GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ગુજરાતમાં કોંગ્રેસમાંથી એક જ સિંહ રાજ્યસભામાં જશે : ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા

કોંગ્રેસ

ગુજરાતમાં 19મી જૂને થનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનનો રસ્તો સાફ થઇ રહ્યો છે. તેઓ ગુજરાતમાંથી ચૂંટાઇને રાજ્યસભામાં જશે. કોંગ્રેસમાંથી માત્ર એક જ સિંહ રાજ્યસભામાં જઇ શકે તેવી હાલ છે. બીજી તરફ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી વામણી પુરવાર થઇ છે. રાજસ્થાનનું રિસોર્ટ પોલિટીક્સ પણ કામે લાગ્યું નથી. ભાજપે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો તોડવાનું શરૂ કર્યું છે તે જોતાં હવે એવું લાગી રહ્યું છે કે વિધાનસભાની 2024માં આવનારી ચૂંટણીમાં ભાજપને 80 બેઠકો મળશે તો પણ તે સરકાર બનાવી શકશે, કારણ કે કોંગ્રેસ પાસે હવે કદાવર નેતા રહ્યાં નથી.

કોંગ્રેસ

શક્તિસિંહ ગોહિલ અથવા ભરતસિંહ સોલંકી બંનેમાંથી એક લીલા તોરણે પાછા આવે તેવી સંભાવના

ગુજરાત વિધાનસભામાં હાલ સાત બેઠકો ખાલી છે. ભાજપની સભ્યસંખ્યા 103 છે જ્યારે કોંગ્રેસનો આંકડો ઓછો થઇ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યાં છે. ભાજપને બીટીપીના બે ધારાસભ્યો અને એનસીપીના એક ધારાસભ્યના ટેકાની જરૂર ન રહે તેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને અત્યારે 35 મતોની આવશ્યકતા રહે છે પરંતુ કોંગ્રેસ પાસે હવે એટલા ધારાસભ્યો રહ્યાં નથી તેથી કોંગ્રેસમાંથી કાં તો શક્તિસિંહ ગોહિલ અથવા તો ભરતસિંહ સોલંકી લીલા તોરણે પાછા આવે તેવી સંભાવના છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં જુએ છે તેથી ભરતસિંહ સોલંકીને મનાવી લેવામાં આવે તેવી વકી છે પરંતુ ભરતસિંહ સોલંકીએ અગાઉ ઉમેદવારી છોડવાનો ઇન્કાર કરતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોમાં યાદવાસ્થળી થાય તેવી સંભાવના છે.

ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા

ગુજરાત કોંગ્રેસમાં 35 કરતાં વધુ ધારાસભ્યોનો ટેકો હશે તે ઉમેદવાર રાજ્યસભામાં જશે. ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તો તેમના ત્રીજા ઉમેદવારને જીતાડવાનો રસ્તો સાફ કર્યો છે અને કોંગ્રેસમાં યાદવાસ્થળીને પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાની તેમના ધારાસભ્યોને સાચવી શક્યા નથી. કોંગ્રેસના અક્ષય પટેલના રાજીનામાથી ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. અક્ષય પટેલ ભાજપમાં જોડાઇ જવાના છે. કોંગ્રેસમાં ઘર ફૂટે ઘર જાય તેમ ધારાસભ્યોના રાજીનામાને પગલે કોંગ્રેસ પાસે 2 બેઠકો જીતવાની તક હતી તે જતી રહી છે. આજે એસીપીના કાંધલ જાડેજાએ પણ ભાજપ છાવણીમાં જઈ વોટ ન આપવાનો નિર્ણય લીધો છે. હવે કાલે બીટીપી કોને વોટ આપે છે એ જોવાનું રહેશે. ભાજપે એક એક વોટના ગણિતના સમીકરણો જોડીને રાજ્યસભાની 3 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે બીજી બેઠક નબળી નેતાગીરીને કારણે ગુમાવી હોવાનું નગ્ન સત્ય છે.

Read Also

Related posts

ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનનો કાળો કારોબાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

pratik shah

ગુજરાતના આ શહેરમાં 13નાં મોત સાથે કોરોનાના આવ્યા નવા 67 કેસ, તમારા શહેરમાં ફરી વકરી રહ્યો છે ચેપ, રાખજો સાવધાવી

Harshad Patel

પ્રેમીપંખીડાંને એકાંતમાં બેઠેલા જોઈ પહોંચેલી પોલીસે યુવતી સાથે કર્યું અકુદરતી સેક્સ, કોર્ટે લીધો આ નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!