GSTV
Gujarat Government Advertisement

ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં NSUIનો દબદબો, ABVPને ઝટકો

Last Updated on March 9, 2020 by Bansari

ગુજરાત યુનિવર્સિટી સેનેટ ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. યુનિવર્સિટીના ભાષા ભવનમાં મતગણતરી ચાલી રહી છે. જો કે નિયત સમય કરતાં મતગણતરી એક કલાક મોડી શરૂ થઈ છે. વિદ્યાર્થી સંગઠનના નેતાઓ દ્વારા કાઉન્ટિંગ સ્થળ પર મોબાઈલ લઈ જવાની જીદ કરવામાં આવી હતી. જેને લઈને કાઉન્ટિંગમાં મોડું થયું હતું. તો બીજી તરફ પરિણામને લઈને ABVP અને NSUI દ્વારા જીતના દાવાઓ કરવામાં આવ્યા છે, ત્યારે આ જીતના દાવાઓ વચ્ચે બંને સંગઠનના ઉમેદવારોની હાજરી વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. મતગણતરી જ્યાં ચાલી રહી છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

nsui

7માં NSUI અને 1માં ABVPનો વિજય

સેનેટની ચૂંટણીમાં 10માંથી 2 મેડિકલ અને ડેન્ટલની બેઠક બિન હરીફ જાહેર થઈ છે. 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં અત્યાર સુધીમાં આવેલા પરિણામમાં 7માં NSUI અને 1માં ABVPનો વિજય થયો છે. પીજી આર્ટ્સમાં NSUIના રોનક સોલંકીનો વિજય થયો છે. રોનક સોલંકીને 46માંથી 32 મત મળ્યાં છે. પીજી સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકીનો 31 મતે વિજય થયો છે. લો ફેકલ્ટીમાં કોંગ્રેસ પ્રવક્તાના પુત્ર કુવર હર્ષાદિત્યસિંહ પરમારનો વિજય થયો છે. B. ED (એજ્યુકેશન)માં NSUIના શુભમ તિવારીનો વિજય થયો છે. ABVP અને NSUI બંને સંગઠનોએ યુનિવર્સિટીમાં પોતાની જીતનો દાવો કર્યો છે. મતગણતરીને લઇને 1 ડીસીપી, 2 એસીપી, પીઆઈ, 20 PSI તેમજ 250 જેટલા પોલીસકર્મીઓનો પોલીસ બંદોબસ્ત યુનિવર્સિટીમાં ગોઠવવામાં આવ્યો

સેનેટની બેઠકમાં NSUIનો જ દબદબો

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની બેઠકમાં NSUIનો જ દબદબો જોવા મળી રહ્યો છે. NSUIદ્વારા પીજી કોમર્સની બેઠક પણ કબજે કરવામાં આવી છે. પીજી કોમર્સની બેઠક પર રાહુલ થદોડાની જીત થઈ છે. તો બીએડ એજ્યુકેશનની બેઠક પણ NSUIને ફાળે ગઈ છે. બીએડ એજ્યુકેશનની બેઠક NSUIના શુભમ તિવારીની જીત થઈ છે.

ગુજરાત યુનિવર્સિટીના લો ફેકલ્ટીની બેઠક NSUIના ફાળે ગઈ છે. અને હર્ષ આદિત્ય સિંહની જીત થઈ છે. હર્ષ આદિત્ય 67 મતે વિજય થયા છે. હર્ષ આદિત્ય સિંહ કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહના પુત્ર છે. લો ફેકલ્ટીની બેઠક પણ NSUIએ કબજે કરતાં, કાર્યકર્તાઓ દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તો પીજી સાયન્સની બેઠકે ABVPના ફાળે ગઈ હતી. ABVPના દિવ્યપાલ સોલંકીની જીત થઈ છે. જીત બાદ એબીવીપીના કાર્યકર્તાઓએ ફટાકડાં ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો. અને જયશ્રી રામના નારાઓ લગાવ્યાં હતા.

ગુજરાત યુનિવર્સિટી સેનેટ-વેલફેર ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. યુનિવર્સિટીના ભાષા ભવનમાં મતગણતરી ચાલી રહી છે. જો કે નિયત સમય કરતાં મતગણતરી એક કલાક મોડી શરૂ થઈ છે. વિદ્યાર્થી સંગઠનના નેતાઓ દ્વારા કાઉન્ટિંગ સ્થળ પર મોબાઈલ લઈ જવાની જીદ કરવામાં આવી હતી. જેને લઈને કાઉન્ટિંગમાં મોડું થયું હતું. તો બીજી તરફ પરિણામને લઈને એબીવીપી અને એનએસયૂઆઈ દ્વારા જીતના દાવાઓ કરવામાં આવ્યા છે, ત્યારે આ જીતના દાવાઓ વચ્ચે બંને સંગઠનના ઉમેદવારોની હાજરી વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. મતગણતરી જ્યાં ચાલી રહી છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana

ઓળખાણનો લાભ લઈ લાખો રૂપિયાના દાગીનાની ખરીદી કરનારા બે આરોપીઓની ધરપકડ, ભાજપનો સભ્ય પણ છે સંડોવાયેલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!