50% અનામતની ફક્ત વાતો, ગુજરાતમાં મહિલા ઉમેદવારોના મહત્વની આવી છે હકિકત

Women candidates are not given much importance in the Lok Sabha elections in Gujarat. The number of women candidates in the state is much less compared to other states in the country.

રાજ્યમાં હાલ સુધી ફક્ત 22 મહિલા સાંસદ થયા

ગુજરાતમાં 1962થી લોકસભા ચૂંટણી થતી આવે છે પરંતુ રાજ્યમાં અત્યાર સુધી ફક્ત 22 મહિલા સાંસદની જીત થઈ છે. આ ગુજરાતની મહિલાઓ માટે નિરાશાજનક સ્થિતિ છે. ગુજરાતના મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ પોતાના ભાષણમાં 50% મહિલાઓને આરક્ષણના પક્ષમાં હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે તો 33% મહિલાઓ પણ પ્રતિનિધિત્વ નથી કરતી.

સરદાર પટેલે સૌથી પહેલા મહિલા પ્રિતિનિધિત્વ માટે પ્રસ્તાવ પાસ કર્યો

સરદાર વલ્લભભાઈ પટેલે સૈથી પહેલા અમદાવાદ નગર પાલિકાની ચૂંટણીમાં મહિલા પ્રતિનિધિત્વ માટે પ્રસ્તાવ પાસ કર્યો હતો અને તેનું સમર્થન કર્યું હતું. પટેલે મહિલાઓને 33% રિજર્વ સુધી ક્યારેય સિમિત નથી રાખી. તે મહિલાઓને પ્રોત્સાહન આપવા માંગે છે. તેમનું માનવું હતું કે ટિકિટ એવી મહિલાઓને આપવામાં આવવા જોઈએ જે ચૂંટણી જીતી શકે ભલે તે ગમે તેટલી હોય.

મમતા બેનર્જીને 41% ટિકિટ મહિલાઓને આપવાની ઘોષણા કરી

હાલમાં જ ઓડીસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકસભાની કુલ 21 સીટોમાંથી 33% મહિલાઓને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે તુલમુલ કોંગ્રેસ પાર્ટીના ચીફ મમતા બેનર્જીએ લોકસભા ટિકિટ માટે 41% મહિલાઓને ટિકિટ આપવાની ઘોષણા કરી છે.

અત્યાર સુધી 131 મહિલાઓને જ ગુજરાતમાં લોકસભા ટિકિટ આપવામાં આવી છે.

પરંતુ હાલમાં દેશમાં ગુજરાતની સ્થિતિ દુઃખદ છે. 1962થી 2014ના લોકસભા ચૂંટણીમાં કુલ 131 મહિલાઓને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. જેમાં 2009માં સૌથી વધુ 18 મહિલાઓને ટિકિટ મળી, જેમાંથી કચ્છ સીટમાં ત્રણ અને ગાંધીનગર સીટ પર ચાર મહિલાઓ હતી.

2014માં ગુજરાતમાંથી ફક્ત ચાર મહિલા સાંસદ બન્યા

2014ના લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના સૌથી વધુ 14 મહિલાઓ સાંસદ બન્યા. ત્યાર બાદ ઉત્તર પ્રદેશની 13 મહિલાઓ સાંસદ છે. જ્યારે મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતથી ફક્ત ચાર ચાર મહિલાઓ સાંસદ બની છે.

543માંથી ફક્ત 61 મહિલા સાંસદ પસંદ કરવામાં આવ્યા

પાછલી લોકસભા ચૂંટણીમાં દેશ ભરથી 543 સાંસદોની સંખ્યામાંથી ફક્ત 61 મહિલા ઉમેદવાર સાંસદ માટે ચૂંટાયા જે પાર્લામેન્ટમાં 11.23 ટકા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter