GSTV
Home » News » સાડીમાં કબડ્ડી રમે છે BJP સાંસદ, આ વખતે પણ વડોદરાથી મળી શકે છે ટિકિટ

સાડીમાં કબડ્ડી રમે છે BJP સાંસદ, આ વખતે પણ વડોદરાથી મળી શકે છે ટિકિટ

લોકસભા ચૂંટણી દરમ્યાન ગુજરાતની જે બેઠકો દરમ્યાન નજરો રહેશે, તેમાં વડોદરા બેઠક પણ સામેલ હતી. વડોદરા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉંડો ઘરોબો રહ્યો છે. 2014માં તેમણે આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને પાંચ લાખથી વધારે મતોથી જીત્યા હતાં ત્યારે મોદી વારાણસી બેઠક પરથી લડ્યા હતાં અને ત્યાં પણ જીત્યા હતાં. બાદમાં તેમણે વડોદરા બેઠક છોડી દીધી હતી. પેટાચૂંટણીમાં ભાજપે રંજનાબેન ભટ્ટને ઉતારી હતી, જેમણે સરળતાથી જીત પ્રાપ્ત કરી હતી. જોકે, ચર્ચાઓનું બજાર ગરમ છે કે ભાજપ આ વખતે અહીંથી કોને ટિકીટ આપે છે?

2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસે મધુસૂદન મિસ્ત્રીને ઉતાર્યા હતાં. મિસ્ત્રીને 5 લાખ 70 હજાર મતથી કારમી હાર મળી હતી. મિસ્ત્રી, રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના મનાતા હતા અને 2 વખત સાબરકાંઠા બેઠક પરથી સાંસદ રહ્યા હતાં.

આવો છે મોદીનો જાદૂ

2014માં મોદીની દાવેદારીને પગલે વડોદરા ચર્ચામાં રહ્યું, પરંતુ બાકી સ્થાનોની જેમ ત્યાં પણ ચૂંટણી માહોલમાં ગરમાવો જોવા મળ્યો નથી. મોદી બાકી દેશમાં તોફાની પ્રવાસ પર રહ્યાં અને વડોદરામાં ખૂબ મોડેથી પ્રચાર કર્યો. ત્યાં સુધી કે ભાજપના બાકી સ્ટાર પ્રચારક પણ બાદમાં વડોદરા પહોંચ્યા નહોતાં. મનાઈ રહ્યું હતું કે જીતને કારણે મોદીએ વડોદરામાં પ્રચાર કરવાની જરૂર સમજી નથી અને પરીણામે આ વાત સાચી સાબિત થઈ છે.

વડોદરા ઈન્ડસ્ટ્રીનો પણ ગઢ છે. આ શહેરનો મુખ્ય કારોબાર ફાર્મસીનો છે. પરંતુ અહીં એલએન્ડટી, એબીબી, સીમેન્સ, અલ્સ્ટૉમ જેવી મોટી કંપનીઓ પણ છે. એટલું જ નહીં, દેશની એક માત્ર મેટ્રો કોચ બનાવનારી જર્મન કંપની બૉમ્બાર્ડિયરનો પણ પ્લાન્ટ વડોદરાના સવાલીમાં છે.

READ ALSO

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari