GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યમાં અનલોક 2 ના પ્રથમ સપ્તાહમાં સતત નવા રેકોર્ડ સાથે 5000 પોઝીટીવ સામે 3000 દર્દીઓ થયા સાજા

કોરોનાના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો પરંતુ હવે દેશ અનલોક તરફ આગળ વધી રહ્યો છે. સરકાર દ્વારા અનલોક-2માં છુટછાટો આપ્યા બાદ રાજ્યમાં કોરોનાનો ગ્રાફ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. અનલોક-2ના એક અઠવાડિયામાં જ 4993 કેસ સામે આવી ચુક્યા છે. હવે રાજ્યમાં દરરોજ નોંધાતા આંકડા 700 ઉપર આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ 3 હજાર જેટલા નવા પોઝીટીવ કેસ આવ્યા છે. છેલ્લા 4 દિવસથી સતત 700થી વધુ પોઝીટીવ આવ્યા છે. જુલાઈ મહિનામાં રાજ્યમાં સતત નવા રેકોર્ડબ્રેક નવા કેસો વધી રહ્યા છે. આજે પણ વધુ 778 જેટલા નવા પોઝીટીવ કેસ આવ્યા છે.

અમદાવાદથી વધુ નવા પોઝીટીવ કેસ વધી રહ્યા છે સુરતમાં

અમદાવાદ બાદ સુરતમાં સંક્રમણ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં સુરતમાં પણ કોરોના સંક્રમણના કેસો અમદાવાદથી વધુ આવી રહ્યા છે. જુલાઈ મહિનામાં સુરતમાં સતત 200થી વધારે પોઝીટીવ કેસ આવ્યા છે. રાજ્યમાં કોરોના આંકડાઓ પર નજર કરીએ તો અનલોક-2ના પહેલા દિવસે એટલે કે 1લી જુલાઈના રોજ રાજ્યમાં કોરોનાના 675 કેસ નોંધાયા જ્યારે આજે અનલોક-2ના સાતમાં દિવસે 778 કેસ નોંધાયા આમ, અનલોક-2ના પહેલા અઠવાડિયા દરમિયાન કુલ 4993 કેસ નોંધાયા છે. આ આંકડો ચિંતાજનક છે. જ્યારે અનલોક-2ના આ પહેલા અઠવાડિયા દરમિયાન કુલ 3074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીન સ્વસ્થ થયાં છે. તેમજ 131 દર્દીઓના મોત થયાં છે.

છેલ્લા સપ્તાહમાં નોંધાયેલા પોઝીટીવ કેસ

તારીખ રાજ્યઅમદાવાદસુરત
1 જુલાઈ675215201
2 જુલાઈ681211227
3 જુલાઈ687204204
4 જુલાઈ712172253
5 જુલાઈ725177254
6 જુલાઈ735183241
7 જુલાઈ778187249

READ ALSO

Related posts

Seventh Pay Commission : આ રાજ્યના કર્મચારીઓ માટે આવી મોટી ખબર, સરકાર પગારમાં નહીં કરે કાપ

Pravin Makwana

ગૌ શાળાના લાભાર્થે આ ગામમાં કરાયું જનતા તાવડાનું આયોજન, શુદ્ધ ઘીમાં મળશે મીઠાઈ

Nilesh Jethva

હવે રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે ભારત, 101 ઉપકરણોની આયાત પર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!