આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર મળી રહ્યું છે. ભાજપની નવી સરકારનું આ પહેલું વિધાનસભાનું સત્ર છે. રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં હાજરી આપશે. તો બીજી બાજુ ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારને વિવિધ મુદ્દે ઘેરવા વિપક્ષ પણ સજ્જ થયું છે. બે દિવસના ટુંકા સત્ર દરમ્યાન ગૃહમાં કેટલાક સુધારા બિલ રજૂ થવાના છે.

ડોક્ટર નીમાબહેન આચાર્યને સભાગૃહના અધ્યક્ષ તરીકે પસંદ કરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરાશે
આજે સત્રના પ્રથમ દિવસે ડોક્ટર નીમાબહેન આચાર્યને સભાગૃહના અધ્યક્ષ તરીકે પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ ઉપરાંત ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ અને અનિલ જોષીયારાના પ્રસ્તાવની પ્રક્રિયા પૂર્ણ કરાશે. તો આજે પ્રથમ દિવસે ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક -2021, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી ગુજરાત સુધાર વિધેયક-2021 અને કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક -2021 રજુ થવાનું છે.
વિધાનસભાના ટૂંકા ચોમાસુ સત્રમાં કોરોનામાં સરકારની નિષ્ફળતા, ટૌટે વાવાઝોડામાં અપુરતી સહાય, મોંઘવારી, મોઘુ શિક્ષણ, બેરોજગારી, મહિલા અત્યાચાર, પ્રવર્તમાન કાયદાવ્ને વ્યવસૃથાની પરિસ્થિતિ સહિતના મુદ્દોને લઇને વિપક્ષ સરકરાને ભીંસમાં લેવા સજ્જ થયું છે.
આ તરફ, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણાને મંત્રીપદનો અનુભવ છે જયારે અન્ય મંત્રીઓ નવા નિશાળીયા છે. વિધાનસભા સત્રને પગલે છેલ્લા બે દિવસથી નવા મંત્રીઓએ પોતાના વિભાગની જાણકારી મેળવી લેશન કર્યુ હતું. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન વિપક્ષના સવાલોના કેવી રીતે જવાબ આપવા તેના પાઠ શિખ્યા હતાં. રવિવારે પણ મંત્રી-અિધકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો.

સત્રમાં નવા નિશાળીયા મંત્રીઓ સાથે સિનિયર મંત્રીઓ કેવું વલણ દાખવશે તેના પર રાજકીય વિશ્લષકોની નજર
સત્રમાં નવા નિશાળીયા મંત્રીઓ વિપક્ષના આક્રમણનો કેવી રીતે સામનો કરશે અને સિનિયર મંત્રીઓ કેવું વલણ દાખવશે તેના પર રાજકીય વિશ્લષકોની નજર મંડાઇ છે. સામાન્ય રીતે વિધાનસભા સત્રમાં વિપક્ષના રાજકીય આક્રમણ સામે નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સરકારની ઢાલ બની રહેતા હતાં. હવે નવી સરકારમાં બોલકા મંત્રીઓ છે જ નહીં પરિણામે સરકાર વિપક્ષના આક્રમણ સામે ભેખડે ભરાઇ શકે તેવી શક્યતા છે.
આમ તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી વિપક્ષ સામે ઝીંક ઝીલી શકે તેમ છે. બે દિવસીય સત્રમાં ચાર વિધેયક પણ રજૂ થનારા છે. બંને દિવસ દરમિ.ાન શરૂઆતના પ્રથમ તબક્કામાં એક કલાક પ્રશ્નોતરી કાળમાં નવા નિશાળીયા મંત્રીઓની કસોટી થવાની છે. ટૂંકમાં, વિધાનસભા સત્ર તોફાની બને તેવા એંધાણ છે.

ભાજપના ધારાસભ્યોને નવા મંત્રીઓને પડખે રહેવા આદેશ કરાયો
રવિવારે વિધાનસભા સંકુલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોને સ્પષ્ટ આદેશ અપાયો હતો કે, નવા મંત્રીઓ કયાંક વિપક્ષના આક્રમણમાં સપડાય તો તેમની પડખે રહેવું. કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનને લઇને ટીકા ટિપ્પણી કરે તો કેવા રાજકીય જવાબ આપવા તેની પણ ધારાસભ્યોને સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને સિનિયર મંત્રીઓને દબાણપૂર્વક કહેવાયુ હતું કે, તેઓ ગૃહમાં સાથ સહકાર આપે. રૂપાણી સરકારના મંત્રીઓ ભારોભાર નારાજ છે એટલે નવા મંત્રીઓને સાથ સહકાર આપવાના મૂડમાં નથી જેથી નવા મંત્રીઓ વિપક્ષની જાળમાં ભરાઇ શકે છે તેવી ભાજપને ભીતી છે. ભાજપના ધારાસભ્યો ગૃહમાં એવો માહોલ ઉભો કરશે કે ભલે સરકાર બદલાઇ પણ અમે બધા એક છીએ. કોઇને મનદુખ નથી.
READ ALSO :
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો