GSTV
Home » News » ડીઝલના ભાવ આસમાને પહોચતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જોરદાર ફટકો

ડીઝલના ભાવ આસમાને પહોચતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જોરદાર ફટકો

હાલ ડીઝલના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે તેની ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. એક તરફ હરિફાઈના કારણે ટ્રક ચાલકો ભાડામાં વધારો કરી શકતા નથી. તો બીજી તરફ ડીઝલ ખર્ચ દિનપ્રતિદિન વધી રહ્યો છે.  જો આગામી દિવસોમાં આ જ સ્થિતિ રહેશે તો કદાચ જુલાઈના અંતમાં ટ્રક ચાલકો હડતાળ પર પણ જઈ શકે છે.

ડીઝલના ભાવમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જોરદાર ફટકો પડી રહ્યો છે. જામનગરની વાત  કરીએ તો, અહીં ટ્રક માલિકો માટે ડીઝલમાં થઈ રહેલા ભાવે વધારાના કારણે ધંધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. ટ્રક ચાલકોનું માનીએ તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં અનેક એવા ખર્ચાઓ લાગે છે કે જે ટ્રક ચાલે કે ન ચાલે ખર્ચ કરવો પડતો હોય છે. તો બીજી તરફ હરિફાઈના કારણે ભાડામાં વધારો કરવો પણ શક્ય નથી.

ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાના કારણે હવે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન પણ સક્રિય થયા છે. જો આગામી દિવસોમાં ડીઝલના ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશને 30મી જુલાઈથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે..

આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં પણ ક્રુડના ભાવ વધી રહ્યા છે. જેની સીધી અસર ડોમેસ્ટીક માર્કેટ પર થઈ રહી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલની પ્રોડક્ટને જીએસટીમાં લાવવાની માંગ થઈ રહી છે.

 

 

Related posts

નિર્મલા સીતારમને સરકારી બેંકો પર ઉઠાવ્યા સવાલ, ‘હવે પહેલા જેવો વ્યવહાર નથી રહ્યો’

Mayur

ભડકે બળતું દિલ્હી : જેમનો કોઈ વાંક નહોતો તેવા 27 લોકોએ જીવ ગુમાવ્યો

Mayur

સિંગતેલના ભાવમાં ભડકો : ચાર દિવસમાં 75 રૂપિયા વધતા હવે ડબ્બો 2000ને પાર, ભાવ હજુ વધશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!