Archive

Category: Gujarat

ઓહોહોહો…હજુ તો ચૂંટણી જાહેર થઇ છે ત્યાં તો આચારસંહિતાની આટલી બધી ફરિયાદો!

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્ના દ્વારા પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાં કુલ 99 હજાર જેટલા બેનરો…

ભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઇ છે. તેમાં પણ હાઇકમાન્ડ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ટિકીટ વાંચ્છુકો પોતાને સમર્થન મળે તે માટે ગુપ્ત બેઠકો યોજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી…

અમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રિનોવેશનનું કામ તાજેતરમાં જ પૂર્ણ કરાયું હતું જેમાં ડી.આર.યુ.સી.સી કમિટીના સભ્ય કશ્યપ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે હેરિટેજ લુક આપવાના બહાના હેઠળ થઈ રહેલા કામમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. રિનોવેશનનું આ કામ માત્ર…

VIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર

અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે…

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હાર્દિકને કોંગ્રેસના જ ધારાસભ્યના કાર્યક્રમમાં જતા રોક્યો

દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાર્દિક પટેલને જતા રોકવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે હાર્દિકને કાર્યક્રમમાં જતા રોક્યો હતો. ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાખવામાં આવેલી…

દ્વારકા કોંગ્રેસમાં ભડકો, પી. એસ. જાડેજા ભાજપમાં જોડાયા

દેવભૂમિ દ્વારકા કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ શાસિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી. એસ. જાડેજા ભાજપમાં જોડાયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપ તરફથી પી. એસ. જાડેજાને પ્રમુખનો હોદ્દો અપાશે. હાલ દ્વારકા જિલ્લા પંચાયતમાં…

1967માં થયું હતું ગુજરાતમાં સૌથી વધુ મતદાન, પહેલી લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાં હતી ફક્ત આટલી બેઠકો

ગુજરાતની સ્થાપના બાદ વર્ષ 1960થી 2014ની વચ્ચે થયેલી લોકસભા ચૂંટણીમાં 1967થી ચૂંટણી એવી રહીં, જ્યાં 63.77 ટકા મતદાન થયુ હતું. મતદાનનું આ સ્તર અત્યાર સુધીની ચૂંટણીમાં સૌથી વધુ છે. સૌથી ઓછા મતદાનવાળા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 1996માં અહીં સૌથી…

વડોદરા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે શહેરનાં વકીલ મંડળના પ્રમુખને સંડોવવા બદલ વિરોધ

વડોદરા પોલીસ દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે શહેરનાં વકીલ મંડળના પ્રમુખને સંડોવવા બદલ વિરોધ ઉઠ્યો છે. પોલીસે કોઇ પણ જાતની તપાસ કર્યા સીવાય કાયદાનો દુરપયોગ કરી એક મહિલા વકીલ તેમજ વડોદરા મંડળ પ્રમુખ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. મંડળને બદનામ…

બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ

બનાસકાંઠા બેઠકથી ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે એકથી વધુ મોટા નામો ચર્ચામાં છે. ત્યારે બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ થયું છે. સોશિયલ મીડિયામાં શંકર ચૌધરીની તસવીર વાળી એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં શંકર ચૌધરીનો ફોટો છે. શંકર…

હોળી ધૂળેટી તહેવારોને લઈને અમદાવાદમાં આરોગ્ય વિભાગ સક્રિય, શહેરમાં ઠેર-ઠેર દરોડા

હોળી ધૂળેટીના તહેવારને લઇને અમદાવાદનું આરોગ્ય વિભાગ સક્રિય થયું હતું. આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખજૂર, હારડા અને ધાણીના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડીને ચીજવસ્તુઓની ચકાસણી કરી હતી. તહેવારનોના દિવસોમાં લોકો મીઠાઇ સહિતની સામગ્રી ખુબ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે….

હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે, ગુજરાતમાં 26માંથી આટલી બેઠકો જીતવાનો કર્યો દાવો

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરની મુલાકાતે છે. જ્યાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસ 26 માંથી 16 બેઠકો પર જીતશે તેવો દાવો કર્યો છે. હાર્દિકે જામનગર જિલ્લા-કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનો સાથે બેઠક કરી હતી. તેણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે,…

પાટીદારો જ હાર્દિકના વિરોધમાં, ઠેર-ઠેર બેનરો લગાવી ગણાવ્યો સમાજનો ગદ્દાર: Video

પાસમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે હવે સમાજમાં રોષ વધી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં હાર્દિક પટેલના વિરુદ્ધમાં બેનરો લાગ્યા છે. બેનરોમાં હાર્દિક પટેલને સમાજના ગદ્દાર ગણાવ્યો છે અને તેના કારણો પણ રજૂ કરાયા છે. અમદાવાદના હિરાવાડી…

પટેલનાં મતો માટે ભાજપ રમશે મોટો દાવ: ‘ઓપરેશન પાટીદાર’ કૉંગ્રેસ જોતું રહી જશે, મોદીની પટેલ યાત્રા ફળશે!!

ગુજરાત માટે પાટીદાર લોકો ચૂંટણી બાબતે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને એ માટે જ મોદીજી આ વખતે કડવા અને લેવા પટેલમાં પ્રચાર માટે આવ્યાં હતા. લોકસભા હોય કે વિધાનસભા ગુજરાતની દરેક ચૂંટણીમાં બધા જ પક્ષ માટે પાટીદાર એ એક…

એસજી હાઈ-વે પર કાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત, કારમાંથી મળી આવી દારૂની બોટલો

અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. અકસ્માતની આ ઘટના પર ટ્રાફિક…

બનાસકાંઠાઃ જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીનો આપઘાત

બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીએ આપઘાત કર્યો છે. આ મોત પાછળ પરિવારજનોએ હિસાબી વિભાગના અધિકારી પર આક્ષેપ લગાવ્યા છે. હિસાબી શાખાના કર્મચારીએ ઝેરની ગોળી ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેમને વારંવાર પરેશાન કરવામાં…

ભાજપમાં ટિકિટ માટે નેતાઓની અફડાતફડી, સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પુત્ર માટે ટિકિટ માંગી

લોકસભાની ચૂંટણીને પગલે ભાજપમાં હજુ મૂરતિયાઓની શોધખોળ ચાલી રહી છે.ગાંધીનગરમાં સતત ત્રીજા દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉમેદવારોની પેનલ બનાવવા મથામણ જામી હતી. પાટણમાં સાંસદ લીલાધર વાઘેલાએ ચૂંટણી લડવા ના પાડી દીધી છે ત્યાં હવે પોરબંદરમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયા પણ ચૂંટણી લડવાનુ…

સુરત પોલીસને મળી સફળતા, બાળકી સાથે રેપ કરનાર શખ્સની કરાઈ ધરપકડ

સુરતના પલસાણામાં બાળકી સાથે દુષ્ક્રમ કેસમાં પોલીસે નરાધમ શખ્સને ઝડપી પાડ્યો છે. બાળકીને ચોકલેટની લાલચ આપીને અજાણ્યા શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાને લઈને પોલીસે તપાસ ચલાવી હતી. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી શખ્સ…

World Sparrow Day: બનાસકાઠાનાં આ ભૂલકાઓનું કામ જોઈને ચકલીને પણ આનંદ થશે

સમગ્ર વિશ્વ આજે ચકલી દિવસની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની શાળામાં વિદ્યાર્થીઓએ ચકલી બચાવવાનો મેસેજ આપ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ લોકશાહીના મહાપર્વ પર મતદાનની પણ અપીલ કરી છે. ડીસામાં શહેરના સૌથી ગરીબ બાળકોને કેળવણીના પાઠ ભણાવતી જિલ્લા…

HOLI 2019: હોળી ઉજવવા માટે ડાકોરનો માહોલ કંઈક અલગ જ છે, લોકોનો જમાવડો….

રંગોના પર્વ હોળીનું કૃષ્ણ મંદિરોમાં અનેરુ મહત્વ રહેલુ છે. ત્યારે ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં પણ રંગોના પર્વની ધુમ જોવા મળી રહી છે. ફાગણી પૂનમ પર પદયાત્રા કરીને ડાકોરના ઠાકોરના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે સેંકડો શ્રદ્ધાળુઓનો ડાકોરમાં જમાવડો જોવા મળી…

કૉંગ્રેસમાંથી કે ગમે ત્યાંથી હાર્દિક ચૂંટણી લડી શકે એનો પૂરો આધાર હજુ મળ્યો નથી

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી ટળી છે. જસ્ટિસ આર. પી. ધોલારિયાએ અરજી નોટ બીફોમ મી કરતા સુનાવણી ટળી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા…

જાદુ: અમદાવાદના એક નંબરના રેલ્વે પ્લેટફોર્મ પર મુસાફરો લપસી રહ્યા છે

અમદાવાદના રેલ્વે સ્ટેશન પર એક નંબર પ્લેટ ફોર્મ મુસાફરો માટે જાણે લપસણી બની ગયું છે કારણ કે રોજ મુસાફરો લપસી રહ્યા છે તાજેતરમાં જ રેલવેના કંટ્રોલરૂમ સમક્ષ પાંચ મુસાફરોને લપસી જવાને કારણે ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ મળી છે. મુસાફરોને…

World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને પાછી બોલાવવામાં આ શાળાનાં બાળકો સફળ થયાં, ત્રણ વર્ષની મહેનત રંગ લાવી

સમગ્ર વિશ્વમાં ચકલીઓ લુપ્ત થઇ રહી છે. ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવીને કેવી રીતે તેને પરત બોલાવી શકાય તે માટે વડોદારની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ અવિરત રીતે 3 વર્ષ કાર્ય કર્યુ. અને હવે આ અથાગ પ્રયાસના ઉત્કૃષ્ઠ પરિણામો જોવા મળી રહ્યા…

કેવી રીતે ભણશે ગુજરાત: વિદ્યાર્થીઓની હાલત તો જુઓ, 2018ની વાત હજુ પેંડિગ છે

આદિવાસી પંથકમાં ઉચ્ચ શિક્ષણની વાતો વચ્ચે શાળાઓની એવી વિક્ટ સ્થિતી છે કે વિદ્યાર્થીઓને ટાઢ, તડકો અને વરસાદમાં ભણવા મજબૂર બનવું પડે છે. આખરે ક્યાં છે વિદ્યાર્થીઓની આવી વિક્ટ સ્થિતી જોઇએ આ અહેવાલમાં… વાત છે આદિવાસી પંથક પંચમહાલનાં આંતરિયાળ ગામ છાવડની….

હોળી પર શોર-બકોર કરવાની પરંપરા કેમ? જાણો હોળીની અજાણી 6 વાતો

હોળીનો તહેવાર વાતાવરણને રંગ અને ઉમંગથી ભરી દેવા માટે અને ખુશીઓનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારનું પૌરાણિક મહત્વ છે.હોળીનો સંબંધ માત્ર હોલીકા-પ્રહલાદ સાથે નથી, પરંતુ ભગવાન શિવ-પાર્વતી અને રાધા-કૃષ્ણ સાથે પણ છે. હોળીનાં તહેવાર પાછળ અનેક પ્રકારની માન્યતાઓ છે….

ગુજરાતનાં ખેડૂતોને ખરેખર રાતે પાણીએ રોવડાવ્યાં, પહેલા સિંચાઈનો અભાવ અને હવે માવઠું

થોડા દિવસ અગાઉ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં જોવા મળેલા પટેલાથી જીરાના પાકને નુકશાન થયુ છે. ખાસ કરીને પાટણમાં જીરૂ, વરિયાળી અને ધાણાનો પાક કાપણી પર હતો. તેવામાં જ વરસાદી વાતાવરણ સર્જાતા પાકમાં કાળિયા નામના રોગે…

સફાયો: ભાજપનાં આ નેતાઓનું પત્તુ કપાયુ અને હજુ તો અડધોઅડધ નેતાને બદલશે

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતીએ ત્રણ દિવસની મેરેથોન બેઠકો યોજી તમામ 26 બેઠકોની ચર્ચા કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. ભાજપ સામે ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવાનો પડકાર છે ત્યારે ભાજપ અડધોઅડધ બેઠક પર ઉમેદવારો બદલવાની તૈયારીમાં છે. જીએસટીવીને મળેલી એક્સક્લુઝીવ…

ચોકીદાર બોલ્યાં રાહુલ ગાંધી, જવાબ આપ્યો મોદીએ એમાં વચ્ચે હાર્દિક પટેલને ખોટુ લાગી ગયું

ચોકીદાર ચોર છે તેવા કોંગ્રેસના નારા સામે ભાજપે હું પણ ચોકીદાર કેમ્પેઈન ચલાવ્યું છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેંસમાં જોડાયો પણ તેણે પોતાની આગવી રીતે મોદી સરકાર વિરુદ્ધ કેમ્પેઈન શરૂ કર્યું. હાર્દિકે ભાજપના હું પણ ચોકીદાર કેમ્પેઈન સામે બેરોજગારનું કેમ્પેઈન શરૂ…

યાત્રી કૃપ્યા ધ્યાન દે.! સુરત રેલવે સ્ટેશનનાં એનાઉન્સરની કહાની સાંભળશો તો દંગ રહી જશો

સામાન્ય રીતે રેલવે  સ્ટેશન પર ટ્રેનનાં આવ-જા વિશે માહિતી સંભળાતી હોય છે. ત્યારે આપણને એવું લાગે કે કોઇ વ્યક્તિ પોતાની નોકરીનાં ભગરૂપે માઇકમાં એનાઉન્સ કરી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર એનાઉન્સમેન્ટ માં જે અવાજ સાંભળો છે. આ વ્યકિત વિષે જો…

પ્રદેશ ભાજપની કામગીરી આખરે પૂર્ણ: નામો થયાં જાહેર, જુઓ કોણે મારી બાજી અને કોનાં હાથ ખાલી

લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભાજપની કામગીરી આખરે પૂર્ણ થઈ છે. બાકી રહેલી ચાર જેટલી બેઠકો પર આજે સીએમ બંગલે ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. અને આમ ત્રણ દિવસમાં ચૂંટણી સમિતિએ તમામ 26 બેઠકો માટે ઉમેદવારોની પેનલ…

જંતુનાશક દવાઓમાં પણ માણસોએ મોં મારી લીધુ, આખા 5500 કરોડનું કૌભાંડ છતુ થયું

અમદાવાદ ડીઆરઆઇની ટીમે જંતુનાશક દવાઓ એક્સપોર્ટ કરી તેનો ખોટી રીતે લાભ લઇ ગુજરાત, મુંબઇ અને્ તમીલનાડુના એક્સપોર્ટરોનું મસમોટુ કૌભાંડ પકડી પાડ્યુ છે. આ કૌભાંડ 5500 કરોડની આસપાસ છે જે અત્યારસુધીનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. હાલમાં અધિકારીઓએ જંતુનાશક દવાઓનુ…