હંમેશા કોઇને કોઇ વિવાદમાં રહેતી ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં 6 સિન્ડિકેટ સભ્યની નિમણુંક થતી નથી. જેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સરકાર નોમિનેટેડ 4 અને રાજ્યપાલ નોમીનેટેડ 2 એટલે કે કુલ 6 સિન્ડિકેટ સભ્યની નિમણુંક છેલ્લા 1 વર્ષથી નથી થઇ. ત્યારે એનએસયુઆઇએ આક્ષેપ કર્યો છે કે સરકારે એમના મળતિયાઓને સેટ કરવા માટે 1 વર્ષથી કોઇની નિમણુંક કરી નથી. બીજી તરફ એબીવીપીની પણ માંગ છે કે આ મુદ્દે સરકારે નિર્ણય કરવો જોઇએ કે જેથી યુનિવર્સિટીના અને વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપી શકાય.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપનો જૂથવાદ હવે યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. આથી જ કોને સિન્ડિકેટ સભ્ય બનાવવા તેનો નિર્ણય સરકાર કરી શકતી નથી. બીજી તરફ હાલમાં જે જૂથ છે તેઓ પણ અન્ય જૂથના સભ્યોને ફાવવા દેતા નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો