ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવવાની છે. ત્યારે રાજકીય પક્ષોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગોહિલ નરેન્દ્રસિંહને અમદાવાદ જિલ્લા તથા રાજુભાઈ માનસંગભાઈને અમદાવાદ, બોટાદની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક
તાજેતરમાં જ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરાઇ હતી. યુથ કોંગ્રેસની ચૂંટણીમાં તેઓને બહુમતી મળી હતી. તેમણે ગુલાબસિંહ રાજપૂતનું સ્થાન લીધું છે.

ગુલાબસિંહ રાજપૂતના સ્થાને વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક
રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેઓની નિમણૂંક કરાઇ છે. એટલે કે, હવે ગુલાબસિંહ રાજપૂતના સ્થાને વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે.

તાજેતરમાં જ જગદીશ ઠાકોર બન્યા હતાં કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી હતી. લાંબી મથામણના અંતે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોપવા નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત સિનિયર આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભા વિપક્ષના નેતાપદે પસંદગી કરાઇ હતી. દિપક બાબરિયાના નામની ચર્ચા બાદ વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે નિર્ણય ફેરવવો પડયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં