GSTV
Gujarat Government Advertisement

મોદી સરકાર માટે આવી ખુશખબર, બુલેટ ટ્રેન માટે ગુજરાતનું આ ગામ આપશે જમીન

Last Updated on November 22, 2018 by Karan

મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર અાવ્યા છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે એક ગામે સામે ચાલીને જમીન અાપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના આ ગામના ખેડૂતોઅે રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવાનો નિર્ણય કર્યો છે. પાદરાના ચાણસદ ગામે બુલેટ ટ્રેનનો સહમતિ કરાર સમારોહ યોજાયો હતો. ચાણસદ ગામના ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કર્યા બાદ હવે વિધિવત રીતે જમીન સરકારને સોંપાઇ છે. ચાણસદ એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં 61 ખેડૂતોએ સામે ચાલીને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન માટે સહમતિ આપી છે. મહત્વનું છે કે ચાણસદ એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જન્મસ્થળ છે.

બુલેટ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 350 કિમી/કલાક રહેશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કહેવાય છે. 1.20 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો હાલ પાયો નાખવામાં આવી રહ્યો છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિમી રૂટ પર 2022 સુધી બેલેટ ટ્રેન ચલાવવાનો ટાર્ગેટ છે. 12 સ્ટેશન 350 kmph સ્પીડ અને 3 કલાકમાં યાત્રા પૂરી થશે. મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 350 કિમી/કલાક રહેશે. હાલ આ નોર્મલ ટ્રેન અંતર કાપતા 7-8 કલાકનો સમય લગાવે છે. જો બુલેટ ટ્રેન 12 સ્ટેશનો પર રોકાશે તો 3 કલાકમાં 508 કિમીની યાત્રા પૂરી કરશે. મતલબ એવરેજ સ્પીડ 170 કિમી/કલાક રહેશે. જો 4 જ સ્ટેશનો મુંબઈ અમદાવાદ સૂરત અને વડોદરા પર રોકાશે તો બે કલાકમાં યાત્રા પૂરી કરી લેશો. આવામાં એવરેજ સ્પીડ 254 કિમી પ્રતિ કલાક રહેશે. મુંબઈ-અમદાવાદની વચ્ચે 2022 સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવાનુ ટારગેટ છે આ એવી ટ્રેન હશે જે 508 કિમીની યાત્રા ત્રણ કલાકમાં પુરી કરશે.

ખેડૂતોઅે અા કરી છે માગણીઓ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સામેલ બંને રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂત પોતાની જમીન માટે વધુ વળતરની માંગણી કરી રહ્યા છે. આ વળતર સિવાય બંને રાજ્યોમાં ખેડૂતોએ જમીન માટે શરત મૂકી છે કે સરકાર આ વિસ્તારમાં સામાન્ય સુવિધાઓની સાથો સાથ તળાવ, સ્કૂલ, સોલાર લાઇટ સહિત ગ્રામીણ સ્તર પર હોસ્પિટલ અને ડૉકટરની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરે. ઉલ્લેખનીય છે કે 508 કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લગભગ 110 કિલોમીટરની સફળ મહારાષ્ટ્રના પલઘરથી પસાર થાય છે અને કેન્દ્ર સરકારને અહીંના ખેડૂતો પાસેથી જમીન લેવામાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

જમીન સંપાદન મોટો દુખાવો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અહીં કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે ત્યાં તેનું ફંડિંગ કરનાર જાપાની એજન્સીએ અત્યાર સુધી અંદાજે 125 કરોડ રૂપિયા રજૂ કર્યા છે. ભારત અને જાપાનની વચ્ચે થયેલા કરાર પ્રમાણે આ પ્રોજેક્ટને 2022 સુધીમાં પૂરો કરવા માટે જાપાનને લગભગ 80,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું છે જ્યારે બાકીના 20000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર યોજનામાં નાખશે. જીકા જાપાન સરકારની એજન્સી છે અને તેઓ જાપાન સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક-આર્થિક નીતિઓનું નિર્ધારણ કરે છે. ત્યારે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી મળી છે. જો કે, ભારત સરકારની આ એજન્સીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ યોજનામાં હાલમાં જમીન સંપાદન માથાનો દુખાવો બન્યું છે. જેને પગલે આ પ્રોજેક્ટ લેટ થઈ રહ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!