GSTV

સ્ક્રેપ પોલિસી/ ગુજરાતમાં 55.76 લાખ વાહનો ભંગારમાં ફેંકવા પડશે, વાહન માલિક ના પાડશે તો ભરવી પડશે 15 હજાર ફી

ભંગાર

Last Updated on February 3, 2021 by Bansari

રાજ્ય વાહન વ્યવહાર વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, 8.26 લાખ ટ્રાન્સપોર્ટ અને 47.49 લાખ નોન ટ્રાન્સપોર્ટ મળીને કુલ 55.76 લાખ વાહન 2001માં નોંધવામાં આવ્યા છે. એટલે કે એમને સ્ક્રેપ કરી દેવામાં આવશે. રાજ્યમાં 2018-19ની સ્થિતિએ 26.80 લાખ ટ્રાન્સપોર્ટ અને 2.25 કરોડ નોન ટ્રાન્સપોર્ટ મળીને કુલ 2.52 કરોડ વાહનો નોંધાયેલા છે. રાજ્યમાં સૌથી વધુ 1.58 કરોડ દ્વિચક્રી વાહનો છે.

વાહન

સરકાર ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવશે

જો કે 2019-20માં વાહનોની સંખ્યા ત્રણ કરોડ સુધી પહોંચવા આવી છે. જેમાં પોણા બે કરોડની આસપાસ તો દ્વિચક્રી વાહનો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં જૂના વાહનોને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે તેનાથી પ્રદૂષણને કન્ટ્રોલમાં લઇ શકાશે પરંતુ આ જાહેરાત મરજીયાત હોવાથી વાહન માલિકની ઇચ્છા પહેલી જોવામાં આવશે. સરકાર ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવશે. ખાનગી માલિકીના વાહનોને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે.

વાહન

માલિક તેનું જૂનું વાહન વેચવા તૈયાર ન થાય તો?

જો વાહન માલિક તેનું જૂનું વાહન વેચવા તૈયાર ન થાય તો સરકાર ફરીથી રજીસ્ટ્રેશન માટે 15,000 રૂપિયા સુધીની ફી લઇ શકે છે. કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ દર છ મહિને રીન્યું કરાવવાનું રહેશે અને તેની ફી પણ ભરવી પડશે.

Read Also

Related posts

ધારદાર સવાલ : ગૌતમ અદાણીના પોર્ટ પર આખરે કેવી રીતે પહોંચ્યું 9 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ? અફઘાનિસ્તાનથી થયું હતું ઈમ્પોર્ટ

pratik shah

Hair Care Tips : ઝડપથી વાળ સફેદ થઈ રહ્યા છે તો કરો આ કામ, વાળ થઇ જશે કાળા, જાડા અને મજબૂત

Vishvesh Dave

ખાસ વાંચો/ હોમ લોન માટે અપ્લાય કરી રહ્યાં હોય તો પહેલા જાણી લો આ ટિપ્સ, નહીંતર ભરાઇ જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!