GSTV

લોકોમાં ભયનો માહોલ / કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્યના આ સ્થળોએ જોવા મળી મિની લોકડાઉનની અસર

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

ભાવનગર શહેરમાં તારીખ 30/4/2021 સુધી દર શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની અધ્યક્ષતામાં વિવિધ વેપારી મંડળોની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપારી એસોસિએશનના પ્રમુખ, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સર્વાનુમતે વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ચેમ્બર દ્વારા તમામ વેપારીઓને પોતાના કામધંધા શનિ-રવિ બંધ રાખવા તેમજ લોકોએ પણ શુક્રવારના રોજ ચીજવસ્તુઓ અંગે આગોતરા આયોજન કરવા અપીલ કરાઈ છે.

જનતા થઇ જાગૃત / વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં  નાગરિકોનું સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન - GSTV

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં 10 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. કોરોનાનું સંક્રમણ વધતા કચેરી ખાતે તમામ કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરાયાં હતાં. આ રેપિડ ટેસ્ટમાં કચેરીના 10 કર્મચારીઓનો રિપોર્ટ જે-તે સમયે પોઝિટિવ આવ્યો હતો. મહેકમ શાખા, હિસાબી શાખાના અનેક કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓને હોમ આઇસોલેશનમાં મોકલાયા હતાં.

શહેરો બાદ ગામડાંઓમાં પણ વધ્યું કોરોના સંક્રમણ

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા છતાંય આ વખતે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર લોકડાઉન આપવાના મૂડમાં નથી. આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર ટપોટપ લોકોના મોત થવા લાગ્યાં છે. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઇન લાગવા લાગી છે તો બીજી બાજુ સ્મશાનગૃહોમાં પણ શબવાહિનીનું ચારથી પાંચ કલાકનું વેઇટિંગ હોય છે. એવામાં રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોકો સ્વૈચ્છિક લોકડાઉન આપવા લાગ્યાં છે તો ક્યાંક લોકોએ સ્વેચ્છાએ વીકેન્ડ કરફ્યુ પણ આપવો પડ્યો છે. તદુપરાંત આ વખતે શહેરો બાદ હવે ગામડાંઓમાં પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા ગામડાંઓમાં પણ લોકો સ્વૈચ્છિક લોકડાઉન આપવા લાગ્યાં છે. એવામાં ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરમાં તારીખ 30/4/2021 સુધી દર શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

વડિયાના દેવગામમાં 25 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન

બીજી બાજુ કોરોનાના વધતા કહેરને પગલે વડિયાના દેવગામ ગ્રામ પંચાયત દ્વારા 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. વેપારીઓ દ્વારા સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ધંધા રોજગાર શરૂ રાખવા નિર્ણય કરવામાં આવ્યો તો 1 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવામાં આવશે.

ઇડરમાં રહેશે આંશિક લોકડાઉન

આ સાથે જ સાબરકાંઠામાં પણ કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ ઇડર પ્રાંત કચેરી ખાતે વેપારી અને તંત્રની મીટીંગ યોજાઈ હતી. જેમાં ઇડર શહેરમાં આંશિક લોકડાઉન લડવાની જાહેરાત કરાઈ હતી. આજથી આગામી તારીખ 30 સુધી સાંજના 4 વાગ્યા પછીથી બીજા દિવસે સવારના 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે તેવી જાહેરાત કરાઈ હતી.

This image has an empty alt attribute; its file name is vlcsnap-2021-04-15-18h11m43s575.jpg

હિંમતનગરમાં પણ 30 એપ્રિલ‌ સુધી દર શનિ-રવિ લોકડાઉન

હિંમતનગરમાં પણ 30 એપ્રિલ‌ સુધી દર શનિ-રવિ લોકડાઉન રાખવાનું નક્કી કરાયું છે. જ્યારે બાકીના દિવસોમાં સાંજે 5 વાગ્યાથી બજારો બંધ રહેશે. તો ખાણીપીણીવાળાઓને રાત્રે 10 વાગ્યા સુધી છૂટ અપાઇ છે. જેમાં હોમ ડિલીવરીની છૂટ અપાઇ છે. હિંમતનગર ટાઉન હોલમાં મળેલી વેપારીઓ અને વહીવટી તંત્રની બેઠકમાં સ્વૈચ્છિક નિર્ણય લેવાયો હતો.

This image has an empty alt attribute; its file name is vlcsnap-2021-04-15-18h12m31s598.jpg

બાબરાનાં ચમારડી ગામમાં પણ પ્રતિબંધ

કોરોનાના સંક્રમણ વધતા બાબરાનાં ચમારડી ગામનાં સ્થાનિકો અને વેપારીઓ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગામમાં ફેરૈયાઓની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

તાપી જિલ્લામાં 21 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન

સમગ્ર તાપી જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના કેસોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. વ્યારા નગર આજે 15 એપ્રિલથી 21 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવતા બજારો સજ્જડ બંધ જોવા મળ્યાં હતાં. કોરોનાનું વધતું જતું સંકટ અટકાવવા આ નિર્ણય કરાયો હતો.

આગામી 30 એપ્રિલ સુધી સાપુતારા પણ સંપૂર્ણ બંધ

ડાંગના સાપુતારામાં વધતા કોરોનાના કેસને પગલે ખાતે લારી ગલ્લા, ઢાબાઓ, શોપિંગ સેન્ટર સ્વયંભૂ બંધ રહેશે. જિલ્લામાં સંક્રમણ ન વકરે તે માટે સ્થાનિક વેપારીઓએ આ નિર્ણય લીધો છે. આગામી 30 એપ્રિલ સુધી સાપુતારા પણ સંપૂર્ણ બંધ રહેશે.

લોકડાઉન

રાજકોટમાં વેપારીઓ દ્વારા આજથી 4 દિવસનું લોકડાઉન

રાજકોટમાં કોરોના પોઝિટિવના કેસોનું પ્રમાણ વધતા કોરોનાની બીજી લહેર ધાતક બની છે. જેથી રાજકોટની દાણાપીઠના વેપારીઓ દ્વારા આજથી 4 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેમાં હોલસેલ અને રિટેલની 250 દુકાનો આજે બપોરે ત્રણ વાગ્યાથી બંધ થઇ જશે તો તારીખ 15થી 18 એપ્રિલ સુધી ચાર દિવસનું સ્વેચ્છાએ લોકડાઉન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO :

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!