GSTV
Ahmedabad Banaskantha ગુજરાત ટોપ સ્ટોરી

ભારત જોડો યાત્રા સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ કરવા જઈ રહી છે 1200 કિમીની આ યાત્રા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ આવી જ એક યાત્રા યોજવા જઈ રહી છે. 

આવતીકાલે 22 સપ્ટેમ્બરે ગુજરાત યુથ કોંગ્રેસ અંબાજીથી ઉમરગામ સુધી યુવા પરિવર્તન યાત્રા શરૂ કરશે.  ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત યુથ  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા યાત્રામાં હાજર રહેશે. 

આવતીકાલે સવારે 10 વાગે મા અંબાના દર્શન કરી પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરાવશે ત્યારબાદ 1200 કિલોમીટરની પરિવર્તન યાત્રામાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સ સહિતના મુદ્દાઓને પ્રજા સુધી યાત્રા કરી પહોંચાડવામાં આવશે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil

સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil
GSTV