GSTV

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવાનો માટે તાલીમ શિક્ષણનું આયોજન

Last Updated on April 12, 2018 by

દેશમાં વધતાં શિક્ષીત બેરોજગારોની સંખ્યાંએ ચિતાંજનક બાબત છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવાઓને રોજગારી મળી રહે તે માટે તાલીમ શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્ટસ, કોમર્સ, ડિપ્લોમાં અને કોમ્પ્યુટરના વિષયો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવામાં આવશે.

3 માસની તાલીમ બાદ વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે 6 હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા ગુજરાત ચેમ્બર સાથે જોડાયેલી 4200 જેટલી કંપનીઓ સાથે ટાઈપ કરીને વિદ્યાર્થીઓને આ કંપનીઓમાં નોકરીઓ આપવામાં આવશે. જેમાં કંપનીના પગાર સાથે યુનિવર્સિટી દ્વારા 6 હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.જેના કારણે યુવાઓને પગારની સાથે સ્ટાઈપેન્ડ રકમ મળતાં સારો પગાર મળી રહશે. તો કંપનીઓને પણ પગારનુ ભારણ ઓછુ પડશે.જોકે આ સ્ટાઈપેન્ડનો લાભ વિદ્યાર્થીને એક વર્ષ માટે મળશે. યુનિવર્સિટીનું માનવુ છે આ યોજનાને કારણે 50 હજાર જેટલા યુવા વિદ્યાર્થીઓને સારા પગાર સાથે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

Related posts

ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આંદોલન, વિવિધ માંગણીઓને લઈ રાજકોટમાં મેડિકલ કોલેજ અને અન્ય સરકારી તબીબોનો ઉગ્ર વિરોધ

Dhruv Brahmbhatt

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!