GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુજરાતમાં કોરોના મહામારીમાં દવા જ નથી, સીરિયસ દર્દીનો જીવ બચાવવો તબીબો માટે અઘરો

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. હજુ પણ રાજ્યમાં રોજના 700થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. આ સંજોગોમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે અતિ ઉપયોગી એવા રેમેડીસિવર અને ટોસિલિઝુમેબ ઇન્જેકશન જ બજારમાં ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓના સગાઓએ દવા મેળવવા ભટકવું પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

આ તરફ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશનને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને  ખાનગી હોસ્પિટલોમાં ઇન્જેકશનની અછતને લઇને રજૂઆત કરી છે.

કોરોનાની સારવારમાં રેમેડીસિવિર રામબાણ છતાં અછત

ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી છે અત્યારે અમદાવાદ અને સુરતમાં કેસો વધી રહ્યાં છે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝૂમેબ અને રેમેડીસિવિર ઇન્જેકશન રામબાણ ઇલાજ પુરવાર થયાં છે. આ જોતાં આ ઇન્જેકશનની ડિમાન્ડ વધી છે પણ બજારમાં ઉપલબ્ધ જ નથી.

રેમેડીસિવીરની અછતમાં દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ એસોસિએશનના પ્રમુખ ડો.ભરત ગઢવીનું કહેવું છે કે, રેમેડીસિવીર ઇન્જેશનની અછત સર્જાતાં દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ બની છે. વેન્ટિલેટર પર દર્દી હોય અને ઇન્કેજશનની જરૂરિયાત વખતે ન મળે તો જીવ બચાવી શકાય નહીં.

આ સંજોગોમાં રાજ્ય સરકારે દવાનો પુરતો જથ્થો હોસ્પિટલોને મળી રહે તે માટે વ્યવસ્થા કરવી જોઇએ. મુખ્યમંત્રીને એવી ય રજૂઆત કરવામાં આવી છે કે, કેરાલાની જેમ ગુજરાતમાં ય માસ્ક ફરજિયાત બનાવવું જોઇએ. માસ્ક ફરજિયાત હશે તો કોરોના અંકુશમાં આવી શકે છે.

ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નરની ડોક્ટર્સને અપીલ

આ તરફ,રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ એવી અપીલ કરી કે, ડોક્ટરો ટોસિલિઝુમેબ અને રેમેડીસીવિરનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. આ બંને દવાઓને હાલમાં જ મંજૂરી મળી છે એટલે બજારમાં નિયત માત્રામાં જથ્થો છે.

ઓક્સિજનની જરૂરિયાત હોય તે સંજોગોમાં સ્ટિરોઇડ આપવા છતાંય દર્દીની સ્થિતીમાં સુધારો ન થાય તો આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, ડોકટરો-ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે આમને સામને હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે.

Related posts

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

મંદિર પોલિટીક્સ: ભૂમિપૂજન આખરી દાવ હતો કે નવી ઈનિગ્સ શરૂ થશે, પાર્ટીની છબી પર લાગેલા ગ્રહણને કઈ રીતે બેલેન્સ કરવું તે પડકાર

Mansi Patel

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!