GSTV

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી, આચાર્ય કોંગ્રેસ તરફી છે એવું કહેતા સર્જાયું ધમાસાણ

Last Updated on January 25, 2020 by Mayur

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મતદાર યાદી જમા કરાવવા મુદ્દે આજે ઝપાઝપીનો બનાવ બન્યો. જેમા યાદી જમા કરાવવા આવનાર આચાર્યને કોંગ્રેસ તરફી કહેતા આ દ્રશ્યો સર્જાયા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં જ એબીવીપી અને એન.એસ.યુ.આઈ વચ્ચે ઝપાઝપીનો બનાવ બન્યો હતો. જેમા વાડજ કોમર્સ કોલેજના આચાર્ય યાદી જમા કરાવવા આવ્યા હતા. તે સમયે એબીવીપીના કાર્યકરોએ આચાર્ય સાથે બોલાચાલી કરી. અને વાડજ કોમર્સ કોલેજના આચાર્યને એબીવીપીના કાર્યકરોએ બંધક બનાવ્યા હતા તેવી ફરિયાદ આચાર્ય દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેનિય છે કે ચૂંટણીમાં કોલેજોની મતદાર યાદી જમા કરાવવામો આજે અંતિમ દિવસ છે. અને છેલ્લા ચાર વર્ષથી સેનેટ-વેલ્ફેકની ચૂંટણીઓ નથી થઈ રહી. જેથી આ વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે. પરિણામે બંને પક્ષે વર્ચસ્વની લડત જોવા મળી રહી છે. સમગ્ર મામલે એન.એસ.યુ.આઈ તરફથી મતદાન પ્રક્રિયાને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે 2 વાગ્યા સુધીમાં મતદાન માટે મતદારોના નામ યુનિવર્સીટી ખાતે જમા કરાવાના હતા. પરંતુ અંતિમ ક્ષણે ફરી વાર એબીવીપી અને એનેએસયુઆઈની કાર્યકરો વચ્ચે બોલાચાલી અ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

READ ALSO

Related posts

Alert/ એક SMSથી ખાલી થઇ શકે છે તમારું આખું બેન્ક એકાઉન્ટ, બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Damini Patel

અકસ્માત/ મોટર સાઈકલને ટ્રક ચાલકે અડફેટે લેતાં પતિની નજર સામે જ પત્નીનું મોત, આ દ્રશ્યો જોઇને કમકમી ઉઠશો

Dhruv Brahmbhatt

અતિઅગત્યનું/ તમારી પાસે આવું PAN કાર્ડ હશે તો ભરવો પડશે 10 હજાર રૂપિયા દંડ, 31 માર્ચ પહેલા પતાવી લેજો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!