GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાત ઠંડીની લપેટમાં, નલિયામાં 6 ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો થયો છે. વધતા જતા ઠંડીના પ્રમાણની જનજીવન પર અસર જોવા મળી છે. જેથી નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર બન્યું છે. અને અમદાવાદ 9.1 ડિગ્રી, રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 8.8 ડિગ્રી, અમરેલીમાં 10.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13 ડિગ્રી, સુરતમાં 15.5 ડિગ્રી તાપમાન, બનાસકાંઠામાં 12 ડિગ્રી, કંડલામાં 11.9 ડિગ્રી તાપમાન તાપમાન છે.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં ઉત્તર પૂર્વિય દિશા તરફથી ઠંડા સુકા પવન બે દિવસથી ફુંકાઇ રહ્યાં છે. જેના કારણે રાજ્યનાં મોટા ભાગના શહેરનું લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન કોલ્‍ડ વેવની આગાહી છે. આજે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા છે. તાપમાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ એટલે આજે અને કાલે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં હિમવર્ષા બાદ વાહન વ્યવ્હારને અસર પડી છે. હિમવર્ષાના કારણે રસ્તા પર એક ફૂટ જેટલા બરફના થર જામ્યા છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા છે. રસ્તા પરથી બરફને હટાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. હિમવર્ષાન કારણે રાજોરીમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. બરફના કારણે પહાડો પર બરફથી ઢંકાઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે, ભારે હિમવર્ષાના કારણે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે. જવાહર ટનલ પાસે હિમસ્ખલન થવાના કારણે કાઝીગુંડ તરફથી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં હજુ વધારે હિમવર્ષાની આગાહી કરી છે.

બિહારમાં ઠંડી સાથે ધુમ્મસ

બિહારના ગયામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. શહેરમાં ઠંડી સાથે ધુમ્મસ હોવાના કારણ જનજીવન પર અસર પડી છે. લોકો ઠંડીથી બચવ ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવ્હાર પર અસર પડી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાના કારણે બિહાર અને અન્ય રાજ્યોમાં ગાત્રો થિજવતી ઠંડી પડી રહી છે.

દિલ્હીમાં કાતિલ ઠંડી

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. રાજધાની દિલ્હીમાં પણ ગાત્રો થિજવતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ઠંડી સાથે ધુમ્મસ અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ધુમ્મસના કારણે દિલ્હીમાં 11 જેટલી ટ્રેન સમય કરતા મોડી ચાલી રહી છે. જેથી અનેક મુસાફરો રેલવે સ્ટેશન પર અટવાયા છે. જ્યારે ઠંડીના કારણે અનેક લોકો શેલટર હોમમાં આશરો લઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, હવામાનમાં પલટો આવવાના કારણે દિલ્હીમાં વરસાદ પણ પડ્યો હતો.

READ ALSO

Related posts

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો

pratikshah

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV