GSTV

આજથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર, પૂર્વ પીએમ વાજપેયીજીને શ્રદ્ધાંજલી પાઠવી ગૃહની કામગીરી મુલતવી રખાશે

આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે એટલે કે આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી ગૃહની કામગીરી મુલતવી રાખવામાં આવશે. જ્યારે સત્રના બીજા દિવસે 2 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બંને બેઠકમાં સરકાર દ્વારા કુલ 4 બિલને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત લાવવાનું નક્કી કરાયું છે.

જો કે નિયમ મુજબ 2 દિવસના સત્ર દરમ્યાન દરખાસ્ત ચર્ચામાં આવી શકશે નહીં. નિયમ મુજબ દરખાસ્ત સત્રના 2 દિવસ બાદ અને 3 દિવસની અંદર અધ્યક્ષની અનુકૂળતા મુજબ ચર્ચામાં આવી શકે એટલે તેના પર ચર્ચા થવાની નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ કેન્દ્રની મોદી સરકાર સામે પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. પરંતુ તેને કોઇએ ટેકો ન આપતા અવિશ્વાસ પ્રસ્તાવનો ફિયાસ્કો થયો હતો. એવો જ ફિયાસ્કો ગુજરાત વિધાનસભામાં પણ થશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

સરકાર દ્વારા જે 4 બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે તેના પર નજર કરીએ તો. સરકાર જીએસટીમાં સુધારા માટે કાયદો લાવવામાં આવશે. આ ઉપરાંત ચેઇન સ્નેચિંગ મામલે વધુ સજાની જોગવાઇ અંગેનું બિલ પણ વિધાનસભામાં રજૂ થશે. તેમજ હાઉસિંગ બોર્ડ તેમજ ખાનગી બિલ્ડીંગમાં 70 ટકા લોકો દ્વારા રિનોવેશનની મંજૂરી આપતા કાયદા અંગેનું બિલ પણ ફ્લોર પર મુકાશે. તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં પેપર ફૂટવા માટે જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલાં લેવા મુદ્દે કાયદામાં સુધારો કરતું બિલ પણ લાવવામાં આવશે. આ ઉપરાંત મંજૂરી વગરની શાળાને કારણે પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આવી મંજૂરી વગરની શાળાઓ સામે પગલાં લેવાના કાયદામાં પણ સુધારો કરવામાં આવશે.

Related posts

ગોજારો અકસ્માત/ ખંભાળિયા-ભાણવડ રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

Pravin Makwana

ભાવનગર/ ફૂલસર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની કરી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

Pravin Makwana

ધારાસભ્યના ડ્રાઈવરનો ફોન ચોરનારને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો, અગાઉ પણ આવા કાંડ કર્યા હોવાનો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!