી જિલ્લામા આરોગ્યની સેવાઓ ખોરવાઈ છે.જેને લઈ આજે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આરોગ્ય સમિતિ ધરણા સ્થળે દોડી ગઈ હતી. કર્મચારીઓએ પ્રશ્નોને હલ કરવાની માંગ કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ પાલનપુરની…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

મધરાતથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી…

ઠાકોર સમાજની આ ઉન્નતિ માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવ્યા એક મંચે

ઠાકોર સમાજ દ્વારા શિક્ષણ રથનો પ્રારંભ કરાયો છે. લાખણીના આગથળા ગામે આ હેતું માટે ઠાકોર સમાજના લોકો એકઠા થયા અને આ પ્રસંગે લાખણીમા સમાજનું શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત કરી હતી. ઠાકોર સમાજનો શૈક્ષણિક વિકાસ થાય તે હૈતુથી ભાજપ કોંગ્રેસના અન્ય…

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે રેલવે ટ્રેક પર એવુ તો શું બન્યું કે લોકોમાં દોડાદોડી થઈ

દિયોદર જશાલી રેલવે ફાટક પર યુવાને આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. યુવાને પાલનપુર થી ભૂજ જતી રેલવે નીચે પડતું મૂકી કરી આત્મહત્યા કરી હતી. યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા મળેલ નથી. મૃતક યુવક કાંકરેજ તાલુકાના ખીમાણા ગામનો અશોક પંચાલ હોવાનું…

દૂધ ડેરીના મંત્રી 27 લાખ લઈને જઈ રહ્યા અને લૂંટારાઓ આવી ગયા પણ અજમાવ્યો આ રસ્તો

બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામ પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. દૂધ ડેરીના મંત્રી 27 લાખ રૂપિયા લઈ જતા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે મંત્રીએ અંતરિયાળ રસ્તામાં ગાડી ઘૂસાડતા લૂંટ થતા બચી હતી. લૂંટ કરવા આવેલા શખ્સો…

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડાસાફ કરી નાખ્યા

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન અખાણી અને ઉપપ્રમુખ તરીકે વસંતજી ઘંઘોસ બહુમતીના જોરે ચૂંટાઈ આવ્યા. નગરપાલિકામાં કોંગ્રેસ પાસે 12 સભ્યો…

પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા

થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાશે. પાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતાં યોજાશે ચૂંટણી. અગાઉ થરા પાલિકામાં કોંગ્રેસ અને ભાજપના 12 -12 સભ્યો હોવાથી ચિઠ્ઠી ઉછાળતા પાલિકા ઉપર કોંગ્રેસની સત્તા આવી હતી. જોકે ભાજપના એક નગરસેવકનું મૃત્યુ થતા…

ગુજરાતના આ ખેડૂતો તાપણુ નથી કરી રહ્યા પણ તંત્ર સામે એટલે ધરણા કરે છે કે મગફળી ફસાઈ

બનાસકાંઠાના લાખણીમાં મામલતદાર કચેરીમાં ખેડૂતોએ ધરણા કર્યા છે. ખેડૂતોની મગફળી રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ છે. છેલ્લા એક અઠવાડિયાથી લાખણીમાં કાળી ટીકીને લઈ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવતી નથી. હજુ ૮૦૦થી વધુ ખેડૂતોની મગફળીની ખરીદી બાકી છે. ત્યારે આ અંગે ખેડૂતોએ વારંવાર…

જીરાનું વાવેતર કરનારા ખેડૂતો માટે ચિંતા, વાતાવરણના કારણે થઈ શકે છે નુકસાન

કાંકરેજ પંથકમાં બે દિવસ પહેલા વાતાવરણમાં આવેલા પલટાના કારણે જીરાનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં છે. કારણ કે વિપરિત વાતાવરણના કારણે જીરાના પાકને નુકસાન થવાની શકયતા છે. વધુ પડતી ઠંડી અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે ઠંડા પવનો ફૂંકતા જીરાના પાકને…

લાલ ટીપકીવાળી મગફળી આવતી હોવાથી નાફેડે ખરીદવાની મનાઈ કરી દેતા ખેડૂતો નારાજ

બનાસકાંઠામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆતથી જ વિવાદમાં આવી છે. ત્યારે હવે લાખણી પંથકના ખેડૂતોની મગફળી લાલ ટીપકી વાળી આવતી હોવાનું કહીં નાફેડ દ્વારા ખરીદવાનો ઇનકાર કરાતા ખેડૂતોએ આ મુદ્દે ચક્કાજામ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. નોંધનીય છે કે…

ઘોર કળિયુગ : બનાસકાંઠામાં ચોરો 108 એમ્બ્યુલન્સ ચોરી રફુચક્કર થઈ ગયા

બનાસકાંઠાના છાપી ખાતે એમ્બ્યુલન્સ 108ની ચોરી થઈ છે. અજાણ્યા શખ્સે એમ્બ્યુલન્સને ચોરીને નાસી ગયા છે. છાપીના ડાયમંડ કોમ્પ્લેક્ષ ખાતે 108 ને પાર્કિંગ કરવામાં આવી હતા. અને ત્યાંથી તેની ચોરી થઈ છે. એમ્બ્યુલન્સની ચોરી કરનારા શખ્સોએ તેમાં લગાવેલી જીપીએસ સીસ્ટમ પણ…

આશાબેનને ભાજપમાં લાવવામાં નીતિનભાઈ પટેલ ભલે રહ્યા હોય સફળ પણ આમાં થયા નિષ્ફળ

ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના ૭૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વધુ ૩ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે. આ સાથે જ ૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક…

કેનાલમાં ગાબડું પડ્યું અને ખેતરમાં જીરુંનો ઉભો પાક ધોવાઈ ગયો, આ છે પાણી આપવાની રીત

બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ છે. વાવના અસારા નજીક 15 ફૂટથી વધુનું ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા જીરાના 3 એકરમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ખેડૂતોને ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વરતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો…

ઠંડીનો કેર : ડીસામાં 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, લઘુતમ તાપમાન જાણી ચોંકી જશો

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો કેર યથાવત્ છે. ત્યારે રાજ્યમાં બનાસકાંઠાનું ડીસા શહેર સૌથી ઠંડું શહેર નોંધાયું છે. અહીં લઘુત્તમ તાપમાન 6.4 ડીગ્રી નોંધાયું હતુ. ડીસામાં ઠંડીએ 14 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ડીસામાં છેલ્લા 14 વર્ષનું સૌથી નીચુ લઘુતમ તાપમાન નોંધાયું…

લો બોલો! ગણિતના શિક્ષકને જીમ્નેશિયમ ટ્રેનર તરીકે કચેરીમાં બેસાડી રાખે છે અને શાળામાં…

બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની રીતિનિતિ સામે સવાલ ઉઠ્યા છે. માનપુરીયાગામની શાળામાં ગણિત શિક્ષક કેટલાય મહિનાથી ગેરહાજર છે અને તે શિક્ષક શાળામાં ભણાવવાના બદલે શિક્ષણ અધિકારીએ પોતાની કચેરીમાં આ શિક્ષકને જીમ્નેશીયમ ટ્રેનરને બહાને કચેરીમાં બેસાડી રાખે છે. શિક્ષકે શાળામાં ભણાવવાનું કામ કરવાનું…

તમને યાદ છે સરકારે મોટા ઉપાડે કહ્યું હતું કે અમે તો ખેડૂતો પાસે ટેકાના ભાવે બધુ ખરીદી લેશું, જુઓ આ

બનાસકાંઠાના લાખણી એપીએમસીમા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ન ખરીદવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળી પર કાળા ટપકા હોવાનું કહીને નાફેડ દ્વારા મગફળીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જોકે 50થી વધુ મગફળીની ગુણીને રિજેક્ટ કરવામાં…

ટેમ્પોની આ ખતરનાક સવારી જોઈ તમે દંગ થઈ જશો, ઘેટા બકરાની જેમ ભર્યા છે વિદ્યાર્થીઓને

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ડીસાની શાળાનાં વિદ્યાર્થીઓને ઘેટાં બકરાંની માફક ટેમ્પોમાં લઈ જવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓ ડીસાની બ્રાન્ચ શાળાના છે. અને આચાર્યની બેદરકારીના કારણે આ રીતે વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ જોવા મળી રહ્યુ…

થરાદમાં તસ્કરો મરચાંની દુકાનમાં ત્રાટક્યા, પૈસા તો ઠીક મરચાં પણ ઉપાડી ગયા

થરાદની મોચી બજાર મહેબૂબ મરચા હાઉસની દુકાનમાં ચોરી થઇ હતી. દુકાનમા રાત્રિ દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનનો દરવાજો તોડીને કરી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ મરચા પણ ઉઠાવી ગયા હતા. જોકે દુકાનમા ચોરી…

જે સરકારી દવાનો હજુ ઉપયોગ કરી શકાય તે છતાં તેને કચરામાં નાખી દેવાઈ

બનાસકાંઠાના છાપી પાસેના તેનીવાડા ગામે અજાણ્યા શખ્સ દ્વારા મેડિકલ વેસ્ટ અને સરકારી દવાનો જથ્થો નાખવામાં આવ્યો છે. એક્સપાયરી ડેટ થયા વગરની સરકારી દવાઓ ફેંકી દેવાતા અને તર્ક વિતર્ક શરૂ થયા છે. ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે વિતરણ કરાતાં બાલ અમૃતમ…

દેવપુરામાં 4 સહેલીઓની એક સાથે કેનાલમાં મોતની છલાંગ, ધારાસભ્ય દોડ્યા

બનાસકાંઠાની થરાદ નજીક દેવપુરા પાસે આવેલ નર્મદાની કેનાલમાં એક સાથે ચાર સહેલીઓએ મોતની છલાંગ લગાવી છે. હાલમાં આ ચારેય યુવતીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ચારેય સહેલીઓ વાવ તાલુકાના દેથળી ગામની હોવાની માહિતી સામે આવી છે….

સેમસંગ પર કેટલો ભરોસો ? બનાસકાંઠામાં વધુ એક મોબાઈલ ધડાકાભેર ફાટ્યો

અવારનવાર મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના બને છે. કોઈવાર તો મોબાઈલના કારણે લોકોના મોત થયાની પણ ખબરો સામે આવી છે. ત્યારે આ વખતે ફરી એક વખત મોબાઈલ ફાટતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ ઘટના છે બનાસકાંઠાની. બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે…

CM રૂપાણીની હાજરીમાં મહિલા બાઈક ચાલક સાથે મોટી દુર્ઘટના, જુઓ VIDEO

બનાસકાંઠા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતી મહિલા પોલીસનું બાઈક સ્લીપ થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે મહિલા પોલીસ બાઈક પર ઉભી રહીને સ્ટંટ કરતી…

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન બાઈક થયું સ્લીપ, 8ને ઈજા

પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન બાઈક સ્લીપ થયું હતું જેને કારણે કુલ ૮ લોકોને નાની-મોટી ઇજા થઇ છે. ઘવાયેલા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.  બાઈક સ્લીપ થતાં કુલ બાઈક ઉપર સ્ટંટ કરતી મહિલા પોલીસ કર્મી સહિત…

પાલનપુરમાં ચાલુ કાર્યક્રમે જ સીએમ રૂપાણી દોડ્યા, પૂરો થતાં જ પહોંચ્યા સિવિલમાં

70 મા પ્રજાસત્તાક દિવસની બનાસકાંઠાના પાલનપુરમાં ઉજવણી થઈ છે. પાલનપુરમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી હતી. આ સમયે સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાની ઉજવણીને લઈને રાજ્યના વિવિધ પોલીસ દળના જવાનોની પરેડ યોજાઈ હતી. આ…

ગુજરાતભરમાં ઠેર ઠેર કરાઈ 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી, વલસાડમાં ઉલ્ટો તિરંગો લહેરાવાયો

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કોઈ જગ્યાએ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. તો કોઈ જગ્યાએ વિપક્ષના નેતાઓની ખુરશીઓ ખાલી રહી હતી. આ વચ્ચે ગુજરાતભરમાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ. સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે શાળાઓમાં ધામધૂમપૂર્વક…

બનાસકાંઠામાંથી અલગ જિલ્લો બનાવવાની ઉઠેલી માગ સામે રૂપાણીનો આવ્યો આ જવાબ, જાણો શું કહ્યું

બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં અલગ જિલ્લો અને તાલુકાની વાતો વહેતી થઈ હતી જે મામલે તમામ અટકળો પર સીએમ વિજય રૂપાણીએ પૂર્ણ વિરામ મૂક્યું હતું. કોઈજ અલગ જિલ્લો કે તાલુકો બનવવાનો નથી તેમ ખુદ સીએમ રૂપાણીએ સ્પષ્ટ કર્યુ છે….

બનાસકાંઠા: કર્મચારીઓ તંત્ર સામે વિરોધ કરીને આપી ચીમકી

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તંત્ર સામે વિરોધ દર્શાવી રહ્યા છે. વિભાગના કર્મચારીઓએ ડીસામાં પોતાની વિવિધ પડતર માંગણીઓ મામલે કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો. વક્રતા એ છે કે એક તરફ મુખ્યમંત્રી બનાસકાંઠામા પહોંચ્યા છેતો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન યોજયું…