GSTV

કોરોનાને પગલે ગુજરાતના ટુરિઝમ સેક્ટરને 500 કરોડનો ફટકો, ઘણા દેવાળું ફૂંકશે

TOURISM

Last Updated on April 11, 2020 by Mayur

એપ્રિલ થી જૂન માસના બીજા સપ્તાહનો સમય એટલે શાળા – કોલેજમાં વેકેશનની મોસમ. ઉનાળાના વેકશનમાં ક્યાંય પણ બહાર ફરવા જાવ તમને કોઈ ને કોઈ ગુજરાતી તો જોવા જ મળે પરંતુ આ વખતે કોરોના વાઇરસના કેરને પગલે કોઈ વ્યક્તિ પોતાના જ શહેરમાં અન્ય કોઈ વિસ્તારમાં જઈ શકતો નથી તો અન્ય ક્યાંય ફરવા જવાનું તો વિચારી પણ શકાય નહિ. ઉનાળુ વેકેશનમાં આ વખતે બહાર ફરવા જવાનું ઠપ થઈ જતાં તેની અસર ટુરિઝમ સેકટર પર પડી છે. ગુજરાતમાં 1200 કરોડથી વધુ ટર્ન ઓવર કરતી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને રૂપિયા 500 કરોડથી વધુનો મરણતોલ ફટકો પડ્યો છે.

આ લોકો આવી ગયા આર્થિક ભીંસમાં

21 દિવસથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે ટુરિઝમ ના બિઝનેસ પર સૌથી વધુ અસર પડી છે. ગુજરાતના 140 થી વધુ ટુરીઝમ રીલેટેડ ઈન્ડ્રસ્ટ્રીઝ ના લોકો સાથે વાત કરતા માહિતી બહાર આવી છે કે લોકડાઉનને કારણે 87 ટકા ટ્રાવેલ એજન્ટસ અને ટુર ઓપરેટર આવનાર બે મહિના સુધીનુ બુકિંગ ગુમાવી ચૂક્યા છે,અને એમના કરોડો રુપિયા એરલાઈન્સ અને હોટલોના બુકિંગમાં ફસાઈ ચુકયા છે જેના કારણે તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે.

આવનારા દિવસોમાં કોઈ બુકિંગ નહીં

લોકડાઉન દરમિયાન, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ટેલિફોનિક વાત કરતા કેટલાક મહત્વપૂર્ણ તારણો આવ્યા છે. પ્રથમ, 68 ટકા ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું કે તેમની પાસે આવનાર દિવસો માટે કોઈ બુકિંગ નથી. ટ્રાવેલ એજન્ટોએ બતાવ્યું કે જો લોકડાઉન 21 દિવસથી વધુ થાય, તો 66 ટકા ટ્રાવેલ અને ટુર ઓપરેટરો એક મહિના કરતા વધુ સમય સુધી તેમની ઓફિસ નો ખર્ચ સ્ટાફ પગાર અ ને લોનના હપ્તા કાઢી નહીં શકે. 28 ટકા ટ્રાવેલ એજન્ટો પર દેવું છે અને ટુરિઝમ ના બુકિંગ વિના તેને ચૂકવવું ખૂબ મુશ્કેલ રહેશે.

પૈસા ચૂકવવા સક્ષમ જ નથી

સર્વેમાં સામે આવ્યું છે કે વધુ દેવું લેનારાઓ નજીકના ભવિષ્યમાં પૈસા ચૂકવવા સક્ષમ નથી,55 ટકાની નજીકના ટ્રાવેલ એજન્ટો દેવાની ચુકવણી કરવામાં અસમર્થતા બતાવી છે જે અમુક પ્રકારના જોખમમાં મૂકી શકે છે. આમ જો તાત્કાલિક સરકાર તરફ થી કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવે તો આ ઈન્ડ્રસ્ટ્રી દેવાનો બોજ નીચે ડુબી જશે અને બેકારી વધી શકે છે.

READ ALSO

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

અનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!