GSTV

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં 8 વિધેયક પાસ કરવા પર સરકારની નજર, કોંગ્રેસ પાસે ઘેરવા અખૂટ મુદ્દા

Last Updated on December 9, 2019 by Mayur

ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર આજથી શરૂ થશે. સત્ર દરમિયાન રાજ્ય સરકાર આઠ વિધેયક લાવશે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રથમ દિવસથી જ બિનસચિવાલય પરીક્ષા, દુષ્કર્મ, DPS, છ હજાર સ્કૂલ બંધ કરવા સહિતના મુદ્દે સરકારને ઘેરશે. વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂતો, શિક્ષણ, કમોસમી વરસાદ, મોંઘવારી, બેરોજગારી, મહિલા ઉપરના અત્યાચાર સહિતના મુદ્દે સરકારને ઘેરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર તરફથી કોંગ્રેસના આક્રમણને ખાળવા માટે ખાસ મંત્રીઓને જવાબદારી અપાઇ છે, ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીઓ કોંગ્રેસના આક્રમણ સામે જવાબ આપવા સજ્જ હોય છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ રાજ્યના અનેક પ્રશ્ને કોંગ્રેસ વિધાનસભા તરફ કૂચ કરશે. તો બીજી તરફ પોલીસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પોલીસ શનિવારથી એલર્ટ મોડ પર આવી ગઈ છે.

શહેરમાં આજે વિધાનસભા આસપાસ સહિતના વિસ્તારોમાં 6 એસપી, 25 ડીવાયએસપી, 40 પીઆઈ, 125 પીએસઆઈ સહિત 1500 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો છે. વિધાનસભા સત્ર અને ઘેરાવના કાર્યક્રમને લઈને જિલ્લા બહારથી પણ પોલીસ બોલાવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તો બીજી તરફ રેલી માટે કોંગ્રેસ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી, જે આપવામાં આવી નથી.

READ ALSO

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!