વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે વીજળી મુદ્દે ફરી એક વખત ભાજપ સરકારને ઘેરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે અદાણી પાવરને ફાયદો કરાવા માટે ગુજરાત સરકારે મોંઘા ભાવે વીજળી ખરીદી. આ માટે સરકારે વીજ મથકોમાં ઉત્પાદન પણ ઘટાડ્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અદાણી ગ્રુપ સાથે વર્ષ 2006-2007માં 25 વર્ષ માટે કરાર કરાયા હતા. આ કરારોમાં 25 વર્ષ માટે રૂ.2.89 પ્રતિ યુનિટ, રૂ.2.35 પ્રતિ યુનિટના લેવલાઈઝ કરાર થયા હતા. પરંતુ સરકારે 3.52ના દરે વીજળી ખરીદી છે. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે સરકારી વીજ મથકોમાં 6 હજાર મેગા વોટ વીજ ઉત્પાદન થવું જોઇએ પરંતુ હાલ માત્ર 3 હજાર મેગાવોટ જ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે.
બીજી તરફ નાણાંપ્રધાન કનુ દેસાઇએ ગૃહમાં જણાવ્યું કે સરકારે અદાણી પાવરને 8 હજાર 916 કરોડ ચૂકવ્યા છે. તેમણે કહ્યું કે હાલના તબક્કે સરકારી મથકોમાં પ્રતિ યુનિટ 4.76 રૂપિયે વીજ ઉત્પાદન થાય છે અને અદાણી પાસેથી 3.39 પૈસે પ્રતિ યુનિટ વીજળીની ખરીદી સરકાર કરે છે. નાણાંપ્રધાને સરકારી વીજ ઉત્પાદન ઘટી રહ્યું હોવાનો પણ સ્વીકાર કર્યો.

દિયોદરમાં વીજ મુદ્દે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
બનાસકાંઠાના દિયોદરમાં અપૂરતી વીજળી મુદ્દે ખેડૂતોએ ફરી વિરોધ પ્રદર્શન યોજ્યું. ખેડૂતોને 8 કલાકને બદલે 6 કલાક જ વીજપુરવઠો અપાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ વખા વીજ સબસ્ટેશનમાં ધરણાં કરી રામધૂન બોલાવી. ખેડૂતોએ 8 કલાક વીજ પુરવઠો નહીં અપાય ત્યાં સુધી ધરણાં યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ