લાઈન જોઈને આવશે ગુજરાતમાં બેરોજગારીનો ખ્યાલ, 1400 જગ્યા માટે પહેલા દિવસે જ પાંચ હજાર….

અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડ માટેની ભરતીના ફોર્મ લેવા યુવાનોની ભીડ લાગી છે. ટ્રાફિક બ્રિગેડમાં જોડાવવાના ફોર્મ માટે વહેલી સવારથી યુવક-યુવતીઓએ લાંબી કરતા લગાવી હતી. શહેરમાં બે સ્થળોથી ફોર્મ વેચાણ આજથી શરૂ થયું છે. ત્યારે મીઠાખળી પાસેના ટ્રાફિક પોલિસ સ્ટેશન પાસે ફોર્મ વિતરણ કેન્દ્ર પર સવારથી લાંબી કતાર જોવા મળી છે. આ ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી હોવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. 1400 ટ્રાફિક બ્રિગેડ જવાનોની જગ્યા માટે પ્રથમ દિવસે જ આશરે પાંચેક હજાર જેટલા યુવાનો ઉમટી પડ્યા છે.

રાજ્ય સરકાર જે રીતે રોજગારીના દાવા કરે છે અને બીજીતરફ અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતીના ફોર્મ માટે લાગેલી કતારોથી બેરોજગારોની સ્થિતિ સ્પ્ષ્ટ થાય છે. ત્યારે બેરોજગારોની આ સ્થિતિ પર પાસ કન્વીનર હાર્દિક પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter