GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આતંકી હુમલાની દહેશતને લઈ ગુજરાતના આ વિસ્તારોમાં સઘન ચેકિંગ, શકમંદની તસવીર આવી સામે

ગુજરાત હરહંમેશ આતંકીઓના નિશાને રહ્યુ છે.ત્યારે વધુ એક વખત ગુજરાત પોલીસને આતંકી હુમલાનું ઈનપુટ અપાયુ છે. ચાર શકમંદ શખ્સો ઘુસ્યા હોવાના ઈનપૂટ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન બોર્ડરથી જ અફઘાની પાસપોર્ટ ધરાવતા ચાર શક્સો ઘુસ્યો હોવાના ઈનપુટ અપાયા છે. જેથી એસઓજી સહિતની તમામ એજન્સીઓને એલર્ટ કરાઈ છે.પોલીસ દ્વારા એક શકમંદનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ પોલીસે રિલિઝ કર્યો છે. અફઘાની પાસપોર્ટ સાથે રહેતા લોકોની તપાસના સૂચન કરાયા છે. એસઓજી સહિતની તમામ એજન્સીઓને પણ એલર્ટ કરાઈ છે.

અફઘાનિ પાસપોર્ટ સાથે ઘુસ્યા ચાર શકમંદો

અફઘાની પાસપોર્ટ સાથે ગુજરાતમાં ચાર શકમંદો ઘુસ્યા હોવાના ઈનપુટ બાદ પાટનગર ગાંધીનગરમા સુરક્ષા વધુ સઘન કરી દેવાઈ છે.ગાંધીનગરમાં સચિવાલય સહિતની સરકારી કચેરીઓ, પ્રવાસન અને આસ્થાનું કેન્દ્ર અક્ષરધામમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ડીજીપીએ સરહદી દરિયાથી માંડીને આંતર રાજ્ય સરહદી વિસ્તારો ઉપરાંત પાટનગર સહિતના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાના આદેશ આપ્યા છે.ત્યારે સરકારી કચેરીઓ પોલીસ છાવણીમાં ફેરવાઈ રહી છે.

અમીરગઢ પોસ્ટ પર હાઈ એલર્ટ

ગુપ્તચર વિભાગે આપેલા હાઈએલર્ટ બાદ બનાસકાંઠાના અમીરગઢ સ્થિતિ ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે..અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર 30, એસઆરપી જવાન, 15 પોલીસ જવાન અન જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે..અમીરગઢ ચેકપોસ્ટ ખાતે વાહનોનું ઝીણવટભર્યુ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર, પાંથાવાડા બોર્ડર, ખોડા બોર્ડર,સરહદી છાપરી બોર્ડર પર વાહનોનું સઘન ચેકિંગ કરવામા આવી રહ્યુ છે.

સરહદ સીલ કરાઈ

ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટ વચ્ચે મધ્યપ્રદેશ-ગુજરાતને જોડતી સરહદ સીલ કરી દેવાઈ છે. ડીજીના આદેશને લઈને દાહોદના ખંગેલા બોર્ડરને સીલ કરી દેવાઈ છે. બોર્ડર પર એસઆરપીની ટીમ, પોલીસ હેડક્વાર્ટરના જવાનો તૈનાત કરી દેવાયા છે. બોર્ડર પર બુલેટપ્રુફ જેકેટ, હથિયારો સાથે જવાનો તૈનાત કરાયા છે. અને વાહનોનુ સઘન ચેકિંગ હાથ ધરાયુ છે.

READ ALSO

Related posts

જેન્યુઈન સર્વિસ ઓનલાઈન ન્યુડ વિડીયો કોલીંગ સાથે યુવતીની મૂકાઈ તસવીર: ફોન પર ફોન આવવા લાગ્યા

Mansi Patel

પ્રેમીપંખીડાંને એકાંતમાં બેઠેલા જોઈ પહોંચેલી પોલીસે યુવતી સાથે કર્યું અકુદરતી સેક્સ, કોર્ટે લીધો આ નિર્ણય

Bansari

સોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!