GSTV

સૌ ભણે સૌ આગળ વધે પણ ગુજરાતના આદિવાસી વિસ્તારનું ભણતર ભગવાન ભરોસે

Last Updated on July 10, 2019 by Arohi

સૌ ભણે સૌ આગળ વધેની વાતો વચ્ચે ગુજરાતના આદિવાસી વિસ્તારનું ભણતર જાણે ભગવાન ભરોસે આવી ગયું છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યુ છે કેમકે વિદ્યાર્થીઓને ખરેખર મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે

સુરતના મહુવા તાલુકાની વાંસકૂઇ ગામે ગોળીગઢ બાપુના મંદિરમાં અભ્યાસ કરી રહેલા આ બાળકો ભક્તિભર્યા વાતાવરણમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આ પરિસ્થિતીએ બાળકોની મજબૂરી છે શિક્ષકોની મજબૂરી છે કે તેઓને મંદિરમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. કારણકે વાંસકૂઇ ગામની પંચાયત  સંચાલિત શાળાની હાલત દયનીય બનેલી છે. શાળાની દિવાલોમાં મોટી તીરાડો મોટા જોખમને નોતરી શકે છે. જેથી બાળકો મંદિરમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

વાંસકૂઇ ગામની મધ્યમાં આવેલી શાળાના રિપેરિંગ માટે નવીનીકરણ માટે લેખીતમાં અરજી કરાઇ છે પરંતુ કોઇ કામગીરી થઇ નથી. તો ગામના સરપંચે શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. પરંતુ ત્યાંથી પણ મળે છે માત્ર હૈયાધારણા

આદિવાસી વસતિ ધરાવતા વાંસકૂઇ ગામે ભલે વિદ્યાર્થીઓ ઓછા છે. પરંતુ તેમને ભણવું છે ટીપીઓ આ અંગે કેમેરા સામે કંઇ બોલવા તૈયાર નથી. પરંતુ એકવાત હકિકત છે કે આવી સ્થિતીમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો યોગ્ય સવલત મળે તો તેઓ પણ ચોક્કસપણે આગળ આવી શકે તેમ છે.

Read Also

Related posts

સુરત: વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ, ખંડણી માટે આવ્યો કોલ!

pratik shah

ટ્રાફિક ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ ઈ-ડિવાઈઝથી પણ વસૂલશે દંડ!

pratik shah

BIG NEWS: ગુજરાત માટે ગૌરવ, વર્ષ 2022માં ડિફેન્સ એક્સપો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!