GSTV

મહીસાગરના જંગલમાં રખડતો વાઘ એ હકિકતે વાઘણ છે, બે બચ્ચાં પણ સાથે હોવાનો સ્થાનિકોનો દાવો

Last Updated on February 13, 2019 by Mayur

મહીસાગર જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વાઘ હોવાની વાતો છેલ્લા કેટલાય સમયથી ચર્ચાતી હતી અને વન વિભાગને પણ આ અંગેની ફરિયાદો આ વિસ્તારના સ્થાનિકો મૌખિક જણાવતા હતા પરંતુ વન વિભાગ દીપડો કે અન્ય કોઈ પ્રાણી પશુઓનું મારણ કરતું હોવાનું જાણી વાત ઊંડાણ પૂર્વક તપાસ કરતું ન હતું.

તા.7 ના રોજ એક શિક્ષકને વાઘે દેખો દેતા વાઘનો ફોટો વાયરલ કરતા વાયરલ ફોટો મીડિયામાં પ્રસારીત થતા વન વિભાગ સફાળે જાગ્યું હતું અને વન વિભાગ દ્વારા અલગ – અલગ પ્રકારની ટીમો બનાવી નાઈટ વિઝન કેમેરા ગોઠવી વાઘની પગેરું મેળવવાની તજવીજ હાથ ધરાઇ હતી. જેને લઈને તા.11 ની રાત્રીના 7 થી 8 વાગ્યાના સુમારે જંગલ મુકેલ નાઇટ વિઝન કેમેરામાં વાઘ, દિપડો, ઝરખ જેવા કેટલાક જંગલી પ્રાણીઓની તસ્વીરો કેદ થઈ હતી.

નાઈટ વિઝન કેમેરાના કેદ થયેલ તસ્વીરની વન વિભાગે પુષ્ટિ કરતા ખરેખર વાઘ નહીં પરંતુ વાઘણ હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. જેથી મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લાનાં કેટલાક ડુંગરાળ અને જંગલ વિસ્તારમા વાઘ, દિપડો, ઝરખ જેવા અન્ય કેટલાક પ્રાણીઓ હોવાનું મનાય છે.

આ વિસ્તાર આવા પ્રાણીઓને અનુકુળ હોવાથી વાઘ જેવા કેટલાક જંગલી પ્રાણીઓ વસવાટ કરતાં હોવાનું જાણવા મળે છે. જેથી હવે વિસ્તારને વન વિભાગ તેમજ રાજ્ય સરકાર દ્વારા ટાઇગર પાર્ક બનાવવાની જરૂર છે. જોકે આ વિસ્તારના લોકોમાંથી ચર્ચાય છે કે વાઘણ તેના બે બચ્ચાં સાથે આ વિસ્તારમાં ફરી રહી હોવાનું અને અન્ય બીજા વાઘ પણ હોવાનું માનીયે તો નકારી ન શકાય. જો વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં જીણવટ ભરી તપાસ કરાય તો અન્ય કેટલાંક વાઘ આ વિસ્તારમાંથી મળી શકે તેમ છે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!