GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના એક ઐતિહાસિક કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવા નીતિન પટેલે 7 કરોડ આપ્યા છે, જાણો કયો છે એ કિલ્લો

Last Updated on July 2, 2019 by Mayur

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પ્રવાસ ક્ષેત્રની વૃદ્ધિ થાય આ માટે તેમણે કમર કસી હતી. અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને પ્રવાસન ક્ષેત્રમાં ઉજળી તકો લાવી હતી. નાણામંત્રીએ પણ પ્રવાસન ક્ષેત્ર પર ભાર મુકતા જણાવ્યું હતું કે, હાલ 14 ટકા વૃદ્ધિ દર નોંધાયેલો છે. પ્રવાસીઓને ગુણવત્તાસભર સુવિધાઓ માટે 472 કરોડની જોગવાઈ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પ્રવાસન ક્ષેત્રે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની પ્રવાસન નીતિ 2015ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે. આ નીતિ હેઠળ 350થી વધુ પ્રોજેક્ટ નોંધાયેલ છે. જે પૈકી 180 કાર્યરત થયેલ છે. જેનાથી 20 હજારથી વધારે લોકોને રોજગારી મળેલ છે.

આ સિવાય નીતિન પટેલે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ અને દાંડીમાર્ચ ટુરિઝમ સર્કીટ ખાતે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ કરી હતી. યુવાનો પણ પ્રવાસન ક્ષેત્રમાં જંપ લાવે આ માટે નીતિનભાઈ પટેલે 4,100 સ્થાનિક યુવાનોને તાલીમ આપવા 12 કરોડ ખર્ચવાની જાહેરાત કરી છે.

સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ સિદ્ધપુરને ઈન્સ્ટિટ્યુટ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવા રૂપિયા 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જૂનાગઢ જિલ્લાના પ્રખ્યાત ઉપરકોટ કિલ્લા માટે અલગ બજેટ ફાળવતા નીતિન પટેલે તેને હેરિટેજ સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, પુરાતત્વના આ અગત્યના વારસાના વિકાસ માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!