GSTV

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

રસીકરણ

Last Updated on July 31, 2021 by Karan

કોરોના મહામારી સામે લાડવા માટે કોરોના રસીકરણ સૌથી સશક્ત હથિયાર બની ગયું છે. દેશ સહીત રાજ્યભરમાં કોરોનાની 2 રસી કોવેક્સિન અને કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. ત્યારે, ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. દેશભરમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે દેશના તમામ રાજ્યોને પાછળ પાડીને સૌથી વધુ રસીકરણ કર્યાનો વિક્રમ સર્જ્યો છે.

ગુજરાતે વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે રક્ષણાત્મક ઉપાય સમાન કોરોના વેક્સિનેશન અન્વયે પર મિલીયન એટલે કે દર દસ લાખ લોકોએ વેક્સિનેશન અંતર્ગત 5 લાખ 17 હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે.

LocationDoses givenFully vaccinated% of population fully vaccinated
IndiaIndia46.2Cr10.2Cr7.4%
China (Mainland)China (Mainland)164Cr22.3Cr
United StatesUnited States34.5Cr16.4Cr50.0%
BrazilBrazil14Cr4.06Cr19.2%
GermanyGermany9.21Cr4.32Cr52.1%

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનના 75 લાખ ડોઝ જુલાઇ-2021 દરમ્યાન અપાયા છે. એટલું જ નહિ, તા. 31મી જુલાઇ સુધીમાં ગુજરાતમાં કોરોના વેક્સિનેશન 3 કરોડ 32 લાખ ૬પ હજાર 975 ડોઝ આપવામાં આવ્યા છે.

રસી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.

દેશભરમાં વેક્સિનની સ્થિતિ

STATE/UTSTOTAL VACCINATION DOSESDOSE1DOSE2VACCINATION DOSES DAY BEFORE
Andaman And Nicobar2,96,8962,06,03190,8652,94,198
Andhra Pradesh2,14,14,8371,59,50,89554,63,9422,11,74,147
Arunachal Pradesh8,41,7626,69,0441,72,7188,36,819
Assam1,05,34,9786,23,80819,11,1661,04,50,063
Bihar2,39,74,5472,01,60,49438,14,0532,36,65,474
Chandigarh7,98,3686,08,0061,90,3627,89,355
Chhattisgarh1,18,15,83695,02,73723,13,0991,17,20,590
Dadra And Nagar Haveli And Daman And Diu6,24,2985,50,14674,1526,19,841
Delhi99,65,53873,63,60826,01,93099,09,776
Goa13,14,46910,46,1302,68,33913,04,583
Gujarat3,29,89,7662,51,40,29478,49,4723,26,36,372
Haryana1,16,80,60492,25,12724,55,4771,15,28,359
Himachal Pradesh51,49,19038,98,16812,51,02250,96,580
Jammu And Kashmir61,63,95348,76,32412,87,62961,05,644
Jharkhand94,72,10076,90,07717,82,02393,69,181
Karnataka3,00,30,5892,36,24,16464,06,4252,97,26,139
Kerala1,97,83,1631,38,12,97659,70,1871,92,71,414
Ladakh2,53,9241,86,89467,0302,52,857
Lakshadweep65,98950,16815,82165,707
Madhya Pradesh3,09,71,4202,59,60,42350,10,9973,09,10,928
Maharashtra4,37,65,1473,27,93,4701,09,71,6774,30,82,939
Manipur12,98,37810,97,942,00,43512,82,384
Meghalaya10,76,2708,81,1771,95,09310,63,197
Mizoram8,33,5886,38,0841,95,5048,27,813
Nagaland7,63,1756,14,4491,48,7267,58,573
Odisha1,63,45,9121,24,70,54038,75,3721,61,64,233
Puducherry7,09,9995,65,6691,44,3307,04,506
Punjab96,46,65277,01,66419,44,98895,07,727
Rajasthan3,20,40,8462,47,02,57673,38,2703,17,51,036
Sikkim6,37,9504,90,1051,47,8456,35,789
Tamil Nadu2,26,65,5201,85,60,12841,05,3922,23,28,039
Telangana1,45,85,9151,12,05,56233,80,3531,44,56,842
Tripura31,24,74023,43,3847,81,35631,02,805
Uttar Pradesh4,76,08,9203,99,11,63976,97,2814,67,80,980
Uttarakhand58,32,045844,13,59414,18,45157,43,234
West Bengal2,91,51,6272,05,40,43986,11,1882,88,2

રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ૦ ટકા ઉપરાંત એટલે કે ર કરોડ પ૩ લાખ ૩ર હજાર ૦ર૩ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે અને ૭૯ લાખ ૩૩ હજાર ૯પર લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે. સમગ્રતયા, ગુજરાતે તા.૩૧ જુલાઇ-ર૦ર૧ સુધીમાં ૩ કરોડ ૩ર લાખ ૬પ હજાર ૯૭પ ડોઝ કોરોના વેક્સિનના આપ્યા છે.

15મી ઓગસ્ટ સુધી મુદત વધી

રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લઈને ફરજિયાત વેક્સિનની સમયમર્યાદા 15 ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ વેપારીઓ, સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેક્સિન લેવાની સમયમર્યાદા 31 જુલાઈ સુધીની હતી. જોકે ઘણા બધા વેપારીઓ, ફેરિયા તથા નોકરિયાત લોકોને વેક્સિન લેવાની બાકી હોઈ આ સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરાવામાં આવી હતી. જે અંતર્ગત સરકારે આ સમય મર્યાદા વધારીને 15મી ઓગસ્ટ કરી દીધી છે. હવે 15મી સુધી વેપારીઓ, નોકરિયાતો અને ફેરિયાઓ રસી મૂકાવી શકશે.

કોરોના

ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ માત્ર 252

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ સામે આવ્યા છે અને એક પણ વ્યક્તિનું મોત થયું નથી. સરકાર ત્રીજી લહેર પહેલાં કોઈ પણ સંજોગોમાં લોકોને રસીકરણ કરાવવા માદે છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8.24 લાખે પહોંચ્યા છે. જેમાંથી 8.14 લાખ લોકો તો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ માત્ર 252 છે. રાજ્યમાં કોરોનાને પગલે 10,076 લોકોના મોત થયા છે.

દેશમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ

ભારતમાં કોરોનાની વાયરસનું સંક્રમણ વધી રહયું હોવાનો સંકેત મનાતા આર ફેકટરમાં વૃધ્ધિ થઇ રહી છે. ખાસ કરીને કેરલ તથા પૂર્વોત્તર રાજયોમાં કેટલાક સ્થળોએ વધતા જતા સંક્રમણ કેસોએ ચિંતા પેદા કરી છે. ચેન્નાઇની ગણિત વિજ્ઞાન સંસ્થાનના સંશોધકોએ એક પૃથ્થકરણ કરીને તારણ કાઢયું છે કે દેશના બે મહાનગરો પુણે અને દિલ્હીમાં આર વેલ્યુ એકની નજીક છે જે કોરોના વાયરસ ફેલાતો જતો હોવાનું અંગિત કરે છે. જયારે કોરોના મહામારીની બીજી લહેરનો પીક ટાઇમ ચાલતો હતો ત્યારે ૨૪ એપ્રિલ થી ૧ મે સુધી આર વેલ્યુ ૧.૧૮ હતી. ૧૪ મે થી ૩૦ મે સુધીમાં તે ઘટીને ૦.૮૨ થઇ હતી. ૧૫ મે થી ૨૬ જૂન દરમિયાન તેનાથી પણ ઘટીને ૦.૭૮ થઇ હતી.જો કે હવે ફરી ૨૦ જુન થી ૭ જુલાઇ સુધીમાં આર વેલ્યુ વધીને ૦.૯૫ થઇ છે.

કોરોના સંક્રમણ સાથે સંકળાયેલ આર વેલ્યું શું છે તે સમજવું જરુરી છે. આર વેલ્યૂ ૦.૯૫નો અર્થ કે ૧૦૦ વ્યકિત સરેરાશ ૯૫ અન્ય વ્યકિતઓને સંક્રમિત કરી શકે છે. જો આર વેલ્યુ એક કરતા ઓછી હોય તેનો અર્થ નવા સંક્રમિત લોકોની સંખ્યા અગાઉ સંક્રમિત થયેલા લોકોની સંખ્યા કરતા ઓછી છે. આ માપ સંક્રમણ રોગના કેસ ઘટવા તરફ ઇશારો કરે છે.

આથી આર વેલ્યુ જેટલી ઓછી હોય તેટલું સંક્રમણ ઘટે છે. આર વેલ્યુ એકની ઉપર જાયતો સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધે છે જેને મહામારીનું સ્ટેજ ગણી શકાય છે. આનું સીધુ પ્રમાણ કેરલ અને પૂર્વોત્તર રાજયોમાં મળી રહયું છે. પૂર્વોત્તરના મોટા ભાગના રાજયોમાં તે આર વેલ્યુ કરતા વધારે છે. ઉત્તરાખંડમાં પણ આર વેલ્યુ એકની નજીક છે. દિલ્હીમાં પણ આર વેલ્યુ ૧ ની નજીક છે. ભારતમાં કોરોના સંક્રમણના જેટલા પણ કેસ વધી રહયા છે જેમાંના ૫૦ ટકા કેરલમાં જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!