GSTV
Gujarat Government Advertisement

જમીન રિ-સર્વે કામગીરી પર નીતિન પટેલ અને કોંગી ધારાસભ્ય આમને સામને, સરકારના મળતીયાઓ પાસે કરાવાઈ રહી છે કાર્યવાહી: સીજે ચાવડા

Last Updated on March 6, 2021 by Pritesh Mehta

રાજ્યભરમાં જમીન માપણીને લઈને ખેડૂતોમાં હજુ રોષ અને નારાજગી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડાએ પણ જમીન રિ-સર્વેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓએ મહેસાણાનું ઉદાહરણ આપતા કહ્યુ કે, મહેસાણા જિલ્લામાં રી-સર્વેના 18 હજાર પ્રશ્નો માટેની અરજી મળી છે. જેમાંથી માત્ર 1700 જેટલી અરજીઓ નિકાલ થયો છે.

કોંગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડાએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે આ પ્રશ્ન માત્ર મહેસાણા જિલ્લાનો નહી પરંતુ સમગ્ર રાજ્યનો છે. સરકારની મળતીયાની માલિકી ધરાવતી કંપનીઓ પાસેથી રિસર્વેની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે પારદર્શિતા દેખાતી નથી તેવો આક્ષેપ પણ સી.જે. ચાવડાએ લગાવ્યો છે. વિધાનસભા માં આ રી-સર્વેની કામગીરી રદ કરવાની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ધારાસભ્ય સી.જે.ચાવડાએ રિસર્વે કામગીરીમાં હજારો ચોરસવાર જમીન ચાંઉ કરી લેવામાં આવી હોવાના કિસ્સા બન્યા હોવાનું કહ્યું છે.. ગુજરાતના છેવાડાના ગામડા સુધી રિસર્વેના પ્રશ્નો છે. એટલુ જ નહી, રિસર્વેના પ્રશ્નોના જવાબ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી પૂર્ણ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ સી.જે ચાવડાએ લગાવ્યો છે. જમીનને લઇને ભાઈઓ ભાઈઓ અને સંબંધીઓ વચ્ચે પણ કકરાટ ઊભો થયો છે. કોંગ્રેસ અને ગાયકવાડની સરકારમાં માપણી કરવામાં આવી હતી ત્યારે એક ઇંચનો પણ ફરક રાખવામાં આવ્યો ન હતો. અત્યારે હાલમાં આધુનિક યુગમાં પણ સર્વે કંપની સારી રીતે રીસર્વે કરતી નથી તેવો કોંગી ધારાસભ્યેએ આક્ષેપ લગાવ્યો.

જમીન માપણીમાં થયેલી ભૂલો પૂછાયેલા સવાલનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ આપ્યો અને કહ્યુ કે,  જમીન માપણી રી-સર્વેની કામગીરીમાં ખેડૂતોને સહેજ પણ અન્યાય ન થાય તેનું અમે પુરતુ ધ્યાન રાખી રહ્યાં છીએ. રી-સર્વે કામગીરી દરમિયાન થયેલી ટેકનીકલ ભૂલોના કિસ્સામાં જયાં સુધી ખેડૂતોના પ્રશ્નનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી રી-સર્વે કામગીરીનું અમલીકરણ કરીશું નહીં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!