GSTV
Videos

ગુજરાત પર અણધારી આફત : ક્યારા વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોના વાતાવરણમાં પલટો

અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ક્યાર શક્તિશાળી બન્યું છે. હવામાન વિભાગે તેને સુપર સાયકલોનની કેટેગરીમાં મુક્યું છે. તેની સ્પીડ વધીને 280થી 290 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે. જો કે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે. જેથી ગુજરાત ઉપર હાલ કોઇ જોખમ વર્તાઇ રહ્યું નથી. પરંતુ આ વાવાઝોડાની અસર હેઠળ આગામી બેથી ત્રણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક સ્થળે માવઠુ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી શકે છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાઇ છે.

અરવલ્લી

આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો. અરવલ્લી પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.

અમદાવાદ

અમદાવાદમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના કેટલાક વિસ્તારમાં ભરચોમાસા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. જેથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.

દ્રારકા

ક્યાર વાવાઝોડાના કારણે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી બાગ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ ઉપરાંત ગોમતીઘાટ સહીતના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળતા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ઓખા બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.

ગોધરા

ગોધરામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. ગોધારા પંથકના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેથી ખેડૂતોની ચિતામાં વધારો થયો છે.

પંચમહાલ

પંચમહાલમા વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે ત્યારે જ વરસાદ પડતા પાકને નુકસાન થશે તેવી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

ઉર્ફીને કારમાંથી ટોપલેસ લુકમાં જોતાં જ લોકોની ફાટી રહી ગઈ આંખ, બંને હાથ વડે પોતાની શરમ બચાવતી જોવા મળીઃ એકાંતમાં જ વીડિયો જોજો

HARSHAD PATEL

સની લિયોનીના શો માં ટકી રહેવાને લઈને ઉર્ફી જાવેદે ખોલ્યા પોતાના રાઝ, કોને માને છે પોતાની હરિફઃ જોઈ લો આંખ મારીને શું કહ્યું

HARSHAD PATEL

વીડિયો/ તમે દાદાને ક્યારેય ચુંબન કર્યું હતું, પૌત્રના સવાલ પર શરમાયેલી દાદીએ આપ્યો આ ક્યૂટ જવાબઃ દાદીના અંદાજથી નેટિઝન્સ થયા ઘાયલ

HARSHAD PATEL
GSTV