GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા રિટર્ન : હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં 26 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લૉપ્રેશર સર્જાયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે એટલે આવતીકાલે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજા દિવસે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે. આ સાથે શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ શક્યતાઓ રહેલી છે.

મુંબઈ ફરી જળબંબાકાર થવાની શક્યતા

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈ બાદ થાણે અને કોંકણ પંથકમાં ધોધમાર વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના કારણે શાળા અને કોલેજ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. મુંબઈમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગનું કહેવુ છે કે, મુંબઈમાં વરસાદે 65 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જેથી વહીવટી તંત્રને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મુંબઈમાં 3 હજાર 475 મીમી વરસાદ પડ્યો છે. મુંબઈમાં સરેરાશ સિઝનનો 2 હજાર 353 મીમી વરસાદ પડે છે. જોકે, ચાલુ વર્ષે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. જેથી લોકોની હાલાકીમાં પણ વધારો થાય છે. જેથી બીએમસીના પ્રિમોનસૂન દાવાની પણ પોલ ખુલે છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!