GSTV

વિદ્યાર્થીઓ આનંદો/ ગુજરાત યુનિ.એ પરીક્ષાઓ મોકુફ કર્યા બાદ ભૂલ સમજાઈ, સરકારે અંતે બહાર પાડ્યો નવો પરિપત્ર

ગુજરાત યુનિ. વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાત યુનિ.એ પરીક્ષાઓ મોકુફ કર્યા બાદ અંતે રાજ્ય સરકારે નવો પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે કે અનલોક-3 અંતર્ગત કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વર્ક ફ્રોમ હોમ આપવામા આવ્યુ છે પરંતુ પરીક્ષા મોકુફ ન કરી શકાય. પરીક્ષા કામગીરી તો કરવી પડશે.પરીક્ષા મોકુફ કરવી તે યોગ્ય નથી.

પરીક્ષા મોકુફ કરવી તે યોગ્ય નથી

સરકારને હવે કહેવાની ફરજ પડી પરંતુ અગાઉ જ સ્પષ્ટતા કરી હોય તો હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા પાછી ન ઠેલાત. યુનિ.ઓની પરીક્ષાઓને લઈને યુનિ.તંત્ર અને સરકાર વચ્ચે આંતરિક ગજગ્રાહ સામે આવ્યો છે.સરકારની બેદરકારી અને યુનિ.ઓની અનિર્ણાયકતાનો ભોગ ફરી એકવાર રાજ્યના હજારો વિદ્યાર્થીઓ બન્યા છે. કોરોનામાં પરીક્ષાઓને લઈને પહેલેથી સરકારે ગોળ ગોળ પરિપત્રો કરી અને પુરી સ્પષ્ટતાઓ ન કરી યુનિ.ઓને માથે ઢોળી દીધુ છે.

યુનિ.એ પરીક્ષાઓ મોકુફ કર્યા બાદ અંતે રાજ્ય સરકારે નવો પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી

દુધ અને દહી બંનેમાં પગ રાખનાર શિક્ષણ વિભાગે સ્પષ્ટતા ન કરતા મોટો છબરડો થયો છે.બીજી બાજુ ઓટોનોમસ યુનિ.ઓ હંમેશાથી સરકાર જ તેમની તારણહાર હોઈ તેમ માની તેમ તેમના દરેક આદેશનું શબ્દ સહ પાલન કરે છે જેથી યુનિ.કોલેજો બંધ રાખવાના સરકારના પરિપત્રને પરીક્ષા માટે પણ માની લીધો. પરંતુ કોરોનામાં પરીક્ષા જેવા સંવેદનશિલ અને ગંભીર વિષય મુદ્દે સરકાર અને યુનિ.ઓ વચ્ચે સંકલન હોવુ જરૂરી હતું.કેન્દ્ર સરકારની અનલોક-2 અને અનલોક-3ની સ્કૂલો-કોલેજો બંધ રાખવાની ગાઈડલાઈન છતાં અણઘડ વહિવટનું ઉદાહરણ પુરૂ પાડતા શિક્ષણ વિભાગે માધ્યમિક-પ્રાથમિક સ્કૂલો બંધ રાખી સ્કૂલોના શિક્ષકો માટે વર્ક ફ્રોમ આપ્યુ નથી પરંતુ યુનિ.-કોલેજોના અધ્યાપકો માટે વર્ક ફ્રોમ આપી યુનિ.-કોલેજો બંધ રાખવા માટે પરિપત્ર કરી દીધો છે.

શિક્ષણ વિભાગે સ્પષ્ટતા ન કરતા મોટો છબરડો થયો

આ પરિપત્રને યુનિ.એ કોલેજો બંધ હોવાથી પરીક્ષા ન લઈ શકાય તેવુ માની પરીક્ષાઓ જ મોકુફ કરી દીધી. અંતે સરકારના શિક્ષણ વિભાગને ભૂલ સમજાતા નવો પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે કે શિક્ષણ કાર્ય બંધ કરવાની જ સૂચના અપાઈ છે. 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા પૂર્ણ કરી શકાશે તે પ્રમામેની સૂચનાઓ અગાઉ અપાઈ છે તે મુજબ પરીક્ષા કાર્યવાહી કરવાની રહેશે તે સ્પષ્ટ છે.ઉક્ત હકીકત હોવા છતાં કેટલીક યુનિ.ઓ તરફથી શિક્ષણ વિભાગના 7મી ઓગસ્ટના પરિપત્રનો હવાલો ખોટી રીતે ટાંકી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખી છે જે યોગ્યન થી.8મી જુલાઈના પરિપત્ર અનુસાર પરીક્ષા યોજવાની રહે છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ કેન્દ્રીય અર્ધસૈનિક દળના ઓફિસરો નહીં બની શકે IPS, સિવિલ સેવા પરીક્ષામાં વધારી પદની સંખ્યાઓ

Pravin Makwana

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

Nilesh Jethva

INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે રાતે આવી પહોંચશે ગુજરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!