GSTV

તેજસ ટ્રેનનો અમદાવાદ, વડોદરા બાદ સુરતમાં પણ વિરોધ, રેલવેના કર્મચારી નથી ખુશ

સીએમ વિજય રૂપાણીએ તેજસને લીલી ઝંડી આપતા પહેલા કાલુપુર રેલવે સ્ટેશન પર સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાત માટે સૌભાગ્યની વાત છે કે, ગુજરાતમાં દેશની બીજી ખાનગી ટ્રેન શરૂ થઈ છે. તેજસ દેશના મહત્વના બે આર્થિક શહેર અમદાવાદ અને મુબઈને જોડશે. જેથી બન્ને રાજ્ય વચ્ચે સંબંધમાં પણ સુધારો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, બદલાતા સમય સાથે ભારતીય રેલવેએ પણ ટ્રેનમાં સુધારા કર્યા છે. વિજય રૂપાણીના નિવેદન પહેલા અને તે બાદ પણ તેજસ એક્સપ્રેસ ટ્રેનનો ગુજરાતના મહાનગરોમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

રેલવે યુનિયન દ્રારા વિરોધ

રેલ્વેના ખાનગીકરણને લઈને રેલ્વે યુનિયનનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો. જેમા રેલ્વે યુનિયને લાલ ઝંડા સાથે તેજસ ટ્રેનનો વિરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોય યુનિયન દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો. અને જે પણ કાર્યકર્તાઓએ તેજસ ટ્રેનનો વિરોધ કર્યો તે તમામની પોલીસે અટકાયત પણ કરી છે.

સુરતમાં તેજસનો વિરોધ

તો આ તરફ સુરતમાં પણ તેજસ ટ્રેનનો વિરોધ જોવા મળ્યો છે. ઈન્ટુક અને રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા તેજસ ટ્રેનનો વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં પણ વિરોધનો સુર સંભળાઈ રહ્યો છે. જો કે વિરોધ કરવા પહોંચેલા રેલ્વે સંઘર્ષ સમિતિના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

સ્ટેશન પર પોસ્ટર દ્રારા દેખાવો

વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેજસ ટ્રેનનો વિરોધ કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સ્ટેશન પર પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યો. વિરોધ કરી રહેલા લોકોએ રેલવેના ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમા મોટી સંખ્યામાં રેલ કર્મીઓ જોડાયા હતા.

READ ALSO

Related posts

નર્મદા/ ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો , ડેમની સપાટીમાં થયો ઘટાડો

pratik shah

રાજકોટ/ મધ્યસ્થ જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો, પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો

pratik shah

આંતરરાજ્ય ઘરફોડ અને વાહનચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી, 7 શખ્સોની પૂછપરછ દરમ્યાન થયા ચોંકાવનારા ખુુલાસા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!