GSTV
Home » News » ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે કોંગ્રેસના પ્રધાન મંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાને લઈને ભાજપમાં ફફડાટ જોવા મળ્યો છે. ભાજપે વ્હીપ જાહેર કરવો પડ્યો છે. નવાઈની વાત એ છે કે મુખ્યપ્રધાનની સહીથી ભાજપના ધારાસભ્યોએ વ્હિપ જાહેર કર્યો છે.

સરકારના પ્રધાન મંડળ સામે અવિશ્વાસની દરખાસ્તને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો અને સચિવાલયમાં ઉત્તેજના જોવા મળી રહી છે. કોંગ્રેસ આજે સરકારને દેવા માફી અને બેરોજગાર સહિતના મુદ્દે ગૃહમાં ઘેરવાનો પ્રયાસ કરશે.તો સરકાર ગૃહમાં છ વિધેયક રજૂ કરશે.

આજે બે બેઠકમાં સત્રની કામગીરી થવાની છે.જેમાં પહેલી બેઠક સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. આજે ગૃહમાં સરકાર દ્વારા વિધાનસભામાં 6 વિધેયકોને પસાર કરાવવામાં આવશે. જેમાં મંજૂરી વગર સ્કૂલ અને પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં કડક સજા સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ.

ચેઇન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષની સજા કરવા અંગેનું બિલ. જીએસટી સુધારા વિધેયક. ફ્લેટના 75 ટકા માલિકો સહમત હોય તો રિડેવલપમેન્ટની મંજૂરી આપતું માલિકી અધિનિયમ વિધેયક. નગરપાલિકા સુધારા વિધેયક. તેમજ બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના માટેનું વિધેયક એમ કુલ 6 વિધેયક પસાર કરાવવામાં આવશે.

Related posts

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમના દરવાજા લીકેજ થતા મોટુ નુકસાન થવાની સંભાવના

Nilesh Jethva

ફરી એકવાર ખેડૂતો થયા નિરાશ, ઘઉની આવક તો થઈ મબલક પરંતુ ભાવમાં ભરાણા

Nilesh Jethva

હવે ગુજરાતમાં સૌ પ્રથમ વાર વિદેશી પશુ પક્ષીઓ આ જંગલ સફારી પાર્કમાં જોવા મળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!