ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સત્તાવાર આંકડા તેમજ રેપિડ ટેસ્ટની ખરીદીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગૂંજ્યો. વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લીધી.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે દેશમાં કોરોના ઘૂસ્યો ત્યારે સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વ્યસ્ત હતી. આ ઉપરાંત સરકારે દરેક વખતે કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક છૂપાવ્યો. તેમજ કોરોનાથી મોતને ભેટેલા લોકોના પરિવારજનોને પૂરતી સહાય પણ નથી ચૂકવી. મદાવાદ સીવિલ હોસ્પિટલમાં 2020માં અનુક્રમે 956 અને 2021માં 720 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. અન્ય બિમારીના કારણે 2020માં 11 હજાર 124 અને 2021માં 14 હજાર 227 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રેપિડ ટેસ્ટની ખરીદીના આંકડામાં તફાવતનો મુદ્દો ઉઠાવ્યો.
જેના જવાબમાં સરકારે જણાવ્યું કે કોરોના ટેસ્ટ માટે 2020 અને 2021માં RTPCR ટેસ્ટ માટેની 72 લાખ 3 હજાર કીટ અને રેપીડ ટેસ્ટ માટેની 1 કરોડ 59 લાખ 70 હજાર કીટ ખરીદવામાં આવી તે માટે 2020-21 માં 26 કરોડ 41 લાખ 78 હજાર 758 અને 2021માં રૂપિયા 291,45,82000 કીટ ખરીદવામાં આવી છે. મ્યુકરમાયકોસિસ બિમારી માટે ત્રણ લાખ 53 હજાર 34 નંગ વાયલ ખરીદવામાં આવ્યા તે માટે રૂપિયા 96 કરોડ 28 લાખ 43 હજાર 409 ચૂકવવામાં આવ્યા છે.
કોરોનાથી થયેલા મોતના આંકડાઓ છૂપાવ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આંકડાઓ માર્ગદર્શિકાને ધ્યાને રાખીને આપવામાં આવી છે. જ્યારે કોરોના કાળમાં માતાપિતા ગુમાવ્યા હોય તેવા બાળકોની અનેક અરજી મળી છે. જેમાં રાજ્ય સરકારે બાળકોને 4000ની સહાય આપી હોવાની વાત કરી હતી. તો કોરોનાથી મોતને ભેટેલા લોકોના પરિજનોને સહાયના મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 1 લાખ કરતા વધુ લોકોને 50,000 ની સહાય ચૂકવાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- રાજસ્થાન/ ભરતપુરમાં આર્મીનું ફાઈટર જેટ ક્રેશ, અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે
- સુરત / મનપાના અધિકારીઓ સામે ભાજપના ધારાસભ્ય કાનાણી લાલઘુમ, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી
- 5 પોલીસકર્મીઓએ એક અશ્વેત યુવકને મારીને હત્યા કરી, સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શન, જ્યોર્જ ફ્લોયડની યાદો તાજી…
- Viral Video/ આ પ્રકારની કાર ડ્રાઇવિંગ નહિ જોઇ હોય તમે, લોકો બોલ્યા આ તો હેવી ડ્રાઇવર નીકળ્યો
- IND vs NZ 1st T20: ન્યુઝીલેન્ડના કેપ્ટનને જીતની આશા નહોતી ! ભારતને હરાવીને આ મોટી વાત કહી