Archive

Category: Amreli

રાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા

અમરેલી શહેર પણ ધૂળેટીના રંગે રંગાયુ છે. ત્યારે અમરેલીના દિગ્ગજ નેતાઓ પણ મન મુકીને ધૂળેટી રમ્યા હતા. કોંગ્રેસ ભાજપના નેતાઓ રાજકારણ ભુલીને એકબીજા પર રંગની છોળો ઉડાડી હતી. દિલીપ સંઘાણી અને વિરજી ઠુમ્મરે એકબીજાને રંગ લગાવીને ધૂળેટી રમ્યા હતા. READ…

અહીં હોળીની જ્વાળાની દિશા પરથી મળે છે વરસાદ અને કુદરતી આપત્તિના એંધાણ

હોળીની જ્વાળાની દિશા પરથી વરસાદ કે કુદરતી આપત્તિના એંધાણ મળતા હોવાની માન્યતા છે. ત્યારે આ વર્ષે હોળીની જ્વાળા ઉગમણી દિશામાં હોવાથી આ વર્ષે સારો વરસાદ થાય તેવી શક્યતા છે. અમરેલીમાં લાઠીના ખાખચોકમાં રામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે…

ભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઇ છે. તેમાં પણ હાઇકમાન્ડ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ટિકીટ વાંચ્છુકો પોતાને સમર્થન મળે તે માટે ગુપ્ત બેઠકો યોજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી…

પરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરી ગયા, 150 કાર્યકરોએ સામુહિક રીતે કેસરીયો ધારણ કર્યો

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં કોંગ્રસના કાંગરા ખર્યા છે. સાવરકુંડલાના 150 કોંગી કાર્યકરોએ કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપી દીધા છે.સહકારી ક્ષેત્રના આગેવાના દિપક માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી છે. તેમજ વિજપડી અને આંબરડી બેઠકના જિલ્લા પંચાયતના…

ફેરાફેરી: ભાજપમાંથી આપમાં, આપથી કૉંગ્રેસમાં, હવે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા

અમરેલીમાંથી લાઠીના પૂર્વ ધારાસભ્ય હનુભા ધોરાજીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. હનુભા પાટીદાર નેતા છે. તેઓ ટિકિટ ન મળતા ભાજપ સાથે છેડો ફાડી પહેલા આપમાં અને પછી કોંગ્રેસમાં જોડાયા હતાં. અગાઉ તેમણે 2007માં ભાજપમાંથી લાઠીથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે 2014ની લોકસભામાં…

અમરેલી બેઠક પરથી ભાજપ નારણ કાછડીયાને હટાવીને આ નવા ચહેરાને ચૂંટણીમાં ઉતારી શકે છે

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાતા જ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો મુરતિયાઓ શોધવામાં લાગી પડ્યા છે. ટિકિટ વાંચ્છુકોના દિલ્હી આંટાફેરા પણ વધી ગયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર સમાન અમરેલી બેઠક માટે પણ બંને પક્ષોએ યોગ્ય ઉમેદવારને…

લોકસભાની ચૂંટણી અગાઉ અમરેલીમાં પરેશ ધાનાણીનો વિરોધ કરતા દિપક માલાણી સસ્પેન્ડ

લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી જિલ્લામાં પરેશ ધાનાણીનો વિરોધ કરનારા સ્થાનિક નેતા દિપક માલાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે. સાવરકુંડલા એપીએમસીના ચેરમેન અને કોંગ્રેસના સહકારી નેતાને અમરેલી જિલ્લા કોંગ્રેસે સાત વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. દિપક માલાણીએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના…

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ હવે સળવળાટ થયો

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ હવે સળવળાટ થયો છે. પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દૂધાત સામે જિલ્લા પંચાયતના સભ્યો મેદાનમાં ઉતર્યા છે. અમરેલી જિલ્લા પંચાયતના ત્રણ સભ્યોએ ધાનાણીના રાજીનામાની માગ કરી છે. રાજ્યમાં ચાર ધારાસભ્યોના રાજીનામાં બાદ વિપક્ષના…

ઉડતા પંજાબ નહીં પણ ગુજરાતઃ આ જિલ્લામાંથી કિલ્લોના જથ્થામાં આવે છે ડ્રગ્સ

અરવલ્લીના શામળાજી પાસેથી 12 કિલો ચરસ સાથે બે શખ્સોની ધરપકડ કરાઈ છે. અમદાવાદ NCએ માહિતીના આધારે ઓપરેશન પાર પાડીને કારની ડેકીના પટ્ટાઓમાં છૂપાડેલુ ચરસ ઝડપી પાડ્યું છે. NCBની ટીમે મુસ્તાક અને ઝહીદ નામના બે ડ્રગ્સ માફિયાની ધરપકડ કરીને સઘન પૂછપરછ…

RTO ઈન્સ્પેક્ટર યુવતીઓને ધમકી આપી રહ્યો હતો, આવુ ન કરે તો બદનામ કરીશ

વલસાડના કપરાડા ચેક પોસ્ટના RTO ઇન્સ્પેક્ટર સંકેત મેવાડાની અમરેલી પોલીસે અટકાયત કરી છે. આરટીઓ ઇન્સ્પેકટર સંકેત મેવાડાએ અમરેલીની યુવતીને ધાક ધમકી હતી. અને યુવતીની તસવીરોને વોટ્સએપ પર વાઇરલ કરીને બદનામ કરવાની કોશિશ કરી હતી. સંકેત મેવાડાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક…

VIDEO: રેલવેના તંત્રએ પાણીના નિકાલ માટે ગટર બનાવી હતી પણ આખલો ખાબકી ગયો

અમરેલીના કેરીયા રોડ પર રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજના પાણીના નિકાલ માટે બનાવેલ ગટરમાં આખલો ખાબક્યો. ખુલી ગટરમાં આખલો ખાબકતા તંત્ર ધંધે લાગ્યુ હતું. અને બાદમાં આખલાને બચાવી લેવાયો હતો. આ ગટર ખુલી હોવાના કારણે અવારનવાર આ પ્રકારની ઘટના બને છે…

સેલ્ફિના શોખીન સ્વામી આનંદ પર જૂનાગઢની મહિલાએ દુષ્કર્મનો કર્યો આક્ષેપ, કુંભમાં ગયો છે સ્વામી

અમરેલીના વડીયા સ્વામીનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપ સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. મૂળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી પરિણીતાએ સી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સ્વામી મહિલા સાથે કરતા હતા વોટ્સઅપથી ચેટિંગ કરતા હતા. તેમજ છ દિવસ પહેલા સ્વામીએ જ…

ઘડીક વરસાદ જેવું લાગે તો થોડી વારમાં વાતાવરણમાં ઠંડીનું મોજુ, ગુજરાતમાં જગતનો તાત છે ચિંતામાં

અમરેલી જિલ્લાના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો. અચાનક વાદળછાયું હવામાન થતાં વરસાદ જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે બપોરે શરૂ થઈ રહેલી ગરમીમાં હવામાન પલટાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. તો માવઠું થવાના એંધાણથી ખેડૂતોમાં ચિંતા પણ ફેલાઈ હતી. આગળ પણ…

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

મધરાતથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી…

ભાજપના નેતાએ કહ્યું,‘પાકિસ્તાન નહીં સુધરે તો ચાર ટુકડાઓ થશે’

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત ઝોન વાઇઝ ક્લસ્ટર સંમેલન યોજાઇ રહ્યા છે. ત્યારે અમરેલીમાં પણ ભાજપ દ્વારા ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રભારી ઓમ માથુર. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા સહિત ભાજપના અન્ય નેતાઓ તેમજ…

એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું છરી વડે નાક કાપી નાખ્યું

અમરેલીના બાબરાના જીવાપર ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી સાથે તાલિબાની હરકત થઈ છે. એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું નાક કાપી નાખ્યું છે. પ્રકાશ મકવાણા નામનો યુવાન રાત્રાના સમયે પ્રેમિકાને મળવા ગયો હો. ત્યારે એક મહિલા સહિત…

VIDEO : પ્રેમિકાને મળવા પહોંચ્યો પણ પરિવાર જાગી ગયો અને પકડીને કાપી નાખ્યું નાક

અમરેલીના બાબરાના જીવાપર ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી સાથે તાલિબાની હરકત થઈ છે. એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું નાક કાપી નાખ્યું છે. પ્રકાશ મકવાણા નામનો યુવાન રાત્રિના સમયે પ્રેમિકાને મળવા ગયો હતો. ત્યારે એક મહિલા સહિત…

આ યુવાન નોકરી તો શિક્ષકની કરતો પણ કોણ જાણે શું થયું અને આવુ કરી દીધું

અમરેલી જિલ્લાના આંબરડી ગામના એક શિક્ષકે આપઘાત કર્યો. શિક્ષકે બાઢડા ગામ પાસે ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવી દીધું. શિક્ષકે કયા કારણોસર આપઘાત કર્યો તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ શિક્ષક આંબરડી માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ…

ઊના રોડ પર સિંહનું બચ્ચું એકલું વિચરણ કરતું હતું પછી ખબર પડી કે માતા ખોવાઈ છે

અમરેલી જિલ્લાના ખાંભા-ઉના હાઈવે પર એક બાળ સિંહ તેની માતાથી અલગ પડી ગયું. સિંહણ વાડીમાં જતી રહી અને બાળ સિંહ વાડીની બહાર રહી ગયું. આ બાળ સિંહ ચાર મહિનાનો છે. વાડી પાસે ફેંન્સીંગ હોવાથી તે ગભરાઈ ગયો હતો. તો સામે…

મુસ્લિમ ધર્મગુરુના ભત્રીજાના જનાજામાં પુલવામાના શહીદોને પણ શ્રદ્ધાંજલિ

સાવરકુંડલા મુસ્લિમ સમાજના ધર્મગુરુના ભત્રીજાની જનાજામાં લોકોને એક અનોખી બાબત જોવા મળી હતી. મૃતકની અંતિમયાત્રામાં પુલવામાના શહીદોના બેનરો આગળ રખવામા આવ્યા હતા. આ રીતે ધર્મગુરૂએ પુલાવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુસ્લિમ ધર્મ ગુરુ દાદાબાપુ કાદરીની આ પ્રવૃતિને લોકોએ સાચા…

હાર્દિક પટેલ લોકસભા અમરેલીમાંથી લડે કે ન લડે પરંતુ હાલ તો અહીંયાં ભાજપ જીતી ગયું

બગસરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકા પ્રમુખપદે રસિલાબેન પાથર ચૂંટાઈ આવ્યા છે. જોકે પાલિકા પ્રમુખના અવસાન બાદ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ. પ્રમુખ ચૂંટવાની મહત્વની બેઠકમાં 27 સભ્યોમાંથી 19 સભ્યો હાજર રહ્યા હતા. ગત પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પક્ષાંતર ધારા હેઠળ…

શિકાર માટે નિકળ્યો સિંહ અને જંગલના રાજા પહોંચી ગયા કૂવામાં, જુઓ વીડિયો

અમરેલીના રાજુલાના ખેરા ગામે કૂવામાં ખાબકેલા સિંહનુ રેસ્કયૂ કરવામા આવ્યું હતું. સિંહ શિકાર માટે પશુ પાછળ પડ્યો હતો. ત્યારે સિંહ કૂવામાં ખાબક્યો હતો. સિંહ કૂવામાં પડ્યો હોવાની ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતી હતી. જેથી રાજુલાની વનવિભાગની ટીમ પહીંચી હતી. અને સિંહને…

અમરેલીના કેરિયાચાર્ડ ગામના ગાંધી પુલ પાસેના નાળામાં 600 કાચબાઓએ પોતાનું ઘર બનાવ્યું

મીઠા અને ખારા પાણીમાં રહી શકતા કાચબાઓએ અમરેલી જિલ્લાના કેરિયાચાર્ડ ગામના ગાંધી પુલ પાસેના નાળામાં પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું છે. આ સ્થળ પર 500થી 600 જેટલા કાચબાઓ વસવાટ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નાળામાં હંમેશા પાણી રહેતું…

હાર્દિક માટે અમરેલી લોકસભા જીતવી પડશે અઘરી, 1991થી ભાજપનો છે દબદબો

કોંગ્રેસે પાસ કન્વિનર હાર્દિક પટેલને અમરેલી બેઠકથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કરી છે. ત્યારે યુપીના લખનઉંમાં સંબોધન કરતા હાર્દિકે કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણીમાં ઝંપલાશે. જોકે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. જોકે, તે અમરેલી…

જે અમરેલીના ખેડૂતો પાણી માટે પરેશાન છે ત્યાં ગોપલગ્રામમાં જુઓ આવી બેદરકારી

અમરેલીના ચલાલા-ગોપાલગ્રામ રોડ પર પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. વિસ્તારના અલગ અલગ સ્થાનો પર નર્મદાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં પાણીનો સખત બગાડ થઇ રહ્યો છે. પાઇપ લાઇનમાથી વહેતા પાણી ખેતરોની નહેરોમાં વહેવા લાગ્યા હતા. પાણીની તીવ્ર તંગી વચ્ચે…

પરેશ ધાનાણીની હાજરીમાં આ કારણે અમરેલી સજ્જડ બંધ

અમરેલી શહેરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. અમરેલી બચાવો નાગરિક અભિયાન હેઠળ અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને વેપારીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. અમરેલીની બિસ્માર હાલત સુધારવાની માંગ સાથે શહેરમાં સજ્જડ બંધ પળાયો છે. સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણી….

હાર્દિક પટેલે લખનૌમાં કહ્યું લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવીશ, આ 2 બેઠકો છે સેફ

કોંગ્રેસે પાસ કન્વિનર હાર્દિક પટેલને અમરેલી બેઠકથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કરી છે. ત્યારે યુપીના લખનઉંમાં સંબોધન કરતા હાર્દિકે કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણીમાં ઝંપલાશે. જોકે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.જોકે, તે અમરેલી અથવા…

અમરેલીમાં તાલુકા પંચાયતનું બજેટ રજૂ થતા જ ઉલાળીયો, આ કારણે થયું ના મંજૂર

અમરેલીના જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર થયું હતુ. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં બજેટ બેઠકમાં ઉલાળીયો થયો હતો. ભાજપના 6 સદસ્યો સાથે 2 કોંગી સદસ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. કુલ 12 સદસ્યોમાંથી 4 સદસ્યોએ તરફેણ કરી હતી અને 8 સભ્યોએ વિરોધ…