GSTV

રસીકરણ / દેશભરમાં વેક્સિનેશનના ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, ગુજરાત ત્રીજા ક્રમાંકે

Last Updated on June 22, 2021 by Dhruv Brahmbhatt

દેશભરમાં વેક્સિનેશનના ‘સ્પોટ રજીસ્ટ્રેશન’ ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ચાર લાખ 87 હજાર વ્યક્તિઓએ કોરોના રસી લગાવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૨.૨૫ કરોડને પાર થઇ ગયો છે. દેશભરમાં સૌથી વધુ વેક્સિનેશનમાં 2.81 કરોડ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા ક્રમે છે.

૧૦૨૫ રસીકરણ કેન્દ્રોમાં પ્રી રજીસ્ટ્રેશન વગર જ મળશે કોરોના વેક્સિન

રાજ્યભરમાં ૧૦૨૫ રસીકરણ કેન્દ્રોમાં પ્રી રજીસ્ટ્રેશન વગર જ કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશનમાં પોતાનો નંબર આવે તેના માટે લોકોને લાંબા વેઇટિંગનો સામનો કરવો પડતો હતો. પરંતુ સ્પોટ રજીસ્ટ્રેશનના પ્રથમ દિવસે જ ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે.

આજે સવારથી જ વેક્સિનેશન કેન્દ્રો પર લાંબી લાઇનો જોવા મળી હતી. આધારકાર્ડ દર્શાવી સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઇ શકે તેવી વ્યવસ્થાને આવકારવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ સોમવારથી દેશભરમાં નિ:શુલ્ક અને વૉક ઈન વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પણ 33 જિલ્લા, આઠ મહાનગર પાલિકાના એક હજાર 25 રસીકરણ કેન્દ્રો પર નિ:શુલ્ક રસીકરણની શરૂઆત થઈ છે. રાજ્યમાં વેક્સિનેશન બુથની સંખ્યા પાંચ હજાર કરવામાં આવી છે. ગુજરાતમાં 20 જૂન સુધી 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસીના એક કરોડ 38 લાખ 12 હજાર 595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30 લાખ 75 હજાર 163 વેક્સિન ડોઝ અપાયા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!