ગુ.યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે જગદીશ ભાવસારની નિમણુંક કરાઈ

ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે રાજ્ય સરકાર દ્વારા જગદીશ ભાવસારની નિમણૂંક કરાઈ છે. સરકારના પરિપત્ર અનુસાર તેઓ જ્યારથી ચાર્જ સંભાળશે ત્યારથી લઈને ત્રણ વર્ષ સુધીનો તેમનો ઉપકુલપતિ તરીકેનો કાર્યકાળ રહેશે.

જોકે આ પદ માટે ભાજપના મીડિયા સેલના કન્વીનર હર્ષદ પટેલ રેસમાં હતા અને તેમણે ભાજપના હોદ્દોદારો મારફતે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી હતી. તેમજ મોવડી મંડળને રજૂઆત કરીને પોતાનો પક્ષ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે જગદીશ ભાવસારના નામની જાહેરાત કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter