GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

થોડા સમય પહેલાં જ વિદાય પામેલા મેઘરાજા હવે પોતાની નવી ઈનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. નવરાત્રીમાં મેઘરાજાએ ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો હતો. અને હવે દિવાળીના સમયે પણ મેઘરાજાનો અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા આકાશમાં વાદળો ઘેરાય કે નહીં પણ લોકો અને ખેડૂતોમાં ચિંતાના વાદળ અચૂક ઘેરાયા ચૂક્યા છે. જેથી હવામાન વિભાગ દ્રારા કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ કારણે દિવાળી પણ જોવા મળશે વરસાદની ઝલક

હવામાન વિભાગ દ્રારા દિવાળીમાં મેઘરાજા ફરી તોફાની બેટીંગ કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે અંગે જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ માટે અરબી સમુદ્ગમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાનો હોવાનો વરતારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં અને ક્યારે પડશે વરસાદ ?

તો સૌરાષ્ટ્રની સાથોસાથ ગીર સોંમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ, દ્રારકા થશે અમરેલી, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે સૌથી મોટી સમસ્યા એ છે કે ગુજરાતમાં ખેડૂતોએ શિયાળુ પાકની તૈયારી કરી લીધી છે. ઓલરેડ઼ી આ પહેલા પણ ભારે વરસાદના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં થયેલું વાવેતર નિષ્ફળ ગયું હતું. ત્યારે ખેડૂતો માથે ફરી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. હવામાન વિભાગ દ્રારા આજે દાહોદ, નવસારી, ડાંગ મહીસાગર તાપી ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની અસર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે સુરત નવસારી વલસાડ તાપીમાં મેઘરાજા પધરામણી કરે તેવી વકી છે.

લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે ગુજરાતના ખેડૂતોને કેટલું નુકસાન ?

થોડાં સમય પહેલાજ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને માતબર નુકસાન ગયું હતું. એક તબક્કે લીલા દુષ્કાળની સ્થિતિનું સર્જન થયું હતું. ગુજરાતમાં 4375 ગામડાઓમાં કુલ મળીને 2.37 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન થયાનો અંદાજ છે. આ જોતાં ખેડૂતો હવે પાકના વળતરની રાહ જોઇને બેઠાં છે. ઉઝબેકિસ્તાનથી પરત ફરી મુખ્યમંત્રી ખેડુતોને સહાય કરવાની જાહેરાત કરી દિવાળી ગિફ્ટ આપશે.ગુજરાતમાં આ વખત 140 ટકા વરસાદ નોંધાયો છે. ઘણા વર્ષો બાદ સારૂ ચોમાસુ વિત્યુ છે. વરસાદને પગલે ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી પણ બીજી તરફ,અતિવૃષ્ટિ જેવી સ્થિતીનુ નિર્માણ થતાં ખેતરોમાં ઉભા પાક ધોવાઇ ગયાં હતાં. જેના પગલે રાજ્યના કૃષિ વિભાગે ખેતીના પાકનો નુકશાન અંદાજવા સર્વે હાથ ધર્યો હતો. 

READ ALSO

Related posts

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva

અમદાવાદની આ હોસ્પિટલમાં શરૂ થશે પ્લાઝમાં બેન્ક, કોરોનાના દર્દીઓની સારવારમાં થશે ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!